દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

આપણે ઘણીક વાર “ધાર્મિક જીંદગી’ માટે બોલાતું સાંભળીએ છીએ કે આપણે ધાર્મિક જીંદગી ગુજારવી જોઈએ. ત્યારે ધાર્મિક જીંદગી એટલે શું? એ બાબે તરેહવાર વિચારો છે. કોઈ કહેશે કે ઈશ્વરને હંમેશા યાદ કર્યા કરવું, એ ધાર્મિક જીંદગી. એ મુજબ સાધુ, વેેરાગી, ફકીર, જોગીની જીંદગી કોઈ ધાર્મિક જીંદગી ગણે છે. કોઈ કહેશે કે પ્રામાણિકપણે આપણે આપણું કામ કર્યે, આપણો ધંધોરોજગાર કર્યેે, કોઈને દુ:ખ નહિ દિએ, એ ધાર્મિક જીંદગી. વળી કોઈ કહેશે કે ધર્મપુસ્તકોએ અને રેવાજો ફર્માવેલાં ક્રિયાકામ કરવાં યા રેવાજ પાળવા, એ ધાર્મિક જીંદગી. એવા તરેહવાર જવાબો મલશે. એવા સર્વ જવાબો કાંઈ ખોટા જવાબ નથી, પણ તેમ તેઓ સંપુર્ણ સહી જવાબો પણ નથી. ખરેખર ધાર્મિક જીંદગી, તે સંપુર્ણ જીંદગી  (રીહહ હશરય)  હોવી જોઈએ. સંપુર્ણ જીંદગી એ ધાર્મિક જીંદગીનું બીજું નામ હોવું જોઈએ.

પહેલાં આપણે સંપૂર્ણ જીંદગી તે શું તે સમજીએ. સંપૂર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો  કોણના તરફ? તે ફરજો “સર્વ” તરફ. “સર્વ” તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંદ કરો, વધુ બંદ કરો અને વધુ બંદ કરો. એમ કરતા તમોને જેબી કાંઈ દેખાય તે “સર્વ”

એક હાથ ઉપર દુર્બિન લેઓ. દૂરમાં દૂર જોનારી, મરબૂતમાં મજબૂત દુર્બીન લેઓ અને દૂર નજર કરો. બીજા હાથ ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર લેઓ. સુક્ષ્મીકમાં સુક્ષ્મીક પદાર્થો જોનારૂ યંત્ર લેઓ અને નજદીકમાં નજદીક, બારીકમાં બારીક ચીજો  જુઓ. એ બેઉ યંત્રોથી જે દેખાય તે “સર્વ” વળી તમારી આંખો જાણે બંદ કરી તમારાં મનની અનદીથ આંખે તમારા ભીતરમાં, તમારા જીગરમાં, તમારા હૈડાંમાં જુઓ. ગોર કરો, વિચાર કરો. ત્યાંથી તમોને જે પ્રેરણા મળે, જે ભાન મલે કે તમારે ફલાળું કરવું જોઈએ, ફલાણી રીતે કામ કરવું જોઈએ, તે રીતે કામ કરો. એવું ભાન તે પણ “સર્વ” ખ્યાલ આપે છે. ત્યારે “સર્વ” તરફની એ ભાન સાથની તમારી ફરજ તમો બરાબર બજા લાવો તે “સંપૂર્ણ જીંદગી” અને તે “સંપૂર્ણ જીંદગી” તે “ધાર્મિક જીંદગી”

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Year 15th August 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. જનરલ: આ વરસની શરૂઆત મધ્યમ રહેશે. નાની મુસાફરી કરી શકશો. સપ્ટેમ્બરથી 25મી નવેમ્બરની વચ્ચે ધનલાભ મેળવી શકશો. મગજ પરનો બોજો ઓછો કરવામાં આ વરસે સફળ નહીં થાવ. નવેમ્બર પછી નવા કામ મેળવી શકશો. વિદેશમાં જવાના ચાન્સ છે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. સટ્ટો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28th September, 2019 – 04th October, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે.  નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 29,…

  • સમાજમાં ધનનું મહત્વ કેટલું છે

    નાણાવગરનો નાથિયો ને નાણે નાથાલાલ ધન વગરનો ધનજી ને ધને ધનંજય ગરથ વગરનો ગણેશિયો ને ગરથે ગણેશભાઈ પૈસા વગરનો પંસુ ને પૈસે પેસ્તનજી ઉપયુકત ઉક્તિઓથી સમજાય જાય છે કે સમાજમાં ધનનું મહત્વ કેટલું છે. પૈસા વગરનો માનવી ગરીબ, બિચારો લાચાર ગણાય, જ્યારે પૈસાવાળા પુજાય અને ગરીબ મુંઝાય. પૈસા ફેકો ને જે જોઈએ તે પામો પરંતુુ…

  • નુગા ચોકલેટ

    સામગ્રી: અર્ધો કપ ખાંડ, અર્ધો કપથી થોડો વધારે શીંગ, કાજુનો અધકચરો ભૂકો. 100 ગ્રામ વનસ્પતિ ઘી, 120 ગ્રામ આઈસિંગ શુગર, 3 થી 4 ટેબલ સ્પૂન કોકો, વેનિલા એસેન્સ, થોડું ઘી. રીત: થાળીના પાછળના ભાગમાં ઘી ચોપડીને રાખવું, ખાંડને ધીમે તાપે ગરમ મૂકવી, સતત હલાવવતા રહેવું. ધીરે ધીરે ઓગળીને બ્રાઉન કલરનું પ્રવાહી થાય એટલે તેમાં શીંગ,…

  • શિરીન

    ‘તને કંઈ રાંધતા આવેછ કે, છોકરી?’ ‘જી, ઘણુ…ઘણું સરસ તો નહી જ પણ થોડું ઘણું રાંધી શકું છુ.’ ‘શું, આવી મોટી ઉખરા જેવી થઈ ને હજી બરાબર રાંધતા નથી આવડતું? હવે મીશતરી આગળ રોજ થોડું થોડું શીખી લેજે કે એ જ્યારેબી મહિનાની રજા પર જાય કે તું તેટલો વખત એની જગા લઈ શકે.’ ઝરી જુહાકે…

  • ઉધાર

    એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે…