તમારી કાળજી લો!!

રિપોર્ટ ડોક્ટરના હાથમાં હતો, નિદાન થયું નોન આલ્કોહોલીક સીરોસીસ.. હું વ્યસનથી હજારો હાથ દૂર હતો. લીવરને નુકસાન થયું હતું.. માત્ર 3 મહિનાનો સમયગાળો હતો મારી પાસે પુત્ર અને પુત્રી તેમના લીવરનું દાન કરવા તૈયાર હતા. પણ મારી દીકરી અને મારું બ્લડ ગ્રુપ મેળ ખાતું નહોતું. એક વિકલ્પ સમાપ્ત થયો. છોકરાનું લિવર 35 જોઈતું હતું તે માત્ર 29 હતું. મારો બીજો વિકલ્પ સમાપ્ત થયો.. પછી મારો પ્રવાસ શરૂ થયો!
હું પણ એક ડોક્ટર છું. ત્વચારોગ વિજ્ઞાની… વાસ્તવમાં એક વાળંદ પણ છું. ડોક્ટરેટ કરતી વખતે હું જીવનમાં કંઈક અલગ કરવા માંગતો હતો, તેથી હું લંડન ગયો અને વાળ કાપવાના કોર્સ કર્યો. પુણે આવ્યા પછી, મેં 80 અને 90 ના દાયકામાં પુરુષો માટે ભારતમાં પ્રથમ બ્યુટી પાર્લર શરૂ કર્યું. લોકો પાગલ થઈ ગયા. તે સમયે પુરૂષો માટે પાર્લરો નહોતા. ધીમે ધીમે, લોકો મારી પાસે વાળ કાપવા આવવા લાગ્યા. ધીરે ધીરે, ભારતમાં એકમાંથી બે, બેમાંથી ચાર જેવી 11 શાખાઓ મે ખોલી. ઘણાને રોજગારી મળી. ક્લિનિક અને પાર્લરમાંથી સમય મળતો નહોતો.
પણ નીયતીને આ માન્ય નહોતું. એટલે જ મને લીવર ડેમેજ જેવો ભયંકર રોગ થયો. મેં વિચાર્યું હું કેમ??? પણ કોઈક દાતા આપણને લીવર આપશે. મારા હાથમાં રાહ જોવા સિવાય કશું બચ્યું નહોતું. આ કિસ્સામાં હાથપગ પાતળા થઈ ગયા હતા. પેટમાં 32 લિટર પાણી હતું મને લાગ્યું મારી મુસાફરી પૂરી થઈ ગઈ છે.
પણ અહીં પણ નિયતિએ પોતાનો કીમિયો બતાવ્યો. અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલી વ્યક્તિનું લીવરનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. 8 થી 10 અત્યંત બુદ્ધિશાળી, વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંથી શિક્ષિત, પ્રખર ડોકટરો અને 5.30 કલાકના અથાક પ્રયત્નો (લિવર ટ્રાન્સપ્લાન્ટએ ઓછામાં ઓછું 24 કલાકનું ઓપરેશન છે અને ઓછામાં ઓછી 25 બાટલીઓે લોહીની જરૂર હતી) પ્રથમ વિશ્ર્વ વિક્રમ લોહીનું એક ટીપું પણ વહેવડાવ્યા વિના મારૂં ઓપરેશન સફળ રહ્યું.
વાસ્તવમાં, જો આપણી આંખોમાં કચરો પણ જાય તો આપણું શરીર તેને બહાર ફેંકવાની કોશિશ કરે છે મને તો કોઈ ફોરેન બોડીનું લીવર મળ્યું હતું મારા શરીરે તેને શરૂમાં બહાર ફેંકી દેવાનો પ્રયાસ કર્યો. જ્યાં સુધી શરીર તેને સ્વીકારે નહીં ત્યાં સુધી શરીરની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ અક્ષમ છે.
તે જ સમયે, શરીરને કોઈપણ પ્રકારનું ચેપ લાગે તો તે હાનિકારક છે, પત્ની અને બાળકો જમવાનું આપતી વખતે પણ માસ્ક હેન્ડ ગ્લોસ્વ પહેરીને આવે. દરરોજ 42 ગોળીઓ. ડોક્ટરને પૂછ્યું થોડી કસરત કરૂં? તેમણે ના પાડી કારણ શરીરમાં 104 ટાંકા હતા.
પણ મેં જીદ્દ કરી ત્યારે તેમણે મને તમે સાયકલ ચલાવી શકો છો, એમ કહ્યું. ધીમે ધીમે બગીચામાં ગયો અને સાયકલ ચલાવવા લાગ્યો. ત્યાં અમારી મુલાકાત એક સાઇકલિંગ ગ્રુપ સાથે થઈ. 1 વર્ષ વીતી ગયું.
પૂણે અને ગોવા સાયકલિંગ સ્પર્ધા હતી. 600 કિમીનું અંતર 31 કલાકમાં કાપવાનું હતું. મેં કહ્યું કે મારે ભાગ લેવો છે. મારી શ્રદ્ધા જોઈને એક સ્ત્રી અને એક યુવાન છોકરો તૈયાર થયો. 600 કિમીનું અંતર. તેમાં મેં 183 કિમીનું અંતર સાઇકલ ચલાવી હતી. આજે ચાર વર્ષ થઈ ગયા. યોગ્ય આહાર, વ્યાયામ અને સૌથી અગત્યની ઈચ્છાશક્તિ…. આ ત્રણેને મેં ક્યારેય છોડયાં નથી. ફરી કામ શરૂ કર્યું. મારું ક્લિનિક અને પાર્લર, જે મારો શોખ છે. પણ આ બધું ફરી કરવા માટે જરૂરી હતો ઘરનો ખોરાક, ઉકાળેલું પાણી અને ઘણું બધું પથ્ય!
આજે મારી પાસે ઘણા પૈસા છે. પણ પૈસાથી પણ દુનિયામાં એવી કોઈ દુકાન નથી જ્યાં હું હૃદય, કિડની, ફેફસા, હાથ, પગ ખરીદી શકું. મારી સામે બેઠેલા તમે બધા ખૂબ જ સમૃદ્ધ અને ભાગ્યશાળી છો. તમારી પાસે કુદરતે આપેલા તમામ અંગો છે. તેની કાળજી લો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *