તમે બીજાના કેટલા ઉપયોગમાં આવો છો?

એક વખત એક માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો! આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો?

નોટે દુ:ખી વદને કહ્યુ, ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી. હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી. એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી. મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ. પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંક લોકરમાં કેદ કરી દીધી. કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંક લોકરમાંથી બહાર નીકળવાની તક મળી.

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી. મારો તો શ્ર્વાસ પણ રૂંધાતો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું. ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો? કોને કોને મળ્યો? સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, અરે દોસ્ત, શું વાત કરૂં? હું તો ખૂબ ફર્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી. પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પાણીના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો. મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું.”

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો,  તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે. મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહી બહુ મોટા છે.

Similar Posts

  • આહાર ગ્રહણ

    જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ,…

  • સાહેર અગિયારીની 175મી સાલગ્રેહની ઉજવણી

    હોરમસજી દાદાભોય સાહેર અગિયારીની ભવ્ય 175મી વર્ષગાંઠ પ્રસંગે, અગિયારી બિલ્ડિંગને સુંદર રીતે ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યા હતા. સવારે 10:00 કલાકે, પંથકી એ. આર. જાલ કાત્રક અને છ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. ત્યારબાદ હાજર મોબેદો અને હમદીનો દ્વારા હમબંદગી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત સૌને ચાસનીનું વિતરણ કરાયું હતું. અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી,…

  • |

    A Tribute To Dr. Maneckji Nusserwanji Dhalla:

    – Championing The Truth And The Ethics Of Zoroastrianism – [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_color_class=”otw-blue-border” border_style=”bordered”] Dr. Maneckji Nusserwanji Dhalla (1875-1956), High Priest of Parsis of India before the Indo-Pak Partition, was born into abject poverty, reared in squalid surroundings, tutored by a harsh pedagogue, and forced by necessity to earn a livelihood at a very young…

  • |

    Film Review: 1917

    The film, which depicts the happenings over a 24-hour period on 6th April, 1917, during WW1 (and hence the title) could well have been called ‘Race Against Time’. Co-written by director Sam Mendes, and based on a story narrated to him by his grandfather, Alfred Mendes, the film unfolds with Lance Corporal Tom Blake (Dean-Charles…

  • Jiyo Parsi Launches ‘Parsi Shaadi App’

    ‘Jiyo Parsi’ – the Government of India’s undertaking which supports our community’s efforts in arresting the declining Parsi population and aid in its increase – has, since its launch in 2013, spearheaded numerous successful campaigns and initiatives. It has provided counselling and medical treatment to married Parsi couples and has aided in adding 191 babies to…

  • Gourmet Garnish by Shiraz: How To Plan A Successful Event

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Having dedicated over three decades of his life into perfecting the art of crafting memorable gastronomic experiences, Shiraz Kotwal is an authority in Culinary Management, known for curating the most elegant-yet-fun culinary know-hows across the board – from Corporate Events, intimate Sit-Down Dinners, Restaurant Management, Casual Brunches, as also your everyday Home-Dinners and…