લવ યુ જીંદગી

58 વર્ષની વયે કાલ મેં 57 વર્ષની પત્નીને કહ્યું, ચાલને, થપ્પો રમીએ. પત્નીએ કહ્યું, હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો?? આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે!
મે કહયુ: મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે. આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. ચાલને થપ્પો રમી લઈએ.
પત્નીએ પહેલો દાવ લીધો. એકથી વીસ ગણ્યા. હું સોફા નીચે છુપાઈ ગયો. પત્નીએ બધા રૂમ જોયા. પછી સોફા નીચેથી મને શોધી કાઢ્યો.
એ પછી દાવ લેવાનો વારો આવ્યો મારો.મેં ધીમે ધીમે 20 સુધી ગણતરી કરી.
એ પછી પત્નીને શોધવા આખું ઘર ફંફોસી નાખ્યું.
બધા રૂમ બે બે વાર જોયા. ફળીયુ નવેરૂ જોયું, બધાં કબાટ ખોલીને બરાબર ચેક કર્યું. બાથરુમ-વોશરૂમ જોયા. પત્ની ક્યાંય ના મળે. હું તો ગભરાઈ ગયો. એવી તો કઈ જગ્યાએ છુપાઈ ગઈ કે મળતી નથી ? ત્રીજી વખત રસોડામાં ગયો. રસોડા મા ફ્રીજ ની બાજુમાં એક નાનકડો ખાંચો હતો તેમાં તે કશુંક ઓઢીને સંતાઈ ગયેલ. મે તાળીઓ પાડીને થપ્પો કરી નાખ્યો. પછી બન્ને જોડે ચ્હા પીવા બેઠાં.
પત્ની કહે, મને થપ્પો રમવાની ખૂબ મજા આવી. હવે આપણે રોજ થપ્પો રમીશું.
મે હસતાં હસતાં કહયું થેક્યુ, બસ મારે એટલે જ થપ્પો રમવો હતો. તું વર્ષોથી રસોડામાં ખોવાઈ ગઈ હતી, મારે તને શોધવી હતી.
આજે તું જડી ગઈ. પત્નીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. ક્યારેક ક્યારેક આ રીતે થપ્પો રમી લેવો જોઈએ. ક્યાંક કોઈ ખોવાઈ ગયું હોય તો જડી પણ જાય.
મિત્રો આમ જીંદગી મન ભરી ને જીવી લ્યો. બંગલા મોટર ગાડી નાં ચકર માં થી બહાર નીકળો. જીવાય એટલી જીંદગી જીવી લ્યો. મોજ કરી લ્યો. સાથે કઈ આવવાનું નથી. કયારે કોણ છુટુ પડી જશે?
જીંદગી અફસોસ બની ને ના રહી જાય.

Similar Posts

  • From the Editors Desk

    Win-Win! Dear Readers, The one equation that has always applied to our minuscule community, without a shade of doubt, is that our achievements have always been inversely proportional to our population. There is no other community in the world that has accomplished as much, or earned as much fame and pride worldwide, in proportion to…

  • Caption This – January 20, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 24th January, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Vaat karo re vaat, Censor Board ae maari laat! Rajasthan ae maari chhari, Bhansali gayo mari! Haryana ae maari pistol, Gujarat…

  • Boman Irani To Play Farokh Engineer in ’83

    Last seen in PM Narendra Modi’s biopic, actor and producer, Boman Irani has signed on Kabir Khan’s directorial venture, ’83, where he will portray the role of former opening batsman and wicket-keeper of Team India, as also the only Indian commentator in the 1983 World Cup – the legendary Farokh Engineer. ’83 is a biopic…

  • પ્રાર્થના કરવાની યોગ્ય રીત

    સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે…