વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે.

વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો ‚પિયો, વરસાદજી તો આયેગા, દમરીશેર લાયેગા, દમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી, ચાલ રી ચોટી, રેલ આવી મોટી, ઔરાગોકાલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો, મીઠ્ઠું ને મીઠ્ઠું!’

બધી સામગ્રી જમા થયા પછી તેની સ્વાદિષ્ટ ‘ખીચડી’ બનાવાય છે જે ગરીબો, પક્ષીઓ, જાનવરો અને ત્યાં જેટલા લોકો હાજર હોય તે લોકોને તે ખીચડી પીરસવામાં આવે છે.

આ પરંતરા દર વરસે ‘બહમન મહિનો’ અને ‘બહમન રોજ’ ને દિને ઉજવાય છે અને આ વરસે પણ આ પરંપરા જળવાઈ રહી હતી. મર્ઝબાન ઈ. વાડિયાએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું ‘આ જૂની પરંપરાને જીવંત રાખવા યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેનાથી મન પ્રફુલ્લિત થઈ જવા પામ્યું છે.’

Similar Posts

  • યાદો કી બારાત

    તા. 18-04-18ની ગુજરાત સમાચારની પૂર્તિમાં ડાંગ વિસ્તારમાં આવેલા બરડીપાડા ગામની નજીક આવેલ રૂપગઢના કિલ્લાની છબીજોઈ ભૂતકાળની ભુલાઈ ગયેલ વાતો છતી થઈ. સન 1930-1940નો દાયકો ડાંગના લીકર લાયસન્સીઓ માટે ગોલ્ડન પીરીયડ ગણાતો તેજ સમય દરમ્યાન મારા કાકાજીની પણ એક દેશી દારૂની દુકાન બરડીપાડા ગામે હતી. જે મારા પિતા ટુંક પગાર મેળવી ચલાવતા હતા. મારા પિતા પોતાની…

  • મા-બાપ ને ભુલશો નહીં!

    રોશન અને બોમીના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. તેઓ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા નવસારીમાં રહેતા હતા. બોમી બેચાર દિવસમાં એકવાર પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી લેતો હતો અને પ્રસંગોપાત નવસારી પણ જઈ આવતા હતા. બોમીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે…

  • પાંદડામાં વીંટાળેલી ભુજેલી માછલી

    સામગ્રી: 2 છમણાં, બે નાના ચમચા ઘી, 7 લીલા મરચા, અર્ધી ઝુડી કોથમીર, 2 લીલા કોપરાના કટકા, અર્ધો કડો લસણ, 1 ચમચી જીરૂં, 1 મુઠ્ઠી આમલી, 1 ચમચી મીઠું, 1 ગાંગડો ગોળ, 3 કેળના પાંદડા. રીત: છમણાને ધોઈ સમારી કટકા કરી મીઠું લગાડવું. કોથમીર મરચા લસણ, જીરૂં, કોપરૂં, આમલી, ગોળ, 1 ચમચી મીઠું એ બધાને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 February – 17 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મોજશોખ ખુબ વધી જશે. શુક્રની કૃપાથી જે પણ કામ કરતા હશો તેમાં તમને ભરપુર જશ મળશે. તમારૂં અશાંત મન શાંત થઈ જશે. તમારાથી નારાજ થયેલી વ્યક્તિ તમને સામેથી કોન્ટેકટ કરશે. તમને મળવા આવેલી વ્યક્તિનું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08th August – 14th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ…

  • યઝદી બહેરામનું મૃત્યુ, બેદરકારી બદલ કૅરટેકર અને પુત્રની ધરપકડ

    મંગલ ગાયકવાડ નામના કૅરટેકર અને તેમના પુત્રની તાજેતરમાં જ મુંબઈ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરૂ અને અપરાધપૂર્ણ હત્યા ન હોવાના આરોપમાં બીમારીની અવગણના કરવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી બદલ અટક કરવામાં આવી હતી. જેના પરિણામે 8મી ઑક્ટોબર 2020ના રોજ દાદરમાં તેમના નિવાસ સ્થાને 77 વર્ષની વયે યઝદીઅર એડલ બહેરામ સાહેબનું અવસાન થયું. ગયા વર્ષે 15 ડિસેમ્બર 2021ના રોજ…