દિવાળી અને ભારતની સંસ્કૃતિ

ભારતની અંદર વિવિધ પ્રકારના લોકો દ્વારા વિવિધ પ્રકારના કેટલાયે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી ભારતનો જો સૌથી વધારે લોકપ્રિય અને ધાર્મિક તહેવાર હોય તો તે છે દિવાળી. દિવાળીના એક મહિના પહેલાં જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ એક માત્ર એવો તહેવાર છે કે બધા જ ધર્મના લોકો આનો આનંદ લે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આનું દરેક ધર્મની અંદર અલગ અલગ મહત્વ છે.

કહેવાય છે કે આ દિવસે શ્રીરામ  14 વર્ષના વનવાસ બાદ સીતાને રાવણની પાસેથી છોડાવીને યુદ્ધમાં હરાવ્યા બાદ શ્રીરામ આ દિવસે અયોધ્યા પધાર્યા હતાં અને અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગતમાં આખી અયોધ્યા નગરીને દિવાઓથી શણગારી હતી.

શીખ લોકો માટે પણ દિવાળી ખુબ જ મહત્વની છે કેમકે 1619માં આ જ દિવસે તેમના છઠ્ઠા ગુરૂ હરગોવિંદસિંહજીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમના ગુરૂને ગ્વાલિયરની જેલમાં કેદ કરીને રાખ્યા હતાં અને આ દિવસે તેમને અન્ય બાવન રાજાને પણ તેમની સાથે મુક્ત કરાવ્યા હતાં તેથી શીખ લોકો આ દિવસે ગુરૂ હરગોવિંદસિંહજીની પાછા આવવાની ખુશીમાં દિવાળી ઉજવે છે અને આ દિવસને તેઓ બંધી છોડના નામે ઓળખે છે. આ દિવસ જૈનોના ચોવીસમાં તીર્થકર સ્વામી મહાવીરનો નિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે જે દિવાળીના દિવસે જ હોય છે. વળી નેપાળની અંદર પણ આ દિવસે નવું વર્ષ શરૂ થાય છે એટલે નેપાળી લોક પણ આ દિવસને ખુબ જ ધામધુમથી ઉજવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *