વિન્ટેજ

મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી..
હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે સુધી કામ કરે છે, તેથી મેં વિચાર્યું કે સવારે ચા સાથે ગપ્પા મારીશ.હા, કારણ કે તેમની પાસે મારી સાથે વાત કરવાનો સમય છે. ના, ના, મને ખોટું ન સમજો, મારો દીકરો કે વહુ ફિલ્મો કે સિરિયલોમાં જે બતાવે છે તેવા નથી. તેથી હું આજે ચા બનાવવા ગયો, પણ ખરેખર દૂધ ઢોળાઈ ગયું અને બધું બગડી ગયું. વહુ નારાજ થઈ ગઈ. તે કંઈ બોલી નહિ પણ તેની હરકતો પરથી હું સ્પષ્ટ અનુભવી શકતો હતો. તે દિવસે દીકરાએ આદેશ આપ્યો આજથી સવારની ચા હું તમારા રૂમમાં જ લઈ આવીશ. એક વાર મેં મારા ગ્રાન્ડ સનને કહ્યું, ચાલો હું તમને સ્કુલ બસ સુધી મુકવા આવું ત્યારે તે કહે, ગ્રાન્ડ પા, હું મોટો થઈ ગયો છું, હવે હું એકલો જ જઈ શકું છું. જો તમે આવશો તો બીજા બચ્ચાઓ મારી ઉપર હસશે.
તેથી હવે જ્યારે હું જાગી જાઉં છું ત્યારે હું મારા રૂમમાં જ રહું છું. હું અનુમાન સાથે બહાર હોલમાં આવું છું. મને સમજાય છે કે હું તેમના જીવનનો એક ભાગ છું ક્યારેક થોડી ઉપેક્ષા કરવામાં આવે છે.
હવે હું સાંજે ફરવા જાઉં છું. મારો રૂટ ફિકસ છે. રસ્તામાં કારના શો રૂમ છે. મને શરૂઆતથી જ કારનું આકર્ષણ હતું. હું શોરૂમમાં કાર જોતો હતો, અલબત્ત બહારથી.
પરંતુ એક દિવસ તે શોરૂમમાં એક અલગ કાર જોવા મળી, તે થોડી જૂની હતી પરંતુ તે કારની જગ્યા અલગ હતી, તેને અલગ રીતે શણગારવામાં આવી હતી. હું અંદર ગયો. આ જૂની કાર તમારા શોરૂમમાં કેવી રીતે આવી. સર આ વિન્ટેજ કાર છે, તે બરોડાના મહારાજાએ 1965માં લીધી હતી.
તમામ કારની કિંમત ટેગ કાર સાથે જોડાયેલ હોય છે. પરંતુ તે આ કાર પર નથી. મે સેલ્સ મેનને પુછયું, સર આ વિન્ટેજ કાર છે, કિંમત નક્કી કરી શકાતી નથી. જે ગ્રાહકને આ વિન્ટેજ ગાડીની સમજ હશે તે આ ગાડીનું મુલ્ય નકકી કરશે અને ખરીદશે. ટૂંકમાં, આ કાર મોંઘી નથી, પરંતુ મૂલ્યવાન છે.
હું શોરૂમ ની બહાર આવ્યો. મારા મનમાં કંઈક વિચાર આવી રહ્યા હતા પણ મને બરાબર ખબર ન પડી કે તે શું છે.
થોડા દિવસો આમ જ વીતી ગયા, હું રોજ હું આવતા જતા તે વિન્ટેજ ગાડીને આશ્ર્ચર્યથી ગાડી તરફ જોતો. દિવાળીના દિવસ હતા. બધા ઘરે જ હતા. દીકરી જમાઈ અને તેમના બાળકો પણ સાથે હતા. ઘર આખું ભરાઈ ગયું હતું. મારી જીવનસંગીની ગયા પછીની મારી પહેલી દિવાળી. હું થોડો ઉદાસ હતો. હું બચ્ચાઓ સાથે રમવામાં સમય પસાર કરી રહ્યો હતો તેમને સ્ટોરીબુકમાંથી સ્ટોરી સંભળાવતો હતો. તેઓ ધ્યાનથી મારી વાર્તા સાંભળતા હતા. કોલોનીમાં થોડો અવાજ થતાં હું બાળકો સાથે બહાર આવ્યો. રસ્તો મોટો કરવા એક પીપળાનું મોટું ઝાડ ઉખેડવામાં આવ્યું હતું. અને અમારી કોલોનીમાં એક ખુણામાં તેને પાછું રોપવામાં આવ્યું હતું. વૃક્ષ જૂનું હોવા છતાં તે મહત્વનું છે કારણ કે તે 24 કલાક ઓક્સિજન આપે છે. માટે તેને સંભાળી રાખવામાં આવે છે. તેવોજ અનુભવ મને કારના શોરૂમમાંથી બહાર આવતા થતો.
વહુએ કહ્યું, પપ્પા, તમે આજે પુજા કરશો. આટલા વરસથી મમ્મીજ પુજા કરતા હતા. મને લાગે છે આ વરસે તમે કરો.
હું પણ તૈયાર થઈ ગયો અને પૂજા કરી. અમે બધા સાથે જમવા બેઠા. વહુએ સારી તૈયારી કરી હતી. તેણે જમવા માટે કાંસાની થાળીઓ કાઢી હતી. દીકરાએ જણાવ્યું કાચનો સેટ કેમ ન કાઢયો.
ત્યારે વહુએ જણાવ્યું દિવાળીમાં જમવા માટે આપણા મમ્મી ખાસ આ કાંસાનો સેટ લાવેલા. તેથી તેમની યાદમાં આજે મે જાણી જોઈને તે કાઢયો છે. તેણે પ્લેટો રૂમાલથી લુંછવાને બદલે પોતાના સાડીના પલ્લુથી લુંછી. મને ખુબ સારૂં લાગ્યું.
એ શોરૂમમાંથી બહાર નીકળતાં અચાનક મારા મનમાં જે વિચાર આવ્યો, મને કીમતી શબ્દનો અર્થ હવે સમજાવા લાગ્યો. એ વિન્ટેજ કાર, એ પીંપળાનું ઝાડ કંઈક ઈશારો કરી રહ્યું હતું.
હવે મને સમજાયું કે હું વૃદ્ધ થઈ ગયો છું પણ વેડફાયો નથી.
હવે મેં સ્વેચ્છાએ મારા દીકરા અને વહુના રોજિંદા જીવનનો ભાગ બનવાનો વિચાર છોડી દીધો છે. કારણ કે હું જાણું છું કે તેમના જીવનમાં મારું સ્થાન એ વિન્ટેજ કાર જેવું છે. ખૂબ જ ખાસ અને બહુ જ કિમતી.
– સીપી

Similar Posts

  • The Kadmi Or Ancient New Year

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times wishes all our Kadmi readers a hearty Sal Mubarak! May the New Year bring in unity, peace, prosperity, happiness and unending smiles through the new orbit for us all![/otw_shortcode_info_box] As a community we may be small in number, but, always ready and big on celebrations! For a ‘True Blue Bawaji’ everyday…

  • A’bad’s Trust Holds Sheri nu Jaman

    On 28 April, 2019 Ahmedabad’s Sunamai and Firoze Davar Charitable Trust held its first ‘Sheri nu Jaman’ at Parsi Sanitarium Grounds. Founded in 2017 by APP’s (Ahmedabad Parsi Panchayat) ex-trustee, Prof. Armaity Firoze Davar, in memory of her parents, Sunamai and the scholarly Prof. Firoze Davar, the Trust provides educational aid and support to needy…

  • Parsi Pride Brigade

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] PT’s Parsi Pride Brigade celebrates the academic performances of our young achievers who have triumphed in the Board exams, across schools and colleges. We are delighted to feature our bright sparks who make our community proud! We invite you to celebrate your success too with our community and feature in PT’s Parsi Pride…

  • હસો મારી સાથે

    ચોમાસા દરમ્યાન હળવું ભોજન લેવું. પાણી એકદમ હળવું છે. પણ પાણીમાં તેલ નાખો તો તેલ તરે છે એટલે પાણીથી હળવું તેલ છે. તેલ ઉકળતું હોય એમાં ભજીયાં નાખો તો ભજીયા તરે છે એટલે એ સૌથી હળવાં કહેવાય. માટે ચોમાસામાં ભજિયાં ખાવ અને હળવા હળવા રહો. *** કોઈ વધારે દારૂ પીતા હોય એમને બૂમ ના પાડશો….