ખાંસીનો ઉપદ્રવ

અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે આદુ પણ લઈ શકો છો, ચારથી પાંચ કાળા મરી, નાની એલચીનો અડધી ચમચી પાઉડર, એક ચમચી સાકર અને એક ચમચી તુલસીના પાનની પેસ્ટ નાખીને મિક્ષ કરીને ધીમી આંચે પાણી અડધું રહી જાય તેટલું તેને ઉકળવા દેવું. ઉકળી ગયા બાદ તેને ગાળી લેવુ અને તેમાં બે ચમચી મધ અને થોડાક ટીપા લીંબુનો રસ ઉમેરવો અને તેને ઠંડું થવા મૂકવું. ત્યારબાદ આ તૈયાર સિરપને એક નાની બોટલમાં ભરી લેવું અને ઠંડી અને ખાંસીની સમસ્યામાં સવાર-સાંજ એક-એક ચમચી પીવું.

Similar Posts

  • ઇરાનશાહ પહેલ – વિઝન 2020 સાથે દાન (2 ભાગ 1)

    યુવલ નોહ હરારીએ તેમના પુસ્તક ‘સેપિન્સ’માં કહ્યું છે કે, બ્રહ્માંડમાં કોઈ દેવ નથી, કોઈ રાષ્ટ્રો નથી, પૈસા નથી, કોઈ માનવ અધિકાર નથી અને મનુષ્યની સામાન્ય કલ્પનાની બહાર ન્યાય નથી. હરારી દલીલ કરે છે કે માનવતા સહકારથી કાર્ય કરે છે કારણ કે માણસોએ ધર્મો અને માન્યતા પ્રણાલી, રાજકીય સમાજો, નાણાકીય બજારો, ન્યાયિક પ્રણાલી વગેરેની રચના કરી…

  • Kudos Er. Kersi- An inspiration for the community!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Symbolising inspiration, compassion, mental and physical grit, humility and hope, Er. Kersi Panthaki leads from the front when it comes to walking the talk, or should we say cycling the talk! With the noble fervour of selfless service in his heart, and the support of friends and well-wishers, Er. Kersi embarked on…

  • ફરોખ ફરવર્દીન

    પવિત્ર આત્માઓને સમર્પિત સુખ અને સંપત્તિનો એક મહિનો જરથોસ્તી કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ફરવર્દીન મહિનો. આ મહિનો ફ્રવષિ અથવા ફરોહરને સમર્પિત થાય છે. જે સર્જનહારનું આદિરૂપ છે. પારસી પરંપરાની રીતે ફરવર્દીનની શરૂઆત એટલે ફરોખનું સ્મણ જેનો મતલબ સુખ અને સંપત્તિ થાય છે. આપણે આપણી પ્રાર્થનામાં ‘માહ ફરોખ ફરવર્દીન’ની પ્રાર્થના કરીએ છીએ મતલબ સુખ અને સંપત્તિ….