ખાડો ખોદે તે પડે!

ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી જીવાઈ કે ખર્ચી આપતા નથી તો આવડો મોટો અને વળી આપના કરતાય અધિક ચઢિયાતો ઠાઠમાઠ અને દબદબો તે કેમ રાખી શકે છે?’

આહમદને સુલતાને તે બાબતમાં પૂછયું પણ આહમદે તેની ખાનગી વાત જણાવી નહીં.

આખરે સુલતાને અદેખા અમલદારોના કહેવાથી પેલી જાદુગર ડોસીને બોલાવી. તે ડોસીને આહમદનું રહેવાનું ઠેકાણુ શોધી કાઢવાનું કામ સોપાયું. આમ મનના મેલા અને ઈર્ષાથી આંધળા બનેલા ખટપટી દરબારીઓથી બાપે પોતાના પ્યારા બેટા પાછળ જાસુસ રાખ્યો. પણ આખર ખાડો ખોદે તે પડે તેવું બનશે!

થોડા દિવસ રહી, ડોસીએ ખબર આપી કે તે આહમદની રહેવાની જગ્યા જોઈ આવી હતી. આહમદ કોઈ જીનની દીકરી એવી એક પરી સાથે, ગુફાઓમાં રહેતો હતો.

ડોસીને ઈનામ આપી, સુલતાને કહ્યું કે તેના રહેઠાણની અંદર જઈ બરાબર તપાસ કરી આવ. તને વધુ ઈનામ આપીશ.

મોટા ઈનામના લોભે, ડોસીએ આહમદના રહેઠાણની અંદરની તપાસ કરવાનું સ્વીકાર્યુ. તે આહમદના આવવાની તારીખે ગુફાના દરવાજા આગળ ઢોંગ કરી બેશુધ્ધ હોય તેમ પડી ગઈ! આહમદે તેને ત્યાં જોઈ, તેની દયા ખાઈ, તુરત પરીનબાનુના રાજમહેલમાં લઈ આવી તેની  માવજત બરદાસ્ત કરવાનું પરીન બાનુને સોપી પોતે પોતાના બાપને મળવા ગયો. પેલી લુચ્ચી ડોસીએ ત્યાં બધું જોઈ લીધું. બે દિવસ પછી આહમદ પાછો ફરે તે પહેલા તેની તબિયત હવે ઠીક થઈ ગઈ છે કહી, સૌનો પાડ માનતી તે પોતાને ઘરે પાછી ફરી.

પછી અમલદારોને મળી તેણે તાગડો રચ્યો. સુલતાનને ગભરાવ્યો કે તમારો દીકરો આહમદ તો જીન પરી ભેગો વસતો હતો અને તે કોઈ દિવસ તમારી ગાદી પચાવી પાડશે માટે ચેતતા રહેજો. આવી આવી ખોયી વાતોથી કાચા કાનનો સુલતાન નકામો પોતાના દીકરાથી બીવા અને વહેમાવા લાગ્યો.

અમલદારોએ સુલતાનને ચઢાવ્યો કે આહમદ મળવા આવે ત્યારે તે જીન પરીની સાથે રહે છે કે નહીં તેની ખાતરી કરી, બધુ બરાબર જાણી લેવા કંઈ અજાયબ પ્રકારની ચીજ તેની પાસેથી ભેટ તરીકે માગવી.

આહમદ જ્યારે તેના બાપને ફરી મળવા આવ્યો ત્યારે તેના બાપે આહમદને કહ્યું, ‘બેટા આહમદ, મને માલમ પડયું છે કે તું કોઈ બડી જાદુગર પરી સાથે પરણ્યો છે. તો મારે માટે તેની પાસેથી એક ભેટ નહીં માંગી લે કે સુલતાનને એક એવો તંબુ જોઈએ છે કે જે જ્યારે જોઈએ ત્યારે તેમાં આખાય લશ્કરને મૂકી શકાય અને જરૂર પડયે મુઠીમાં પણ રાખી શકાય!

આહમદ તો આ સાંભળી બહુ વિચારમાં પડી ગયો. તેણે તે દિવસે ભારી દિલે સુતાનની રજા લીધી.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Nature Teaches And Nature Inspires

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Nature is the primal teacher, preacher and inspirator. Nature leads man to invent and nature inspires him to create works of arts and sciences. Nature fills man’s…

  • શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

    ઝોરાસ્ટ્રિયન ઇતિહાસકાર અને ધાર્મિક વિદ્વાન, નોશીર દાદરાવાલા, શાહ જમશીદના મુલ્યવાંન નેતૃત્વના પાઠ શેર કરે છે જે આજે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે! દંતકથા અનુસાર, તે ઐતિહાસીક પેશદાદ રાજવંશના મહાન રાજા જમશીદ હતા જેમણે નવરોઝ (ન્યુ ડે) ના સ્પ્રિંગ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ આ વિશ્ર્વ માટે વધુ સારા આવતીકાલની ઉજવણી અને…

  • 105th Celebrations Of Kolkatta’s Atash Adarian

    On the auspicious occasion of the 105th anniversary of Late Er. DB Mehta’s Zoroastrian Anjuman Atash Adarian, the Parsi community in Kolkatta gathered at the agiary for a Jasan ceremony at 10 am, performed by Er. Jimmy Taraporwalla, Er. Viraf Dastoor, Er. Darayas Karanjia and Er. Behramsha Karanjia. The devout Zarthusthis of Kolkata took the…

  • પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

    આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚…

  • વજન ઓછું કરવું છે? અજમાવો આ ટિપ્સ અને મેળવો સફળતા

    જો ખરેખર તમે વજન ઘટાડવા માંગતા જ હોવ તો તેના માટે યોગ્ય ખાન-પાન સાથે યોગ્ય ડાયેટ અને વ્યાયામ ખુબ જ જરૂરી છે. આજે ઘણા લોકો વજન ઘટાડવાની લોભામણી જાહેરાતો કરે છે. પરંતુ વજન ઘટાડવા માટે ચોક્કસ સમય લાગે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ વર્ક ફ્રોમ હોમનું પણ ચલણ વધ્યું…

  • માછીની વાર્તા

    પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા. પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને…