દોલી દોટીવાલાને શ્રધ્ધાંજલિ

ઓ મારી વહાલી માયાળુ દોલત,

તારા વગર સુનુ થઈ ગયુ મારૂં જગત.

આપણે જ્યાં જતા હતા ત્યાં સાથેને સાથે,

હવે કોણ આવશે મારી સંગાથે.

તું તો ગઈ છોડી મારો સાથ,

હવે કોણ પકડશે મારો હાથ.

તારૂં હસતું મુખડું ગોરૂ તન,

તારી તસ્વીર જોઈને કરૂં છું હું વંદન.

ગરોથમાન બહેસ્તમાં તને ખુબ શાંતિ મળે

એજ ખુદાને દુવા કરૂં છું, પળેપળે

તું તો હતી મારા ઘરની રાણી,

હવે થઈ ગઈ સ્વર્ગલોકની મહારાણી.

તું હમેશા તારા બોમીની પાસબાની કરજે,

અને ભવેભવ તું તારા બોમીનેજ ચાહજે.

આપણી જોડી તો હતી ખુબ જ ન્યારી,

નાટકોમાં બધાને લાગે પ્યારી પ્યાર.

 

Similar Posts

  • બીપીપી કનેકટ

    (ગયા અંકથી ચાલુ) હિસાબ કિતાબ: બીપીપી આર્થિક રીતે બહુ સધ્ધર નથી. લોકોની ધારણા છે કે બીપીપીની નેટવર્થ હજારો કરોડ ‚પિયાની છે, આ લોકોએ એ સમજવાની જ‚ર છે કે આ મૂલ્ય આપણા બાગ, કોલોનીઓ અને ડુંગરવાડી જેવી સંયુકત મિલકતોનું છે. બીપીપીને રોકડની જ‚ર છે અને બીપીપી અત્યારે સખાવતો, ભાડાં/ સર્વિસ ચાર્જિસ તથા એફડીના વ્યાજ પર ટકી…

  • એક જીન નીકળી આવ્યો

    હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં…

  • XYZ Rustom’s Rockstar Celebrate Children’s Day

    XYZ’s Rustom’s Rockstars (RR) from Bandra celebrated Children’s Day and their recently achieved victory at ‘XYZ Extravaganza’ by indulging in an evening full of fun and outdoor activities, on 19th November, 2017. Initially keeping the location of the picnic a secret so as to add to the excitement, the bus finally reached Upvan lake, Thane…