હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું.
17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક કાર્યક્રમનું આયોજન કર્યું, જ્યાં સામાન્ય હમબંદગી પ્રાર્થના પછી, એરવદ દિનશા સુરતી, જેઓ આ વર્ષે 31મી માર્ચે અગિયારી ખાતે સેવાનો ત્યાગ કરશે, તેમણે સત્તર વર્ષના અવિરત હમબંદગીના આચરણ માટે પ્રશંસા વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે આ સમૂહમાં વધુ લોકો જોડાશે. એરવદ મહેરનોશ ભરૂચાએ હમબંદગીને આટલા લાંબા સમય સુધી ચાલુ રાખવામાં પ્રારંભિક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તે માટે જણાવ્યું હતું.
હૈદરાબાદના રહેવાસી, સાયરસ તારાપોરે આ પ્રસંગે એક કવિતા રજૂ કરી જેને બધાએ ખૂબ વખાણી.
ફરામ દેસાઈએ પછી પારસીપણુ થીમ પર મનોરંજક રમતોનું સંચાલન કરી આભાર માન્યો હતો. સાંજે નાસ્તો અને પારસી રાષ્ટ્રગીત, છૈયે હમે જરથોસ્તી ગીત ગાઈને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Similar Posts

  • ખાડો ખોદે તે પડે!

    ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી…

  • Only A Life Lived For Others Is A Life Worthwhile!

    A Hundred and five Godrejites from Godrej and Boyce Mfg. Co. Ltd., will participate, for the 12th consecutive year, in the ‘TATA Mumbai Marathon – 2019’ taking place on 20th January, 2019, with the aim of supporting 3 genuine, disadvantaged NGOs – the Republican Sports Club, where Merzban Patel identifies, coaches and mentors talented underprivileged children in Hockey…

  • ફરોખ ફરવર્દીન

    પવિત્ર આત્માઓને સમર્પિત સુખ અને સંપત્તિનો એક મહિનો જરથોસ્તી કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ફરવર્દીન મહિનો. આ મહિનો ફ્રવષિ અથવા ફરોહરને સમર્પિત થાય છે. જે સર્જનહારનું આદિરૂપ છે. પારસી પરંપરાની રીતે ફરવર્દીનની શરૂઆત એટલે ફરોખનું સ્મણ જેનો મતલબ સુખ અને સંપત્તિ થાય છે. આપણે આપણી પ્રાર્થનામાં ‘માહ ફરોખ ફરવર્દીન’ની પ્રાર્થના કરીએ છીએ મતલબ સુખ અને સંપત્તિ….

  • The Spring

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Mithra’s daylight breaks across high Alburz and rends the veil of the bleak winter’s night. The dark and cold night is dead and the morn has dawned upon…

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ 2017

    આઇયુયુ 2017 એ જે વચન આપ્યું હતું તે પૂરૂં કરીને બતાવ્યું… અને પછી કેટલાક!! તમામ સ્થાનોના ભારતીય પારસી સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ઈરાનશા ઉદવાડામાં એકઠા થયા અને આપણો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, અને મહાન જરથોસ્તીઓને ઉદ્દેશીને, 2017માં આઇયુયુના બીજા અધ્યાયની થયેલી ઉજવણી ખરેખર સમુદાય માટે સન્માન લાયક હતી. આઇયુયુ 2017 જે આપણા ભવ્ય વારસાને અંજલિ આપે…

  • TCS Surpasses Accenture As ‘Most Valued IT Company’ Worldwide

    Tata Consultancy Services (TCS) is now the Most Valued IT Services Company in the world, surpassing Accenture. TCS’s market value stood at USD 144.7 billion, compared to Accenture’s USD 143.1 billion, as of October 8, 2020 closing. Among listed Indian companies, TCS is only behind Reliance Industries in terms of market capitalisation which is at nearly USD 215 billion….