પપ્પા એટલે કોણ?

તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો! મજા કરો છો – સૂખ ચેનમાં છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા! માટે એમ કયારે પણ નહીં કહેતા કે તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો!! હંમેશા માન-સન્માન આપજો.
સવારથી સાંજ બહાર રહેતું એક વ્યક્તિ. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે. કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળે છે. દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જે સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક કુલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.
પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે, પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારૂં સાસરૂં ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. તમે કાચી કે પાકી પણ છત આપી છે. તેથી આપણે શાંતિની નિંદર માણી રહ્યા છે. પપ્પાના કઠોર હૃદયની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસના પહોંચાડતા !!
પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયામાં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવું ના બોલતા કે તમને ખબર ના પડે! ચૂપ રહો !! ખાસ કરીને, મમ્મી ની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા – છોકરીઓની હાજરીમાં તો નહી જ !!! કેમ, કે તમારી ગેરમોજૂદગીમાં પપ્પા સાથે ઘણા અપમાનજનક વર્તુણુંક તમારા છોકરા કે છોકરી કે વહુઓ કરતા થઈ જશે. માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા.

Similar Posts

  • તમે જાણો છો?

    ગુજરાતમાં વડોદરા રાજયમાં 18મી સદીના મધ્યમ ભાગમાં રેલગાડીનો આરંભ થયો. 1863ની સાલમાં ડભોઈ ખાતે પહેલ વહેલી રેલવે ચાલુ કરવામાં આવી. આ ગાડી પણ રેલના પાટા પર દોડતી. ડબ્બાની સંખ્યા થોડી જ હતી. ફકત બે કે ત્રણ જેટલી. પહેલા ડબ્બામાં મુસાફરો બેસતા અને બાકીના ડબ્બામાં માલસામાન જેવા કે કપાસની ગાંસડી વિગેરે ભરવામાં આવતી. આ રેલગાડી ખેંચવા…

  • Jehan Irani Scores 3 Golds, 1 Silver In First Attempt At ICN (India)

    Mumbai-based, 22-year-old Jehan Irani, won three Golds and one Silver in the prestigious ‘I Compete Natural’ (ICN) India, the Indian chapter of the body-building and fitness competition, which was held on 5th November, 2022, at the Yashwantrao Chavan Centre, Nariman Point, in South Mumbai. Sixty participants from across India and other countries competed to win…

  • |

    Start-Ups / Entrepreneurs – Get Your Business Started On The Right Foot, This Navroz!

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#dbc260″] Adv. Aazmeen Kasad is a practicing corporate advocate with over 20 years of experience and a Professor of Law for 15 years. She mentors Start-ups at the IIT, Bombay. You could write to her to answer your specific legal queries. Follow her legal updates on Twitter @Aazmeen [/otw_shortcode_info_box]   Despite being…

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…