સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવતનાં કામો જેવા કે દુ:ખ દરદથી જે ગરીબ લાચારો પીડાતાં હોય તેઓને વાસ્તે હોસ્પિટલ યા આશ્રમો સેનેટોરિયમો માંથી ડોકટર તથા દવાદારૂની મદદ કરી આશરો આપવો. ગરીબ લાચારોને રહેવાને વાસ્તે સસ્તા ભાડાના સુખવાસી મકાનો બંધાવી આપવા. વિધવા લાચાર બાનુઓ જેઓ પોતાનું ગુજરાન કરવા તદ્દન અશકત હોય તેની હાલત તપાસી તેઓને ઘટતી મદદ કરવી. કોમના ટૂંક કમાઈવાલા ઘણાં બચરવાળા લાચારોને પોતાની થોડી આવકને  લીધે જેઓ ગુજરાન કરી શકતા ન હોય તેઓના બચ્ચાંને મદદ કરવી. આંધળા, લુલાં તેમજ અશકત બુઢાં માણસોને ખાવા પીવાનું, રહેવાનું કપડાં વગેરે પુરૂં પાડવું. કોમના લાચાર છોકરા છોકરીઓને નવજોત, લગ્ન કરી અપાવવા. માબાપ વગરના બાળકો  જેઓનું પાલન પોષણ કરનારૂં કોઈ ન હોય તેઓને દદ કરવી. લાચારોને મરણ પછી ચાર દિવસની તેમજ બીજી ક્રિયાઓ ઘટતો ખર્ચ પૂરો પાડવો. પાણીની જ્યાં ગામડાઓમાં તંગી પડતી હોય ત્યાં લાચાર માણસો તેમજ ગાય ઢોરોને વાસ્ત કુવા બંધાવી આપવા. આગ રેલ, દુકાળ, ધરતીકંપ વગેરે ન ધારેલી આફતો દેશ પરદેશો પર આવ્યાથી લોકો લાચારીમાં આવી પડે તેઓને મદદ કરવી. દીન ધર્મના પાક મકાનો આતશે વરાહરાન યાને આતશ બહેરામ, તેમજ અગિયારીના નીભાવોની જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરવી. દોખમાને લગતા કામમાં મદદ કરવી. દીન ધર્મના પાક મકાનો આતશે વરાહરાન યાને આતશ બહેરામ તેમજ અગિયારીના નીભાવોની  જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરવી દોખમાને લગતાં કામમાં મદદ કરવી. દીન ધર્મની કેળવણી કોમમાં નાનપણથી જ બચ્ચાંઓને આપી જેમ બને તેમ વધારે ફેલાવી કોમના આચાર વિચારો તથા રહેણી કરણી પોતાના રવાનની વૃધ્ધિના આબાદી ભરેલા  રહે તેવાંજ કેળવણીનાં કામમાં મદદ કરવી. જેઓ રજકરોજી વગરના હોય તેવાં ગરીબોને રોજીએ લગાડવા તેમજ તેને લગતાં લાયક રોજીના ખાતાંઓ ખોલવા તેમજ અશકત જાનવરોને ઘાસચારા વગેરેની મદદ કરવી વગેરે વગેરે જે કામો રાદી હોય યાને જેનાથી કુદરતમાં ખરાબ પરિણામો આવે નહીં યાને રૂહાંની વૃધ્ધિમાં ફાયદો થાય તેવાંજ કામોમાં મદદ કરવી.

સખાવત જીવતાં જવતજ પોતાના હાથે જાતે બનતાં સુધી જરૂર કરવી.

દરેક માણસે બનતાં સુધી પોતાની ગુંજાસ પ્રમાણે પોતાની આવક યાને કમાઈમાંથી દર મહીને બને તેટલું થોડું યા ઘણું બાજુએ કાઢી કોઈબી ઉપલાં દર્શાવેલા કામો માટે જરૂર બા જરૂર મદદ કરવી એ કુદરતમાં તેનાં કામમાં મદદ તરીકે ઘણું મોટું પુનનું કામ કહેવાય છે કારણ કે કુદરતનો તમામ કારોબાર એકબીજાની મદદથી જ ચાલી રહ્યો છે. માટે કુદરતના કામમાં મદદ કરવા સારૂ પૈસાવાળા માણસોએ પોતાનું જ ભલું ન જોતાં ગરીબ લાચારોનું પણ ભલું કરવામાં બને તેટલી જરૂર મદદ કરવી.

Similar Posts

  • મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

    આ વાત છે કેટલાક દાયકાઓ પહેલાં, કોરોના બૂટની કંપનીની. હું તે દિવસોની વાત કરું છું જ્યારે ભારતમાં ટીવી નહોતું આવ્યું અને જાહેરાતનું એકમાત્ર શક્તિશાળી માધ્યમ રેડિયો હતું. ભલે તે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે રેડિયો સિલોન અથવા વિભિન્ન ભારતી, કોરોના બૂટની જાહેરાત હિન્દીમાં આ રીતે ફટકારવામાં આવી હતી – કોરોના કે જૂતે, જો ઘિસ તો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 June, 2019 – 14 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 19; Lucky Card: Sun): Victory is on the cards. You know where your destiny lies but are in search of the path. It is up to you to select the…

  • ક્રિસમસ ટ્રીની પરંપરા

    નાતાલ એ ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર છે, જેને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે, વિશ્ર્વભરના ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની પરંપરાઓ અને રિવાજ તરીકે વિવિધ સ્થળોએ આદર અને નિષ્ઠાથી ઉજવે છે. નાતાલના દિવસની ઉજવણી માટે ચર્ચોને લાઈટો અને કેન્ડલોથી શણગારવામાં આવે છે. નાતાલનાં પ્રસંગે નાતાલનાં વૃક્ષનું વિશેષ મહત્વ…

  • આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

    ભગવાન શ્રી ગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ…