સ્વાદિષ્ટ અને ચટપટી – રાજ કચોરી

સામગ્રી: 1 કપ મેંદો, 1/4 કપ રવો, 2 ચપટી બેકિંગ સોડા, 1 કપ તેલ.
કચોરી ભરવા માટે: 2 બટાકા બાફેલા, 15-16 પાપડી, 15-16 બેસનના ભજીયા, 1 કપ તાજુ દહી, 1/2 કપ સેવ ભુજિયા, 1/2 કપ અનારના દાણા, 1/2 કપ ચણા બાફેલા, 1/2 કપ મીઠી ચટણી, 1/2 કપ લીલી ચટણી, 2 નાના ચમચા સેકેલુ જીરુ, 1 નાની ચમચી સંચળ. મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત: સૌથી પહેલા મેદો રવો અને બેકિંગ સોડાને એકસાથે મિક્સ કરી લો અને ત્યારબાદ તેને પાણીમાં નાખીને સારી રીતે લોટ બાંધી લો. લોટ બાંધ્યા પછી તેને સારી રીતે મસળી લો. જેનાથી આ એકદમ નરમ થઈ જશે. હવે એક ભારે તળિયાની કડાહીમાં તેલ નાખીને ગરમ કરો. જ્યા સુધી તેલ ગરમ થઈ રહ્યુ છે લોટના 15-16 લૂઆ બનાવી લો. લૂઆને ભીના કપડાંથી ઢાંકી દો. જેથી તે સૂકાય નહી. ત્યારબાદ લોટના લૂઆથી નાની-નાની પૂરીઓ બનાવી લો. ગરમ તેલમાં મીડિયમ તાપ પર આ પૂરીઓને ઝારાથી દબાવી દબાવીને સેકો જેથી તે સારી રીતે ફૂલી જાય અને કચોરીના આકારની થઈ જાય. હવે કચોરીઓને વચ્ચે કાણું કરો જેથી તેની અંદર ફીલિંગ કરી શકાય. પણ આવુ કરતી વખતે થોડુ ધ્યાન રાખો કે કચોડી તૂટી પણ શકે છે. હવે કચોરીમાં એક ભજીયુ, બટાકાના નાના 4-5 પીસ, 2 ચમચી બાફેલા ચણા, નાની ચમચી સેકેલુ જીરુ, લાલ મરચા પાવડર, સંચળ, સાદુ મીઠુ, દહી, ગળી ચટણી, લીલી ચટણી સેવ અને દાડમના દાણા નાખો. સ્વાદિષ્ટ કચોરી તૈયાર છે.

Similar Posts

  • બીપીપી દ્વારા ડુંગરવાડીનું પુન:સ્થાપન

    સમુદાયના સભ્યોને એ જાણીને આનંદ થશે કે, તાત્કાલિક નવીનીકરણ માટે આપણી સૌથી પવિત્ર ડુંગરવાડીની જરૂરિયાતનું બીપીપીએ ગંભીરતા અને ખંતપૂર્વક ધ્યાન આપ્યું છે. આપણા સમુદાયના સભ્યોના ઉદાર પ્રતિસાદ બદલ આભાર, જેમણે આ ભવ્યના સંપૂર્ણ નવીકરણ માટે ફાળો આપ્યો, ત્રણસો વર્ષ જુની સ્થાપના જે આપણા વહાલા મૃતકોને અંતિમ વિશ્રામ અને સ્થાન આપવા ઉપરાંત સમુદાયના સભ્યોને સાંત્વના અને…

  • એકબીજાને ગમતા રહીએ!

    મારી બહેન જાલુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી કેવું વર્તન કરવું મારી મમ્મી પાસેથી તે મૂલ્યવાન ટીપ્સ મેળવી રહી હતી. લગ્ન થયા પછી પતિ પોતાનો થયો હોય છે તેથી સાસરિયાઓ અને અન્ય સંબંધીઓને કોઈ ભાવ આપવાની જરૂર નથી. મમ્મી સાસરિયા લોકોની કેવી અવગણના કરવી તે શીખવી રહી હતી. જાલુનાં લગ્ન થયાં. નવા…

  • આમળા

    આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આમળામાં વિટામિન-સી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 September – 16 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિબળ વાપરીને હીસાબી લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમે તમારા કામોનું લીસ્ટ બનાવી અગત્યના કામો પૂરા કરવામાં સફળ થશો. બીજાને સમજાવવાની શક્તિ ખુબ વધી જશે. તમારાથી બને તો થોડી ઘણી રકમ ઈનવેસ્ટ અવશ્ય કરજો. કરકસર કરી શકશો….