બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!

એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા.

મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે ‘આ સ્ત્રી મારી ધણીયાણી છે. મારી અને તેની વચ્ચે સહેજ કજીયો થયો છે, તેથી તે ખાલી બૂમો પાડે છે.’

પણ તુરત જ રાજકુંવરીએ ખરી હકીકત કહી દીધી. તે બોલી કે ‘આ માણસ તદ્દન જુઠો છે. હું ઈરાનના શાહદાજાદા સાથે પરણવાની હતી. ત્યાંથી આ માણસ મને દગલબાજીથી ઉપાડી આવી હવે સતાવે છે.’

મહારાજાએ પેલા માણસને કેદ કરી, ત્યાંને ત્યાંજ ઠાર મારવાનો હુકમ આપ્યો! પેલા સ્વારોએ તુરત કરામતી ઘોડાના માલેકના જીવનો અંત આણ્યો, અને રાજકુંવરીને બચાવી લીધી.

મહારાજાએ રાજકુંવરી માટે એક  ઘોડો મંગાવી, તેને પોતાના રાજમહેલે તેડી જઈ, ત્યાં મોટા ઠાઠમાઠથી રાખી. રાજકુંવરીએ તેના બચાવનાર મહારાજાનો પાડ માન્યો.

કાશ્મીરના મહારાજાએ રાજકુંવરીને બધી હકીકત પૂછી જાણી લીધું કે તે બંગાલના રાજાની કુંવારી ક્ધયા છે.

આમ આ રાજકુમારી બંગાલથી ઈરાન, અને ઈરાનથી કાશ્મીર માત્ર એક જ દિવસમાં પેલા કરામતી ઉઠાણ ઘોડાના પ્રતાપે, સેકડો ગાઉની મુસાફરી કરી ચુકી હતી!

ફરી રાજકુવરી ફસાઈ! પણ આખર ઈરાનનના શાહજાદાએ તેને બચાવી લીધી!! અને છેવટે બન્ને પરણી

સુખી થયા!!

રાજકુંવરી પેલા દગલબાજ માણસના હાથમાંથી છટકવાથી ઘણી ખુશી થઈ. તે કાશ્મીર મહારાજાની મહેમાન બની તે વાત આપણે આગળ વાંચી ગયા છીએ. હવે તેનું શું થયું તે જોઈએ?

મહારાજા તો તેને બહુજ માનથી રાખતો હતો. રાજકુંવરીએ તેમને પેલા ઉઠાણ ઘોડાની, શાહજાદાની તેમજ ઘોડાના માલેકના દગાની બધી વાત પહેલેથી છેલ્લે સુધી કહી દીધી હતી. પણ કાશ્મીરના રાજાનું ધ્યાન તેની વાર્તા કરતાં તેના રૂપમાં વધારે હતું.

રાજકુંવરી હવે રોજ ઈરાનના શાહજાદાને મળવા મનમાં બહુજ ઈંતેજારી રાખતી હતી. પણ બીજી બાજુ મહારાજા આ ખુબસુરત સ્ત્રીને જોઈ તેના પ્યારમાં પડેલા હતા.

મહારાજાએ રાજકુંવરીને પોતાની સાથે પરણવા બહુયે સમજાવી. ઘણીયે લાલચો બતાવી. પણ રાજકુંવરીએ ઈરાનના શાહજાદાનો વિચાર તજ્યો નહીં. તેણે કાશ્મીર મહારાજાને પરણવા સાફ ના પાડી.

રાજકુંવરીએ જોયું કે તે એકના હાથમાંથી છટકી બીજાના હાથમાં ફસી પડી હતી! અને વળી તે કાશ્મીર મહારાજા સરખા મહાન મોટા રાજાની એક નજરકેદી જેવી સ્થિતિમાં હતી. જો કે મહારાજા તેને બહુ માન આપતા હતા, ઘણાં ઠાઠમાઠથી તે કુંવરીને રાખતા હતા, પણ તે બધું રાજકુંવરીને પરણવા ખાતરજ…

(વધુ આવતા અંકે)

Similar Posts

  • હસો મારી સાથે

    અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે…

  • સુખનું સરનામું

    રોશન જે અતિ ધનવાન અને સ્વરૂપવાન છે તે તેના ધણી અદી સાથે મોટા બંગલામાં રહે છે. નવરોઝના દિને તેણે એક પાર્ટીનું આયોજન કર્યુ સાંજે બધાએ પાર્ટી એન્જોય કરી જતા રહ્યા. રોશન પાસે બધુંજ હતું પરંતુ તે ખુશ નહોતી. આજે નવરોઝના દિને પણ તેના મનમાં શાંતિ નહોતી. ખબર નહીં પણ નવરોઝના બીજા દિને રોશન મર્સીડીઝ ગાડીમાં…

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…

  • Ratan Tata-backed ‘Repos Energy’ To Produce 3,200 MPPs This Year

    Backed by industrialist Ratan Tata, a Pune-based energy distribution start-up, Repos Energy, has shared plans to manufacture and sell nearly 3,200 Mobile Petrol Pumps (MPP) this year. Established three years ago, the start-up plans to get on board over 1,200 operators from across the country during FY 2020-21. The start-up possesses a fleet of 320…

  • Insight Into Parsi Philanthropy During The Pandemic

    With the world at large battling the COVID-19 Pandemic over the last eight months and more, the need for relief and rescue operations is at an all-time-high. A number of generous individuals and institutions have come to the fore as the much-needed saviours, helping those in need. Parsi Times has a tete-a-tete with Dinshaw Tamboly,…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે? કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી. પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે…