નાતાલની શીખ

મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા

મેરીનો સ્વભાવ નરમ છતાં જોસેફના કજીયાળા સ્વભાવને કારણેે તેઓ અડોશપડોશમાં કોઈ સાથે ભળી શકતા નહોતા બાળકોને પણ દોસ્તો સાથે રમવા જવા નહોતા દેતા. નાતાલના તહેવાર નિમિત્તે આસપાસની દુકાનોમાં કેક રમકડાં, ચોકલેટ, ફાનસ, સાંતાકલોઝના મોજા વગેર આકર્ષક વસ્તુઓ વેચાવા માડી હતી. જોસેફની સ્થિતિ તદ્દન સાધારણ હતી. નાતાલની ઉજવણી કઈ રીતે કરવી એ એને માટે એક સમસ્યા હતી.

છતાં પોતાના વહાલા બાળકો માટે કંઈક તો લાવવું જ જોઈએ એમ વિચારીને અને મહોલ્લાવાસીઓ સાથે અસહકાર કરવાની વૃત્તિથી જોસેફ શહેરના બીજા લત્તામાંથી પોતાને પરવડે એવી નાની નાની ચીજો લઈ આવ્યો અને નાતાલની પૂર્વ રાત્રીએ માતા પિતા બન્નેએ મળીને ઘરને સજાવી દીધું. વસાહતમાં કોઈ ને કંઈ ખબર પડી નહીં. પાડોશીઓ એમ સમજ્યા કે એમની નબળી પરિસ્થિતિને કારણે આ વર્ષે તેઓ નાતાલ નહીં ઉજવે.

આવતી કાલે 25મી ડિસેમ્બરે ક્રિસમસ ડે હતો. એક અઠવાડિયા સુધી નાતાલની ભવ્ય ઉજવણી કરવાના ઈરાદે મહોલ્લાના અગ્રેસર કહી શકાય એવા હેકટર જોનસન સૌ લાઈટ ડેકોરેશન વગેરે કરીને મકાનોને સજાવી રહ્યા હતા છતાં મેરી-જોસેફનો પરિવાર આ સૌથી અર્લિપ્ત રહ્યો હતો. ક્રિસમસ ડેની વહેલી સવારે જોસેફના બારણે ટકોરા પડયા, કોણ હશે? એમ વિચારી મેરીએ દરવાજો ખોલ્યો, મહોલ્લામાં દુકાન ધારકો અને અડોશી-પડોશી એમને બારણે બે મોટા પેકેટ લઈને ઉભા હતા. કેમ બાળકોને નાતાલ નથી મનાવવી? મરિયમે મેરીને પશ્ર્ન કર્યો.

મેરી આભી બની જોઈ રહી. એટલામાં જોસેફ અંદરના ઓરડામાંથી બહાર આવ્યો. આંગતુક અંદર આવ્યા. જોસેફના હાથમાં એના બાળકો માટે ભેટ આપી. ગુજરી ભૂલી જવાની શીખ આપી. જોસેફની આંખ ખૂલી. પહેલો સગો પાડોશી ઉક્તિ સાર્થક થતી એણે અનુભવી.

Similar Posts

  • Caption This – 23rd May

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 27th May, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    પોતે ઘોડા ઉપર સવાર થઈ પહાડોમાં કેખુશરો આગળ ગયો. કેખુશરો તેની આગળ આવ્યો અને તેના હાથને બોસા લીધા. પીરાને તેને ગોદમાં દાબ્યો અને ખોદાના શુકરાના કીધા અને તે બાળકના હકમાં તે દાદાર આગળ દુઆ ગુજારી. કેખુશરોએ પીરાનને કહ્યું કે ‘ઓ ભલા મરદ! તું એક ભરવાડના બેટાને તારી ગોદમાં દાબે છે તેથી તું ને શરમ નહીં…

  • |

    Ancient Zoroastrian Lawgivers

    “Before we lose the word That bids new worlds to birth, Need must we loosen first the sword Of Justice upon earth!” -Rudyard Kipling [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi contribution to the field of Law in India has been tremendous. Over the years, our tiny community has produced iconic legal luminaries, from Kharshedji Bhabha, Jamshedji Kanga,…

  • ‘તિરંગા નો પાંચમો રંગ’

    ‘બોલો તિરંગામાં કેટલા રંગ છે?’ પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો. બધા હસવા લાગ્યા, ‘તિરંગામાં ત્રણ જ રંગ હોય ને?’ ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો. પ્રવીણ સરે, એને પૂછયું ‘તારો જવાબ અલગ છે?’ એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી ‘પાંચ.’ અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ. પ્રવીણ સર પણ થોડું…

  • The Spring

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Mithra’s daylight breaks across high Alburz and rends the veil of the bleak winter’s night. The dark and cold night is dead and the morn has dawned upon…

  • Fitness Tip Of The Week By K11 Academy of Fitness Sciences

    If your list of New Year resolutions demanded your being faster, fitter and leaner, here’s how to get going. Starting a fitness program can be rewarding yet challenging! If you’ve thought about starting, you’ve already set the ball rolling. Psychologists call this stage of change, ‘The Contemplative Stage’. There are a variety of ways to…