શિરીન

‘તને કંઈ રાંધતા આવેછ કે, છોકરી?’
‘જી, ઘણુ…ઘણું સરસ તો નહી જ પShirinણ થોડું ઘણું રાંધી શકું છુ.’
‘શું, આવી મોટી ઉખરા જેવી થઈ ને હજી બરાબર રાંધતા નથી આવડતું? હવે મીશતરી આગળ રોજ થોડું થોડું શીખી લેજે કે એ જ્યારેબી મહિનાની રજા પર જાય કે તું તેટલો વખત એની જગા લઈ શકે.’
ઝરી જુહાકે કરકસરની પોઈન્ટ પરથી જોતાં રોકડું પરખાવી દીધું, કે શિરીન વોર્ડન એ સાંભળી રાતી મારી જઈ નીચી મુંડીએ મૂંગી ઉભી જ રહી, કે તે મોટાં શેઠાણીએ ઘંટી વગાડી ફરી મેરી આયાને બોલાવી મંગાવી. તે આયા આવી કે તેવણે ‚બાબ સાથ જણાવી દીધું.
‘મેરી, આ છોકરીને જે ગોડાઉન આગળની સાઈડમાંની નાની ઓરડી ખાલી કીધીછ ત્યાં લઈ જા, ને એની પેટી ત્યાં રામા આગળ મુકાવી દેજે.’
‘પણ બાઈ, તે ઓરડીનાં બારણાંની ઈસ્ટાપરી બરાબર નહીં હોવાથી બારણું બંધ થઈ શકતું નથી.’
મેરી આયા જેવી નોકરાણીને તે બિચારી નવી કામ પર આવેલી છોકરી માટે દયા આવી ગઈ, પણ એ સાંભળી ઝરી જુહાકના તો નેન જ ફરી ગયા.
‘ઈસ્ટાપરી નથી તો શું થઈ ગયું? બારણાં બંધ કરીને એ શું અંદર કરવાની છે? જરા રતી અલગું રહી ગયું તો શું છે, ને તે બાજુથી શેઠ સિવાય જાયછેબી કોણ જે?’
એ છેલ્લું વાકય સાંભળી શિરીન વોર્ડનનું જિગર ધબકી ઉઠયું. પછી તેણી એક છુટકારાનો દમ ખેંચી તે શેઠાણીનો ‚મ મેરી આયા સાથ છોડી ગઈ. તે નાની જેવી ઓરડીમાં દાખલ થતાં ને સાથ શિરીન વોર્ડને ફીકરથી ફાલ ખાઈ જઈ તે આયાને કરગરીને કહી દીધું.
પ્લીઝ મેરી, આજનો પહેલો દિવસ હોવાથી તું મારી સાથે જ રહી કામ બતાવશે તો ઘણી આભારી થઈશ’
‘કંઈ નહીં તું ના બી, હું તારી સાથે જ રહીશ.’
તે આધેડ ઉંમરની મેરી આયાને તે છોકરીની દયા આવી ગઈ. એક વખતના તે લખપતિ શેઠિયા વિકાજી વોર્ડનને અમીર ફકીર સૌ કોઈ સારી રીતે પીછાણતું હોવાથી, ખુદ તેવણના બચ્ચાંનો આવા બૂરો હાલ જોઈ તે નોકરાણીનું જિગર દયાથી દાઝી ગયું.
ને શિરીન વોર્ડને પણ ઘણાં વખતનો દાબી રાખેલો તે દીબો અંતે ખાલી કરી નાખ્યો ને પોતાનાં બન્ને કોમલ કરોમાં માથું નાખી તેણી રડી પડી.
‘ઓ મેરી, હું…હું કેમ અત્રે રહી શકશ? મને ઘણી જ બીક લાગે છે.’
‘એ તો નવું નવું છે ને પહેલો દિવસ નવી નોકરી પણ હોવાથી બધાને જ એવી બીક લાગે પણ વખત જતાં તું તારા કામથી ટેવઈ જશે.’
‘ને મેરી, શું શેઠાણી ઘણાંજ સ્ટ્રીક છે?’
‘શેઠાણીના તો તું વાતજ નાં કરતી. મારી આટલી ઉંમરમાં મેં ઘણીક શેઠાણીઓ જોઈ હશે પણ તેણીનાં જેવી એક જાહેલ શેઠાણી તો બીજી કોઈ જ મેં નિહારી નથી ને તેથી જ ગામનું લોક તેણીને ઝરી જુહાકને નામે ઓળખે છે.
અને એ વાત તો ખરી જ હતી. ફિરોઝ ફ્રેઝરની માતાનું ખ‚ં આખું નામ ઝવેરા જમશેદજી ફ્રેઝર હતું, પણ તેઓનાં વઢકણાં સ્વભાવને લીધે તેઓ ઝરી જુહાકને નામે જ ઓળખાતા હતા.
કદાચ તેમના સ્વભાવને લીધે જ તેમનું રોજનું લોહી બળી જતું હોય તેમ દેખાવમાં પાતળા સોટી જેવાં, મધ્યમ કદનાં ઘઉંવર્ણા એક બાઈ હતા.
તેમના ધણી જમશેદજી, ઓફિસમાં એક ટાઈપિસ્ટ હોવાથી ટૂંક પગારમાં ઝરી જુહાક કરકસરથી સર્વનું ગુજરાન ચલાવતા.
ફિરોઝને નાનપણથી જ શીખવાનો ઘણો શોખ હોવાથી ને પોતાની હોશિયારીથી સ્કોલરશિપો મેળવી તે જવાન કોલેજમાં જઈ ગ્રેજ્યુએટ થઈ ગયો.
તેનાથી પાંચ વરસ નાની બેન દિલ્લા તથા તેણીથી બે વરસ નાની હિલ્લા ચાર પાંચ ચોપડી શીખી, પછીથી ઘેરનાં કામમાં ઝરી જુહાકે તેઓને લઈ લીધાં, ને તમામ ઘરની કેળવણી તેવણે તે બન્ને દુકતીઓને આપવા માંડી.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • નિવૃત્ત પિતા

    ઘણી વખત પુત્ર કે પુત્રવધુના મોઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરાની દલીલ એવી હોય છે…

  • ગુજરાત હાઇકોર્ટે પારસીઓના અંતિમ વિધિ કેસમાં ઓર્ડર અનામત રાખ્યો છે

    3જી જુલાઇ, 2021 ના રોજ, ગુજરાત હાઇકોર્ટે સુરત પારસી પંચાયત (એસપીપી) બોર્ડ અને ડો. હોમી દુધવાલા દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી કરી, અને પારસી મુજબ, કોવિડ પીડિતોના મૃતદેહોનો નિકાલ કરવાની મંજૂરી આપવાની માંગ પર પોતાનો હુકમ અનામત રાખ્યો. ધાર્મિક પરંપરાઓ, અને શરીરના અંતિમ સંસ્કાર માટે દબાણ ન કરવું. તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો કે સત્તાધિકારીઓ પારસી…

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…

  • પારસી ધર્મમાં કૂતરાઓનું મહત્વ

    છેલ્લા બે વર્ષથી, મેં જોયું છે કે કૂતરાઓની સંખ્યા વધી રહી છે અને તેઓને શેરીઓમાં છોડી દેવામાં આવી છે. પારસીઓ કૂતરાઓ માટે પ્રેમાળ સ્વભાવ રાખવા માટે જાણીતા છે પરંતુ પારસીઓ સહિત અસંખ્ય લોકો, દુર્ભાગ્યવશ, આ ઉમદા જીવોને પોતાની જાતને બચાવવા માટે રસ્તાઓ પર છોડી દીધા છે. ઘણા કૂતરાઓ ભૂખ અથવા અકસ્માતો અને ઉપેક્ષાથી મૃત્યુ પામે…

  • આપણું ઘર!!

    રોહિન્ટન મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના હપ્તા હજુબાકી છે. પરંતુ રોહિન્ટન આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે. રોહિન્ટનનો પરિવાર પોતાના ઘરમાં આનંદથી…

  • વરસાદમાં ગોવાની ટ્રીપ

    મહેરબાઈને વરસાદમાં ગોવા જવું ખૂબ ગમતું તેથી દર વર્ષે દસ સિનિયર સિટીઝનના કપલ સાથે તેઓ ગોવા ટ્રીપ જતા. વરસાદને માણવા જેને તેઓએ સુખની જાત્રા એમ નામ આપેલું હતું. આ વરસે પણ જવાનું નકકીજ હતું પણ વરસાદના દેવતાઓએ મુંબઈમાં પૂર લાવ્યું હતું. બધાજ કપલો ફોન કરી પૂછતા હતા કે ‘જવાસે કે નહીં?’ ‘કોઈ પ્લેન જશે કે…