સોહરાબ અને ગોર્દઆફ્રીદ

જ્યારે જવાન સોહરાબ તુર્કસ્તાનના પાદશાહ અફરાસીઆબના લશ્કરની કુમક સાથે ઈરાન ઉપર હુમલો કરવા નીકળ્યો ત્યારે કુચ કરતો તે ઈરાનની સરહદ ઉપર આવી પહોંચ્યો હતો. તે સરહદ ઉપર દઝે સફીદ નામનો કીલ્લો હતો. સરહદના અમલદાર તરીકે હજીર નામનો સરદાર તે કિલ્લાનો નેગેહબાન હતો. તે કિલ્લામાં ગસ્તહમ નામનો જાણીતો ઈરાની સરદાર પણ વડા અમલદાર તરીકે હતો અને તેની સાથે તેની જવાન, નામની ઉઠાવનાર, બહાદુર, ગોર્દઆફ્રીદ નામની બેટી હતી. જ્યારે સોહરાબ તે સરહદપર કિલ્લાની નજદીક આવી પહોંચ્યો, ત્યારે પેહેલવાન હજીર તેને આગળ કુચ કરતો અટકાવવા તેની સામે ગયો અને પોકાર મારી પૂછયું કે ‘આ લશ્કર કોણનું છે? અને કોણ લડાઈ કરવા ચાહે છે?’ સોહરાબ આવો પોકાર સાંભળી તેની સામે જંગના મેદાનમાં આવ્યો, અને હજીર સાથે હાથોહાથ લડાઈ કરી તેને બંદીવાન પકડયો અને પોતાની છાવણીમાં લઈ ગયો. હવે પેલી બાજુ, કિલ્લામાં જ્યારે ગસ્તહમને હજીર કેદ પકડાવાની અને બહાદુર સોહરાબની લડાઈના મેદાનમાંની કાબેલયતની ખબર પડી, ત્યારે સઘળાઓમાં હોહા થઈ રહી. જ્યારે બહાદુર ગોર્દઆફ્રીદને સરદાર હજીર બંદ પડવાની ખબર પડી, ત્યારે તેણી ઘણી દિલગીર થઈ અને અફસોસ કરવા લાગી. તેણી એક ઓરત હતી, પણ તે છતાં બહાદુર અને નામની ઉઠાવનાર હતી, તેથી જ તેનું નામ ગોર્દઆફ્રીદ એટલે ‘પહેલવાન તરીકે જન્મેલી’ હતી. હજીરના કેદ પકડાવાથી તેણી એવી તો મનમાં લજવાવા લાગી કે તેણીનો ગુલાબના ફુલ જેવો સુંદર ચહેરો ફીકકો મારી ગયો. તેણીએ તરત એક લડવૈયા મરદ તરીકેનો પોષાક પહેર્યો, તેણીએ બખ્તર તળે પોતાના માથાના લાંબા વાળ છુપાવ્યા અને માથા ઉપર રૂમી કોલાહ પહેરીને તેણી એક સિંહની માફક કિલ્લામાંથી બહાર આવી. તેણીએ કમર પર કમરબંદ બાંધ્યો અને એક ઘોડા ઉપર સવાર થઈ. તેણી સોહરાબના લશ્કરની છાવણીની સામે આવી પોકારવા લાગી કે ‘તમારા પહેલવાનો કોણ છે. અને તમારો સરદાર કોણ છે? તમારા લડવૈયાઓમાંથી એવો લડાયક મરદ કોણ છે કે જે મારી સાથે એક દલેેર મગરમચ્છ માફક લડાઈ અજમાવે?’ જ્યારે દલેર સોહરાબે તેણીને જોઈ ત્યારે તેને હસવું આવ્યું અને તે બોલ્યો કે ‘મારા જેવા શમશીર અને જોરના માલેકની જાળમાં ફસવાને વળી એક બીજું ગોરખપર આવ્યું છે.’ એમ બોલી તેણે લડાઈનું બખ્તર પહેર્યુ, માથે કોલાહ પેહરી અને ગોર્દઆફ્રીદની સામે આવ્યો તેણીએ કમાન હાથમાં ધરીને તે ઉપર ચિલ્લો ચઢાવ્યો અને એવી તો ઝડપથી તીરો ફેંકવા લાગી કે કોઈ પણ પક્ષી તેણીની આગળથી સલામત પસાર થઈ જાય નહીં.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 March, 2018 – 30 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની વાત અંગત વ્યકિતને કરવાથી મનનો બોજો ઓછો થઈ જશે. શુક્રની કૃપાથી તમે તમારા કામ સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નાના ફાયદા મેળવીને આનંદમાં આવી જશો. મોજશોખ પર કાબુ…

  • Review: CRD

    Exponential, experimental and surreal are the three apt adjectives to describe a film of the unslottable genre – CRD. Set against the backdrop  of the Purushottam inter-collegiate drama festival  (a real-life event in Pune), CRD is a film one could watch again and again or simply wish it away,  depending on your penchant for theatre….

  • યથા કયારે ભણવો?

    ઘેરમાંથી બહાર જતાં બહારથી પાછા ઘેરમાં દાખલ થતાં, કોઈને મળવા જતાં, કોઈની સાથે વાત કરવા અગાઉ, કોઈબી ખુશાલીના પ્રસંગે, આફત યા મુશ્કેલીમાં આવી જતા વળી કોઈ બેઠેલું ઉઠે અને તેની ખાલી જગ્યા ઉપર આપણે બેસવા અગાઉ યથા મનમાં ભણી બેસવું. આ બાબદોમા મનમાં યથા ભણવો. અષેમ કયારે ભણવી: જ્યારેબી આપણા વિચાર જરાબી બગડે ત્યારે તે…

  • Home In The City

    The multifaceted and acclaimed screenwriter, photographer and director, Sooni Taraporevala’s second solo exhibition ‘Home in the City’ was hosted by Chemould Art Gallery at SoBo, till 1st November, 2017. Aptly subtitled ‘Bombay 1977 to Mumbai 2017’, the black-and-white photographs exhibited an eclectic mix of culture and communities, the elite and the populace – roadside barbers…