શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે તે પસંદ કરશે નહીં. તેજ પ્રમાણે સામ નરીમાન પણ પોકાર કરી ઉઠશે. તે પણ હાથ અફાળશે અને મારી ઉપર ગુસ્સે થશે પણ મારા મનથી જાન અને તન વગર કિમતના છે. હું તેઓને હલકા ગણીશ અને મારૂં કફન પહેરીશ. પણ દાદગર દાવર આગળ કબૂલ થાઉ છું કે હરગેજ તારા પેમાનથી હું ફરીશ નહીં. હું ખોદાતાલાની સેતાયશ કરીશ, યજદાં પરસ્તોની માફક નીઆએશ કરીશ કે તે સાહેબ સામનું અને મારા દેશના પાદશાહનું દિલ નામરજી અને ગુસ્સા અને કિનાથી ધોઈ નાખે. જેહાનને પેદા કરનાર સાહેબ મારા સખુનો સાંભળશે અને તેથી તું મારી પ્રિયા તરીકે મશહૂર થશે.’

રોદાબે આ સખુનો સાંભળી કહ્યું કે ‘હું પણ યકીન અને દીનના દાવર ખોદા આગળ કબૂલ થાઉ છું અને મારા આ બોલવા ઉપર જહાનનો પેદા કરનાર સાહેબ સાથી છે કે જહાન પહેલવાન જાલેજર કે જે તાજ અને ગંજનો અને કિર્તી અને દબદબાનો સાહેબ છે, તે સિવાય મારી ઉપર કોઈપણ બીજો શખ્સ પાદશાહ થશે નહીં.’

બામદાદ થતાં જાલ પોતાની છાવણીમાં પાછો ફર્યો અને પછી પોતાના દરબારીઓને મિજલસમાં બોલાવ્યા. શરૂઆતમાં તેણે ખોદાતાલાને યાદ કર્યો કે કુલ જગત તેની પેદાયશ છે. તે ઈન્સાફ અને બખશેશનો ખાવિંદ છે. એક કીડી વટીક પણ તેના વગર પોતાનો પગ ઉંચકતી નથી. પછી કહ્યું કે ‘દાદારે આ દુનિયાની વૃધ્ધિ જોડાં મારફતે કીધી છે, કારણ કે એકથી (એટલે જોડાં વગર) વૃધ્ધિ થતી નથી. તે કેરદેગાર સિવાય કોઈપણ એકલો નથી. તેનેજ નથી કોઈ ભાગ્યો કે જોડયો કે યાર. તેણે જે પેદા કર્યુ છે તે જોડાં તરીકે પેદા કર્યુ છે. છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો, અને સઘળી ચીજો તેનાથી કિંમતી બની. અગર જો જેહાનમાં જોડું ન હતે, તો શક્તિ છુપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જેહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપાનો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ ચાલુ રહે છે. હવે હાલ એ સગળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યાં સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મેહરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે.

(ક્રમશ)

Similar Posts

  • |

    એક હજાર ગોટીઓ!!

    માણેક ભણવાને આધારે લંડન ગયેલો હતો. પોતાના માબાપનો એકનો એક દીકરો ભણીને આગળ વધે એ માટે સંજાણની બેન્કમાં સાધારણ નોકરી કરતા બહેરામશા ચાહતા હતા કે તેનો દીકરો ભણવા માટે લંડન જાય. પણ કુદરતી કરણી કહો કે માબાપનું નસીબ, માણેક લંડનથી પાછો કયારે આવી જ નહીં શકયો ત્યાંજ સ્થાયી થયેલી રૂબી સાથે તે પ્રેમમાં પડયો અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    8 October – 14 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ ધારશો તેના કરતા ઉલટું થઈ જશે. શનિની દિનદશામાં તમે નાણાંકીય નુકસાનીમાં આવી જશો. કોઈની ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. હાલમાં તમે થોડા આળસું બની જશો. તમારૂં વધુ ખરાબ ન થાય તે માટે હાલમાં દરરોજ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 June – 24 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ.  આવતા સાત દિવસમાં તમારા અગત્યના કામ પુરા કરી લેજો. અંગત વ્યક્તિ, મિત્ર કે સગાઓને કોઈ પણ જાતનું પ્રોમીશ આપતા નહીં. ઉતરતી ચંદ્રની દિનદશા મનને મજબૂત કરશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર કરતા નહીં. બીજાની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી લેજો….

  • શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

    શાહજાદાએ તો એ નળી લેતાવેંતજ પોતાના પિતા સુલ્તાનને જોવા ઈચ્છા કરી. તુરત જ સુલ્તાન દરબાર ભરી બેઠેલા દેખાયા! તે પછી તેણે શાહજાદીને જોવા ઈચ્છા કરી તો તેબી તુરત તેની બાંદીઓ સાથે હસતી વાતો કરતી દેખાઈ! શાહજાદો અલિ તો આ બહુજ નવાઈ જેવી ચીજ જોઈ રાજી રાજી થઈ ગયો. તેણે કહ્યું કે ‘તે નળીનું તે પૂરૂં…

  • |

    ભારતના બંધારણમાં પારસીનું યોગદાન

    15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 March – 10 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધતા જશે. ખર્ચ પર કાબુ મુકવામાં સફળ નહીં થાવ. નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. ચાલુ કામની અંદર પ્રમોશન અથવા નાણાકીય ફાયદો થશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવા જજો. દરરોજ ‘બહેરામ…