યથા કયારે ભણવો?

ઘેરમાંથી બહાર જતાં બહારથી પાછા ઘેરમાં દાખલ થતાં, કોઈને મળવા જતાં, કોઈની સાથે વાત કરવા અગાઉ, કોઈબી ખુશાલીના પ્રસંગે, આફત યા મુશ્કેલીમાં આવી જતા વળી કોઈ બેઠેલું ઉઠે અને તેની ખાલી જગ્યા ઉપર આપણે બેસવા અગાઉ યથા મનમાં ભણી બેસવું. આ બાબદોમા મનમાં યથા ભણવો.

અષેમ કયારે ભણવી: જ્યારેબી આપણા વિચાર જરાબી બગડે ત્યારે તે ઉપર કાબુ મેલવવા અષેમનો હમેશા ઉપયોગ કરવો. આપણા વિચારોને અશોઈની લાઈનપર ચાલુ લાવવા અષેમ વોહુ બહુજ કીંમતી કલામ હોવાથી અને સૌથી પહેલી તરીકતમાં ગણેલી છે. ગુજરનાર માણસનાં કાનમાં તેનો દમ આખેર થવા માંડે ત્યારથી તે સચકારની શરૂઆત સુધી ચાલુ અષેમ ભણવી. કોઈ ઓળખીતા બસ્તે-કુશ્તીઆનના મરણની પહેલી ખબર મલતાં અષેમ ભણવી. કોઈબી હમદીન માણસની લાશને સેજદો કરતાં યા દૂરથી રસ્તામાં નજર પડતાં અષેમ ભણવી. ગુજરેલા અશો ફરોહરની યાદમાં અષેમ ભણવી. કોઈબી પલીદી યાને નાપાકી, દરૂજીમાં આવતી વખતે તેમજ આપણા મનમાં કોઈબી જાતની બેચેની થાય ત્યારે અષેમ ભણવી સુતી વખતે શરૂઆતમાં તેમજ ઉંઘમાં દરેક વાર કોર વાળતી વખતે અષેમ ભણવી બહુજ ફાયદાકારક છે. તેથી વિચારોનું મલીનપણું કપાઈ જાય છે. બત્તી બુજાઈ જાય તે વખતે અષેમ ભણવી. છીક આવ્યા પછી અષેમ ભણવી (જો સલેખમ થયાથી તેમજ ભરતી વખતે છીક આવતી હોય તો નહીં ભણવી).

વળી કોઈબી શુભ કામના મંડાણની તુરત આગમચ બે યથા એક એષમ ભણવા અને કામ પૂરૂં થઈ રહ્યા પછી તુરત છેડે એક યથા ને બે એષમ ભણવા. વળી કુસ્તી કરી રહ્યા પછી બંદગી કરવાની શરૂઆતમાં બે યથા અને એક અષેમ, તથા બંદગી તમામ પૂરી કીધા પછી છેલ્લે એક યથા ને બે અષેમ ભણવી.

આમ કરવાનો ફાયદો એ છે કે યથા-અષેમ ખુદ પેગામ્બર સાહેબના રચેલા ખુદ સૃષ્ટી-રચનાની યાદના સૌથી પહેલા મોતેબર કલામો છે કે જે કલામો બધાં સારાં કામ-ભણતર વિગેરેની શરૂઆત તેમજ છેડે ભણ્યાથી તે તે કામ ભણતર કુદરતમાં સીલ થઈ જાય છે યાને કે તે કરનારને મુબારક અને કામ અન્જામી ભર્યા એટલે મુરાદ ફળાવનારા થઈ પડે છે.

ઘણાં હમદીન લોકોને ઉપર લખેલા વિગતવાર ખુલાસાથી પોતાની રોજની ફરજ્યાત તથા બીજી વધારાની તેમજ બીજાં હીંગોમોની બંદગી કેમ અને કયારે ભણવી તે હવે બરાબર સમજ પડશે અને તેના અમલથી સારો ફાયદો મેળવશે.

જીંદગીમાં જ્યારે ખોદાને યાદ કરવાની તક તેમજ કોઈબી ભલાં કામો કરવાનાં સાધનો મળે અને સાથે તંદુરસ્તી હોય ત્યારે તેનો વગર ઢીલે લાભ લઈ જરૂર બા જરૂર અમલ કરવો કારણ કે તંદુરસ્તી અને તક કાંઈ વારંવાર એક સરખી અને હમેશા મળતી નથી અને આપણી જીંદગીનો તો કાંઈએ ભરોસો નથી. માટે બને તેટલો પહેલી તકે પેલી દુન્યાનો સોદો (ખોરાક) જે એકલી બંદગી ને નેકી નીતી છે તે એકઠો કરી લેવો, કે ચેહારૂમની બામદાદે જ્યારે બધાં તમામ જાતનાં રવાનોનો ત્યાં ઉપલી આલમમાં ઈન્સાફ થાય છે, ત્યારે તે વખતે આપણું રવાન હાય-અફસોસમાં પડે નહીં, કારણ કે જીંદગી દરમ્યાન કીધેલાં નેક કામોજ મરણ બાદ બહુ કામ આવે છે તે સીવાય બધું સર્વસ્વ તમામ નકામુ છે તે ખુબ ધ્યાનમાં લેવું.

Similar Posts

  • Meet The 8WZYC Marketing Team!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] The 8th World Zoroastrian Youth Congress (8WZYC) 2023, hosted by the Zoroastrian Trust Funds of Europe (ZTFE) in the United Kingdom in 2023, comprises a dedicated team of youth volunteers who have commenced early groundwork in planning and organising this momentous event. Media Partner Parsi Times shares insights and visions of the fab…

  • ટાટા વિશ્ર્વસનીય ગ્રુપ તરીકે જાહેર થયું

    એક સ્વતંત્ર ઇક્વિટી સંશોધન ઇક્વિટીમાસ્ટર દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા મતદાનમાં ટાટા જૂથ સૌથી વિશ્વસનીય સંગઠન તરીકે ઉભરી આવ્યું છે. ટાટા ગ્રુપે કુલ મતોમાંથી 66% મત મેળવ્યા, જે 2013માં થયેલા છેલ્લા મતદાનમાં મળેલા મતની સંખ્યા (32%) કરતા બમણા વધારે છે. 17 મોટા કોર્પોરેટ પર મત આપવા માટે કુલ 5,274 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, તેમની વિશ્વસનીયતાના…

  • |

    હસો મારી સાથે

    એક કબુરત ઉડતું ઉડતું બંટી પર ચરકયું બંટીએ ચીડાઈને બુમ પાડી અબે ચડ્ડી નથી પહેરતો કે? કબુરત: શું તું ચડ્ડીમાં કરે છે? *** ઉઘરાણીવાળો: જો તમે ટાઈમસર પૈસા ના ચુકવી શકતા હો તો તમારી વાઈફને એના શોખની વસ્તુઓ ઉધાર આપવાની ના શું કામ નથી પાડતા. બંટી: કારણ કે એની સાથે માથાકૂટ કરવા કરતાં તમારી સાથે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 April, 2019 – 12 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 13મીથી સુર્યની દિનદશા શરૂ થતા સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગહવાના ચાન્સ છે. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ પર કાબુ નહીં રખાવે….

  • સકારાત્મક વિચારો દુનિયા બદલી શકે છે!

    શહેરમાં એક વ્યક્તિ નોકરી કરતો હતો. એ શહેરમાં જ તેમનું ઘર હતું પોતાના પરિવાર સાથે તે રહેતો હતો. આ માણસ કાયમ પોતાના વિચારોથી પરેશાન રહેતો. તેને લાગતું કે ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે, આખા પરિવારને મારે જ નિભાવવો પડે છે, બધાનું પેટ ભરવાની પણ મારી જ જવાબદારી અને કાયમ મહેમાનો આવે તેને…