વિશ્ર્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધી અને ‘જય જવાન જય કિસાન’નો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રી

એકજ દિવસે બે વિભૂતિઓએ ભારત માતાને સન્માનિત કર્યા. ગાંધીજી તેમજ લાલબહાદુર શાસ્ત્રી જેવી અદભુત પ્રતિભાઓ જેમણે 2જી ઓકટોબરે જન્મ લીધો. જે આપણા માટે હર્ષનો વિષય છે. સત્ય અને અહિંસાના બળ પર અંગ્રેજોથી ભારતને સ્વતંત્રતા અપાવી આપણને બધાને સ્વતંત્ર ભારતની અનમોલ ભેટ આપવાવાળા મહાપુરૂષ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે નવાજવામાં આવ્યા છે. તેમજ જય જવાન જય કિસાનનો નારો આપી લાલ બહાદુર શાસ્ત્રીજીએ સ્વતંત્ર ભારતના બીજા પ્રધાન મંત્રીના રૂપમાં રાષ્ટ્રને વિશ્ર્વસ્તરે ઉચ્ચ કોટીની ઓળખ આપી. આપણા ભારતના બે આધાર સ્તંભો. અહીં મહાપુરૂષ મહાત્મા ગાંધીની બે પ્રેરક વાર્તાઓ જે નીચે રજૂ કરી છે વાંચકોને અવશ્ય ગમશે.

ગાંધીજી દેશભરમાં ભ્રમણ કરી ચરખાસંઘના માટે ધન જમા કરી રહ્યા હતા. એક દિવસ તેઓ ઓડિસા પહોંચ્યા કોઈ સભામાં ભાષણ આપવા માટે એમના ભાષણ પછી એક વૃધ્ધ ગરીબ સ્ત્રી ઉભી થઈ જેના બધાજ વાળ સફેદ થઈ ચુકયા હતા. કપડા ફાટેલા હતા અને કમરમાંથી એ વળીને ચાલતી હતી એ ‘મને ગાંધીજીને જોવા છે’ એમ બોલતા બોલતા ભીડમાંથી રસ્તો બનાવી ગાંધીજી પાસે જેમ તેમ પહોંચી ગઈ. એમને જોયા પછી એ તેમના પગે લાગી પછી તે વૃધ્ધ સ્ત્રીએ પોતાની સાડીના પાલવમાં બાંધી રાખેલો તાંબાનો એક સિકકો કાઢી ગાંધીજીના ચરણમાં મૂકી દીધો. ગાંધીજીએ સાવધાનીથી સિકકો ઉપાડયો અને પોતાની પાસે મૂકી દીધો. એ સમયે ચરખાસંઘનો કોષ જમનાલાલ બજાજ સંભાળતા હતા. એમણે ગાંધીજી પાસે એ સિકકો માંગ્યો પણ ગાંધીજીએ આપવા માટે ના પાડી દીધી. ‘હું ચરખા સંઘના હજારો રૂપિયા અને ચેક સંભાળું છું તમે એક તાંબાના સિકકા માટે મારા પર ભરોસો નથી કરતા?

ગાંધીજીએ કહ્યુંં આ તાંબાનો સિકકો બીજા હજારો સિકકા કરતા મારા માટે બહુ કીમતી છે. કોઈ વ્યક્તિ પાસે લાખો રૂપિયા હોય અને તે બેચાર હજાર દાન આપે તો તેને કોઈ ફરક નથી પડતો. પરંતુ આ સિકકો તે સ્ત્રીની જમા પૂંજી હતી અને એણે પોતાનું બધુંજ દાનમાં આપી દીધું. કેટલું મોટું બલિદાન! મારા માટે આ તાંબાના સિકકાની કિમત એક કરોડથી પણ વધારે છે.

બીજો પ્રસંગ: કલકત્તામાં હિન્દુ-મુસલમાન વચ્ચે હુલ્લડ થઈ ગયું. કેટલા પ્રયાસો છતાં પણ હુલ્લડ શાંત નહોતું થયું. આવી પરિસ્થિતિમાં ગાંધીજી પોતાના એક મુસ્લિમ મિત્રના ઘેર જઈ રોકાયા એમના જવાથી ઝઘડો થોડો ઓછો થયો પણ હુલ્લડો ફરી શરૂ થયા. ત્યારે ગાંધીજીએ આમરણ અન્શન કરવાનું નકકી કર્યુ અને 31મી ઓગસ્ટ 1947ના દિને અન્શન પર બેસી ગયા. આ દરમ્યાન એક અધેડ વયનો માણસ એમની પાસે ગયો અને કહ્યું ‘હું તારા મૃત્યુનું પાપ મારા માથે નથી લેવા માંગતો, લો આ રોટલી ખાઈ લો.’

અને પછી અચાનક એ રડવા લાગ્યો. ‘હું મરીશ તો નર્કમાં જઈશ!’

કેમ? ગાંધીજીએ વિનમ્રતાથી પૂછયું કારણ એ લોકોએ મારા બાળકને મારી નાંખ્યું અને ગુસ્સામાં મેં એક મુસલમાનના બાળકને મારી નાખ્યું.’ માણસે રડતા કહ્યું. ગાંધીજીએ વિચાર્યુ અને બોલ્યા મારી પાસે એક ઉપાય છે. તે માણસ આશ્ર્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યો. એજ ઉમંરનો એક છોકરો ગોતી કાઢો જેણે પોતાના માતા-પિતાને આ હુલ્લડમાં ખોયા હોય અને એને પોતાના દીકરાની જેમ રાખો. શરત એટલીજ કે એ મુસ્લિમ હોવો જોઈએ અને એને મુસ્લિમોની જેમ જ મોટો કરવો જોઈએ. ગાંધીજીએ પોતાની વાત પૂરી કરી.

Similar Posts

  • શિરીન

    તે ટોણો તેણીનાં જિગરમાં ચટકા મારી રહ્યો, પણ તે છતાં તેણીએ હીંમત એકઠી કરી જણાવી દીધું. ‘ફિલ… મારો.. મારો વાંક એમાં હતોજ નહીં. મેં તો હમેશ તમોને ચાહ્યા છે.’ ‘ને તેથી જ છેલ્લી ઘડીએ તે પરણવા ના કહ્યુ.’ં ‘પણ ફિલ સંજોગ એવા આવીને ઉભા તેમાં મારો શું વાંત?’ ‘તે છતાં તે મને એક વખત વચન…

  • Dubai’s 99-Year-Old Tehemten Mehta Wows All In Fitness Challenge!

    In his centenary year, 99-year-old long-time Dubai resident, Tehemten Homi Dhunjiboy Mehta wowed one and all with his fitness levels, participating in the fifth edition of the annual Dubai Fitness Challenge, which was held on October 29, 2021. Rejecting the sedentary lifestyle, Tehemten Mehta joined the annual celebration of fitness and wellness by flexing his…

  • Blessed ‘MMXXI’!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • |

    Your Moonsign Janam Rashi This Year

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. આખા વરસમાં ગુરૂ તમને પૈસાની ખેંચ નહીં આપે બને તો બોન્ડ કે ગોલ્ડમાં રોકાણ કરી લેજો. વરસની શરૂઆત સારી નહીં રહે. ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. બચ્ચાઓના ભણતરની ચિંતા, ઘરમાં રિપેરીંગનો ખર્ચ કરવો પડશે. 18મી ઓગસ્ટ સુધી રાહુ…

  • Caption This – 26th June

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 30th June 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • પારસી ગેટ: બીએમસી ડિઝાઇનને ફાઇનલ કરે છે

    સમાચારના અહેવાલો મુજબ, મુંબઈની નાગરિક સંસ્થા, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ મરીન ડ્રાઇવ પર પારસી ગેટને સંરક્ષણ આપવા માટે આખરી રૂપ નક્કી કર્યું છે. બીએમસીએ બે વિકલ્પ સાથે બોમ્બે પારસી પંચાયતને મંજૂરી માટે દરખાસ્ત રજુ કરી છે – કાં તો મરીન ડ્રાઇવ ખેંચાણની દક્ષિણ બાજુ (અલ-સબાહ કોર્ટ બિલ્ડિંગની નજીક) તરફ સ્મારક સ્થળાંતર કરવા અથવા બે…