રંગોની ઉજવણી એટલે હોળી

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે હોળીને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાંની ‘હોળી’  પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે.  ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે.

પૌરાણિક કથા પ્રમાણે હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશ્યપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો હતો. તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું હતું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ તેણે હાહાકાર મચાવી દીધો હતો. તેણે ઇશ્ર્વરને પૂજવાનું બંધ કરાવી પોતાની પૂજા કરવાનો હુકમ આપ્યો હતો. હિરણ્યકશ્યપુનો પોતાનો પૂત્ર પ્રહલાદ,

ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્ર્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઈશ્ર્વરની કૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદેશથી હિરણ્યકશ્યપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળીને  ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

Similar Posts

  • |

    ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

    હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…

  • હસો મારી સાથે

    સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી. સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ… ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’. પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!! ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે… ‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’ પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને…

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Lohar Chawl Lohar Chawl, in South Mumbai, is known for selling electrical goods. The market is dominated by Marwari and Bori business owners since the early 90’s and is considered to be the…

  • Sports Roundup: 19th January to 25th January 2019

    CRICKET Kohli-Dhoni Level ODI Series Against Australia : Known as the World’s Best Finisher, MS Dhoni (55*) steered India to victory in the second ODI by six wickets with Dinesh Karthik (25*) at the other end, triggered by Virat’s master innings of 104. Batting first, Australia scored 298-9 in 50 overs as Shaun Marsh top-scored…

  • અવસ્તા માંથ્રવાણીના ભણતરનો ગેહ તેમજ પ્રસંગ સાથનો સંબંધ

    ખોરશેદ, મહેર અને આવાંની નીઆએશ હાવન, રપિથ્વન યા બીજી હાવન ને ઉજીરન ગેહમાંજ માત્ર ભણી શકાય છે. એ નીઆએશો અઈવીસ્ત્રુથ્રેમ ઉશહીનમાં સાધારણ શખ્સે કદી ભણવી નહીં. આતશ અને મહાબોખ્તારની નીઆએશ દરેક ગેહમાં ભણી શકાય છે. ખોરશેદ યશ્ત, મહેર યશ્ત, તથા આવાં યશ્ત હાવન રપિથ્વન યા બીજી હાવન તેમજ ઉજીરન ગેહમાંજ ભણાય છે. સરોશ વડી રાતની…