સંજાણનો કીર્તિ સ્થંભ

પારસીઓ ઈરાનથી ભારત આવેલા તેને લગભગ તેરસો વર્ષ થયા છે. સંજાણમાં આવેલા કીર્તિ સ્થંભની 16-11-2017ને દિને સોમા વર્ષની ઉજવણીનું જશન-જમણ થનાર છે તે પ્રસંગ અનુરૂપ હું સંજાણના કીર્તિ સ્થંભ વિશે વાંચવા લાયક માહિતી આપું છું.

આ કીર્તિ સ્થંભ સંજાણ સ્ટેશનથી ત્રણ ફલાંગ દૂર ડાબા હાથની સડક પર આવેલો છે. આ કીર્તિ સ્થંભ સંજાણ નદીનો પુલ રેલવેમાં પસાર કરતા થોડે દૂર પશ્ર્વિમની લાઈનથી ઘણી નજીક ઉભેલો દીસે છે. આ સ્થંભ વડોદરા, ગ્રેનાઈટનો બાંધવામાં આવ્યો છે. તેની ઉંચાઈ આતશના શોલેના ભાગ સાથે આશરે 50 ફીટ છે. તેનો આકાર ચોરસ અને જેમ જેમ ઉંચો જતો જાય છે તેમ તેમ સાંકડો થતો જાય છે. તેના મથાળે આતશનું પાતરૂ છે. જેમાં બળતા આશતના શોલા જણાય છે. આ કીર્તિ સ્થંભ પર દરેક ખૂણે 23 નકશીવાળા ધાતુના ગોળ ચકરડા ગોઠવ્યા છે તેમજ પશ્ર્વિમ દિશાના ખૂણામાં વીજળીથી રક્ષણ મેળવવા ધાતુનો તાર ઉપર સુધી નાખ્યો છે. આ કીર્તિ સ્થંભ ચોરસ પ્લેટફોર્મ પર ઉભો છે. આ કીર્તિ સ્થંભના શિલ્પશાસ્ત્રી જે. મરસર છે અને બાંધકામ પાલનજી એદલજી એન્ડ સન્સએ કરેલું છે. આ કીર્તિ સ્થંભને લગતી જમીનનું માપ ત્રણ એકર ને સાડા ત્રણ ગુંઠા છે જે રૂપિયા 1621ની કિંમતે એક મુસલમાન પાસેથી લેવામાં આવી હતી. આ જમીન પર હોરમસજી વરવાડીવાલાએ કૂવો ખોદાવ્યો હતો. તેમજ બોઈસ શેઠિયાઆએ એક ધર્મશાળા બંધાવી છે. આ કીર્તિ સ્થંભ પર ગુજરાતી અને અંગ્રેજી અને અવસ્તા ભાષામાં ત્રણ દિશાઓમાં તકતીઓ જડેલી છે.

Similar Posts

  • Don’t Miss ZTFI’s ANNUAL FEST ’19!

    Known for its comprehensive and consistent philanthropic activities to help sustain the livelihood of the underprivileged of our community with dignity, the Zoroastrian Trust Funds of India (ZTFI) presents its ‘Annual Fest ’19’ (Pg. 8) on the 26th of January, 2019, as its Fund-raiser, to boost and continue its numerous charitable ventures. The Annual Fest…

  • રક્ષાબંધન

    પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ? ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી મળી નથી. નણંદ એ કહ્યું કે ભાભી જો કાલ સુધીમાં મળી જાય તો ઠીક છે નહીં તો હું પોતે રાખડી લઈને આવી જઈશ. નણંદ થોડી વધારે દૂર રહેતી…

  • The Intersection Of Zoroastrianism And Holistic Health

    The intersection of Zoroastrianism and holistic health is an intriguing topic that deserves exploration. What brings both together is the common goal – to promote balance and harmony in all aspects of life. As the world’s most ancient monotheistic religion, Zoroastrianism emphasizes the importance of living in balance with nature and practicing good deeds. Holistic…

  • જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ ઓકટોબરની ૨૯મી તારીખે થયો હોય તો… તમે તમારી તર્કશક્તિ અને બુધ્ધિપૂર્વકની ઘડેલી યોજનાને અમલમાં મૂકવાથી પૈસો મેળવી શકશો. તમારી ભલમનસાઈનો લાભ બીજા ઉઠાવશે. પ્રવાસમાં તકલીફ થશે. પરદેશગમન એટલે કે ફોરેન ટ્રાવેલ થશે. એમાંથી ખૂબ સારો લાભ થશે. જે કાર્ય તમે હાથમાં લેશો એને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના…

  • Caption This – 6th May

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 6th May 2023. . [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and…