|

એક હજાર ગોટીઓ!!

માણેક ભણવાને આધારે લંડન ગયેલો હતો. પોતાના માબાપનો એકનો એક દીકરો ભણીને આગળ વધે એ માટે સંજાણની બેન્કમાં સાધારણ નોકરી કરતા બહેરામશા ચાહતા હતા કે તેનો દીકરો ભણવા માટે લંડન જાય. પણ કુદરતી કરણી કહો કે માબાપનું નસીબ, માણેક લંડનથી પાછો કયારે આવી જ નહીં શકયો ત્યાંજ સ્થાયી થયેલી રૂબી સાથે તે પ્રેમમાં પડયો અને તેના બાપના બીઝનેસમાં જોડાય ગયો.

તે પોતાના માતાપિતાને ઘણોજ પ્રેમ કરતો હતો. તે દર મહિને તેમને પૂરા પૈસા મોકલતો તેમને ફોન કરતો. મુશ્કેલી એક જ હતી કે તે લંડનથી ભારત પરત ન આવી શકયો. 10 વર્ષ પહેલા તે પોતાની દીકરીને દેખાડવા સંજાણ આવ્યો હતો. પણ તે પછી તેનાથી સંજાણ અવાયેલું જ નહીં. તેમને મળવા પણ નહીં. આમ માણેક 45 વરસનો થઈ ગયો હતો. કાલે સાંજે તેણે પોતાના મમ્માને ફોન કરેલો મમ્મા કહેતી હતી કે તે વૃધ્ધ થઈ રહી છે તે મરે તે પહેલા તે પોતાના દીકરાને જોવા માંગે છે અને આવતા અઠવાડિયે નવરોઝના નિમિત્તે તે ચાહતી હતી કે માણેક તેની પત્ની અને તેના બાળકોને લઈને સંજાણ આવે. પણ માણેકે જણાવી દીધું કે તે પોતે ઘણોજ બીઝી છે અને આ વરસે પણ તેનાથી સંજાણ અવાશે નહીં.

માણેક પોતાના જાતીય જીવનમાં પણ એટલો બીઝી હતો કે રાતદિવસ એ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતા. એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે એ લોકોએ સાથે ડીનર ક્યારે લીધું હતું? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે?

સવારે માણેકે રેડિયો ચાલુ કર્યો. ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા. જો કે રેડીયો એમજ ચાલુ નહોતો કર્યો. હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમેન જોડે મિટિંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ થઈ. એટલે હવે સવારના એ એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ રેડિયો ચાલુ કરેલો.

એણે રેડિયો ચાલુ કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર ગોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે માણેકને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી. એ વૃદ્ધ માણસ ટીવી પર ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, ‘ટોમ! તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે. હું જાણું છું કે તું ખૂબ જ બિઝી રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તેં એ ક્યારેય વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે? ઘણોખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હોય છે. તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હોય છે. તને યાદ જ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના ડાન્સના કાર્યક્રમમાં તું હાજરી નહોતો આપી શક્યો, ખરું ને?’ એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો. માણેકને પણ હવે એની વાતમાં બરાબરનો રસ પડ્યો હતો. થોડુંક વોલ્યુમ વધારી એ ધ્યાનથી સાંભળવા લાગ્યો.

પેલા વૃદ્ધે આગળ કહ્યું, ‘ટોમ! મારા ભાઈ! હું તને એક એવી વાત કહેવા માગું છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી છે. વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક ગણિત માંડી જોયું. પુરુષની સરેરાશ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે. જોકે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે, પરંતુ સરેરાશ ઉંમર પંચોતેર વરસની હોય છે. હવે એ 75ને મેં 52 વડે ગુણી નાખ્યા, કારણ કે એક વરસમાં 52 શનિવાર હોય છે. ગુણાકાર આવ્યો 3900. એટલે કે આટલા શનિવાર સરેરાશ 75 વરસ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે. (પરદેશમાં શનિવાર સૌથી આનંદનો દિવસ ગણાય છે, કારણ કે એના બીજા દિવસે રજા હોય છે!) જ્યારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર હતી 55 વરસ ઉપર. એનો અર્થ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવાર તો પસાર કરી ગયો હતો! હવે જો હું 75 વરસ સુધી જ જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 શનિવાર બચ્યા હતા! એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યાં હતાં! મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા. હું વિચારમાં પડી ગયો. ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ, બેચાર સ્ટોરમાં રખડીને હું એક હજાર ગોટીઓ લઈ આવ્યો. એ ગોટીઓને મારા ટેબલ પર એક કાચની બરણીમાં ગોઠવી દીધી. દર શનિવારે હું એમાંથી એક ગોટી કાઢીને ફેંકી દઉં છું. જેમ જેમ હું એ બરણીને ખાલી થતી જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો, સગાંવહાલાં અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે. અગત્યના અને કરવા જેવાં કામોની મેં યાદી પણ બનાવી લીધી છે અને હા, તમારી જિંદગીના ઘટતા જતાં દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ સમજાવી દે છે !’

રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો, ‘હા તો ટોમ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી ગોટી કાઢી! મારા દોસ્ત! આજે મને 75 વરસ પૂરાં થયાં. અત્યારે હું મારી વહાલી પત્ની તેમ જ બાળકોને શહેરના મોટા અને આધુનિક રેસ્ટોરંટમાં નાસ્તો કરવા લઈ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે. હું ખરેખર ખૂબ જ આનંદથી જીવું છું. હું ઈચ્છું કે તું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે. એના લીધે પંચોતેરમાં વર્ષે શું ગુમાવ્યું એનો અફસોસ ન રહે! તું એવું કરી શકે એના માટે તને મારી શુભેચ્છાઓ! હું હવે રજા લઉં છું દોસ્ત! બાય!’

રેડિયો પર વાર્તાલાપ પૂરો થયો. એની અસર એવી હતી કે માણેક ઊંડા વિચારમાં પડી ગયો. થોડી વાર પછી એ ઊભો થયો. બેચાર ફોન કરી કંઈક વાત કરી પછી ઉપરના માળે જઈ પોતાની પત્ની તેમ જ બાળકોને ઉઠાડ્યા. બધાને નવાઈ લાગી. પપ્પાને ઘરમાં જોતા તેના બાળકોને પણ આજે નવાઈ લાગી. પતિને આવા હળવા મૂડમાં જોઈ રૂબીને ખૂબ જ આશ્ર્ચર્ય થયું. છતાં કંઈ પણ બોલ્યા વિના બધા તૈયાર થવા લાગ્યા. ઘરના બધા જ સભ્યો તૈયાર થઈને નીચે બેઠકખંડમાં આવ્યા એટલે માણેકે એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી હોટલમાં નાસ્તો કરવા જવાનું છે અને એ પછી બાજુના દરિયાકિનારે પિકનિક પર! અને આવતા અઠવાડીયે આપણે બધાજ સાથે સંજાણ જવાના છે તમારા બપ્પી અને બપયજીને મળવા તથા નવરોઝ સાથે ઉજવવા માણેકની વાતો સાંભળી ઘરની દરેક વ્યક્તિ આનંદના આઘાતમાં સરી ગઈ. પણ કોઈએ કંઈ જ દલીલ કરી નહીં. એમની જિંદગીમાં પ્રથમ વખત આવેલી એ પળોને દલીલોથી દુષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી.

બધા હોંશે હોંશે ગાડીમાં ગોઠવાયા. દરેકનો ચહેરો હસતો હતો. મનમાં કંઈક જુદા જ પ્રકારની ખુશી હતી. બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે માણેકે ગાડી ઊભી રાખી. બધા ચૂપ થઈ ગયા. એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછી જ લીધું કે, ‘કેમ તમારો વિચાર બદલી ગયો કે શું? અહીંયા કેમ ઊભા રહી ગયા?’

માણેક થોડી વાર વહાલથી એની સામે જોઈ રહ્યો. પછી હસીને બોલ્યો: ‘નહીં વહાલી! વિચાર નથી બદલ્યો! આ તો મારે થોડીક ગોટીઓ ખરીદવી છે!!’

Similar Posts

  • Parsis And Prohibition

    King Jamshid of Persia is said to have invented the process of making Grape-wine several millennia ago. This beverage, besides being pleasant to taste and giving a sense of wellbeing, when consumed in right quantity, gave such beneficial results that it came to be called Shah-daroo, the royal-medicine or the king’s medicine. With a history…

  • શિરીન

    તે ટોણો તેણીનાં જિગરમાં ચટકા મારી રહ્યો, પણ તે છતાં તેણીએ હીંમત એકઠી કરી જણાવી દીધું. ‘ફિલ… મારો.. મારો વાંક એમાં હતોજ નહીં. મેં તો હમેશ તમોને ચાહ્યા છે.’ ‘ને તેથી જ છેલ્લી ઘડીએ તે પરણવા ના કહ્યુ.’ં ‘પણ ફિલ સંજોગ એવા આવીને ઉભા તેમાં મારો શું વાંત?’ ‘તે છતાં તે મને એક વખત વચન…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 March, 2019 – 15 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે….

  • Karachi’s BVS Parsi School Commemorates Jamshedi Navroz

    Committed to encouraging inter-faith harmony, BVS Parsi High School in Karachi (Pakistan), celebrates all religious festivals of the BVS family, under the guidance of Principal – Kermin Parakh. Continuing its annual tradition, this year too, the Zoroastrian family of BVS celebrated Jamshedi Navroze with great zeal and fervour on 19th March, 2021 at the school….

  • સાત પવિત્ર અમેશા સ્પેન્ટા

    આપણા કેલેન્ડર મુજબ પ્રથમ સાત દિવસોનું નામ સાત અમેશાસ્પેન્ટા પરથી રાખવામાં આવ્યું છે. આમાંના દરેકને કેટલાક મદદગારો અથવા સહાયકો પણ હોય છે જેઓ તેમની ન્યાયી ફરજ બજાવવામાં મદદ કરે છે. અમેશાસ્પેન્ટાનું મહત્વ નીચે મુજબ છે. 1. દાદર હોરમઝદ – ભગવાનનું શાણપણ અને આત્મા (સ્પેન્ટા મૈન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય આદેશો અનુસાર જાગૃત રહેવા અને…