જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ

ગમેતેમ કરીને ખુશરૂ ઓફિસે પહોંચ્યો.
આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી, પપ્પાની રોજ-બરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો, નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે. ચાદર સરખી કરી દે, નળ બંધ કરી દે વિગેરે વિગેરે..થી હું કંટાળી ગયો છું.
ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં અને બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું કારણકે પપ્પાની ટકોર યાદ આવી.
પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મીની ટકોર યાદ આવી.
બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે. સીડીની લાઈટ પણ બંધ કરી. એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી. મમ્મી-પપ્પાની શિસ્તને લીધે જ તો…
પહેલા માળે બીજા કેન્ડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા. પૂછતા કહેતા કે કઇ પૂછતા નથી.
તેનો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ બતાવી. ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન્ટ કરશો. તેને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈક મજાક તો નથી કરતા ને.
બોસ સમજી ગયા કહ્યું, નહા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે. આજના ઇન્ટરવ્યુંમા કોઈને કંઈ પૂછ્યું નથી બસ સીસીટીવીમાં તમારો એટીટયુડ જોયો છે. બધા કેન્ડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી. એક તમે તેમાં પાસ થયા છો. ધન્ય છે તમારા મા-બાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે. જે વ્યક્તિ પાસે સેલ્ફ ડિસિપ્લીન હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમા અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.
જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ અને રાખીએ અને આપણી આવતી પેઢીને ભેટ સ્વરૂપે આપીયે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *