હસો મારી સાથે

દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું.  છેવટે ડોક્ટરે એમાંના એકને પૂછયો: ‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી?’

‘એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે.’

***

કવિ ઝાડ ઉપર ચડ્યા ….

વાંદરો: કવિ કેમ આવ્યા..???

કવિ: કાજુ ખાવા…

વાંદરો: આ તો કેરી નું ઝાડ છે…

કવિ: તારું કામ કરને વાંદરીના,..

કાજુ ખીચામાં છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *