જીન પણ છેતરાયો!

જ્યાં સુધી દિવસનું અજવાળું રહ્યું ત્યાં સુધી તેઓએ મુસાફરી ચાલુ રાખી અને પહેલી રાતના કોઈ ઝાડ તળે ગુજારી અને બીજે દિવસે બામદાદે પાછી મુસાફરી શરૂ કરી અને અંતે સમુદ્રને કિનારે એક મોટા અને ખુલા મેદાનમાં તેઓ આવી પહોંચ્યા અને આશાએશ લેવા સારૂં એક જબરદસ્ત ઝાડને નીચે વાસો કીધો.

થોડાવારમાં તેઓએ એક ભયંકર અવાજ સાંભળ્યો દરિયાવ ફાટયો અને તેમાંથી એક મોટો કાળો થાંભલો નીકળી આવ્યો આસ્તે આસ્તે તે એટલો તો ઉપર ચડવા લાગ્યો કે તે ગોયા આસમાનને લાગ્યો. આ અજાયબ જેવો દેખાવ જોઈ તેઓ ભયમાં પડયા તેથી એક મોટા દરખત ઉપર ચઢી ગયા અને તેના બહોળા વિસ્તારવાળા ઝાડમાં પાંદડાની અંદર ભરાઈ બેઠા તે કાળો થંભ દરિયાવ કિનારે આવવા લાગ્યો અને તેમાંથી એક શીહા રંગનો જરબદસ્ત જીન બહાર નીકળી આવ્યો, જે ઘણાજ બુલંદ કદનો હતો તે તેના માથા પર એક મોટી બીલોરી સંદુક લાવ્યો હતો તેને લોખંડના ચાર તાળા દીધેલા હતા. તે જીન મેદાનમાં આવ્યો અને જે દરખત ઉપર બન્ને પાદશાહો ચઢી બેસેલા હતા તે દરખત નીચે તેને પેલી સંદુક ઉતારી પછી તે જીને પોતાના પટામાંથી રાખેલી ચાર ચાવીઓ ખેંચી કાઢી અને તેથી પેલી સંદુકને ખોલી અને તેમાંથી એક ઘણાજ સુંદર સ્વરૂપ તથા ભપકાદાર પોશાકવાલી ઓરતને બહાર કાઢી! તે જીન તેણીને કહેવા લાગો કે ‘મારી પ્યારી માશુક’તું જેટલી મને પ્યારી છે તેટલી પ્યારી આ દુનિયામાં બીજી કોઈ ચીજ નથી. મારા પ્યારથી દીવાનો થઈને તને હું તારા લગ્નને દિવસે જ તારા લગ્નની મિજલસમાંથી તને ઉપાડી લાવ્યો છું તેથી તું મારી ઉપર ખફા ના રહે પણ મારા પ્યારને તારો પ્યાર નવાજી મને સુખી કર. મારી પ્યારી તારા નાજુક ખોળા ઉપર મારૂં માથું મુકીને મને સુવા ગમે છે માટે મારૂં માથું તારા ખોળામાં મુક કે હું ખુશાલ ઉંઘી જાઉં.’ પછી પેલી ઓરતના ખોળા પર પોતાનું જબરદસ્ત માથું મૂકી તે જીન  ઉંઘમાં પડયો. જેવો તે જીન ભર ઉંઘમાં પડયો કે તે ઓરતે આસપાસ પોતાની નજર ફેરવવા માંડી કે કોઈબી મરદ તે તરફ નજર પડે છે કે નહીં. જેવી તેણીની નજર પેલા બુલંદ દરખત તરફ પહોંચી કે તેણી ત્યાં ચઢી બેઠેલા બન્ને શાહને જોયા તેણીએ તેઓને તુરત નીચે ઉતરી આવવાને પ્યાર ભરી ઈશારત કીદી પણ તેઓ પેલા જીનથી એટલા તો ડરતા હતા કે તેઓએ નીચે ઉતરવાને સાફ ના પાડી! આ જોઈ તે ઓરતે તેઓને ઈશારતમાંજ કહયું કે મુંગા નીચે ઉતરી પડો નહીં તો આ જીનને હું જગાડીશ અને તે ઉઠયો તો તમારો જાન લીધા વગર રહેનાર નથી! તે બાદશાહ બીરાદરો નીચે ઉતરી આવ્યા. પેલી ઓરતે તે બન્ને સાથે ગમત કરવા માંડી, જે પોતાની મરજી વિરૂધ્ધ તેઓએ પેલા જીનની ધાસ્તીને લીધે કીધી. ત્યાર પછી તે બેશરમ ઓરતે પોતાની પાસેથી વીટીઓનો એક મોટો ઝુમખો બહાર કાઢયો અને તેઓને બતાવી કહ્યું કે ‘સઘળી મળીને આ અઠ્ઠાણુ વીટીં છે. હવે તમો તમારી બે વીટી મને આપો કે બરોબર તેની ગણતરી સોની થાય. (ક્રમશ)

Similar Posts

  • |

    The Road Less Taken

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsis are nothing if not adventurous! Daring to be different in a world that teaches you to conform is not only the road less taken, but also requires a great deal of courage. This New Year PT Reporter, Khushnuma Dubash got in touch with individuals who did just that! In true Parsi style,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12 January, 2019 – 18 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામો પૂરા નહીં કરી શકો. વિચારો સ્થિર નહીં રહે. વધુ પડતો ખર્ચ કરશો તો બીજા પાસે લોન લેવાનો વખત આવશે. રોજ બરોજના કામ પર સમયસર પહોંચવામાં મુશ્કેલી આવશે. તબિયતની કાળજી લેજો. ડોકટરની સલાહ…

  • Smart Ways To Cut Down Sugar From Your Diet

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Trishala Chopra is an alternative medicine specialist commanding a decade of success in managing Diabetes, Obesity, PCOD/PCOS, Metabolic Disorders, Gut-health and Sleep-disorders. As a Health Coach, Dr. Trishala empowers your body’s potential to self-heal through a balanced ‘Gut-Mind-Body’ approach and achieve your wellness goals. [To connect: Call/Message: (+91) 9930831317 or Email…

  • Caption This! – July 22, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 26th July, 2017.   .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Modiji, ‘phool’ ne badle tamari ‘Tour Itinerary’ aapo….. Hun bi duniya fari aavu!” -by Kayomarz Dotiwalla   [/otw_shortcode_info_box]

  • The Farokhshi Ceremony

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times shares excerpts from one of the all-time-classics – ‘In Search Of My God’ – which celebrates Zoroastrian history, religion and culture. What better way to rediscover the splendor of our great religion than by enriching the comprehension and exploring the brilliance of the greatest of all religions… by the grace of Ahura Mazda!…