સકારાત્મક વિચારો દુનિયા બદલી શકે છે!

શહેરમાં એક વ્યક્તિ નોકરી કરતો હતો. એ શહેરમાં જ તેમનું ઘર હતું પોતાના પરિવાર સાથે તે રહેતો હતો. આ માણસ કાયમ પોતાના વિચારોથી પરેશાન રહેતો. તેને લાગતું કે ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે, આખા પરિવારને મારે જ નિભાવવો પડે છે, બધાનું પેટ ભરવાની પણ મારી જ જવાબદારી અને કાયમ મહેમાનો આવે તેને પણ સાચવવાના!
આવા વિચારોથી તે બહુ દુ:ખી રહેતો. તેનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. ઘરમાં બાળકોને તે વારેવારે ખીજાતો. તેની પત્ની સાથે પણ તે ઘણીવાર ઝઘડી પડતો. તેને આ જીવન જ જાણે ભારરૂપ લાગવા માંડ્યું હતું!
એક દિવસ તે કામધંધેથી ઘરે આવીને, જમી પરવારીને બેઠો હતો એવામાં તેનો નાનકડો પુત્ર હાથમાં નોટબુક અને પેન લઈને આવ્યો. તેણે કહ્યું, પપ્પા, હોમવર્ક કરી આપો ને! પુત્રની આ માંગણીથી એ માણસ બરોબરને ખીજાયો. તેણે છોકરાને ધમકાવી નાખ્યો. છોકરો જતો રહ્યો. થોડીવાર પછી તેનો ગુસ્સો શાંત થયો. એ અંદરના રૂમમાં ગયો. જોયું તો પથારીમાં એની પત્ની પાસે છોકરો સૂઈ ગયો હતો. એના માથે ઉઘાડી નોટબુક પડી હતી. તેણે નોટબુક ઉઠાવી જોઈ.
અંદર પ્રશ્ર્ન હતો, એવું શું છે જે શરૂઆતમાં તો તમને કડવું લાગે છે પણ જે ખરેખર મીઠું હોય છે. આ પ્રશ્ર્નના જવાબમાં છોકરાએ શું લખ્યું છે તે જોવાનું તે માણસને કૂતુહલ જાગ્યું. પ્રશ્ર્નના જવાબમાં તેના છોકરા લખ્યું હતું કે બિમારી વખતે પીવાની દવાઓ મને ગમતી નથી, કેમ કે તે કડવી હોય છે. છતાં હું પી જાઉં છું. કારણ કે, તે બિમારી દૂર કરે છે.
પરિક્ષા મને પસંદ નથી. કારણ કે, ત્યારે ઘણુંબધું વાંચવું-લખવું પડે છે. પણ હું મહેનત કરી લઉં છું, કેમ કે તે પછી તો લાંબું વેકેશન મળવાનું છે!
સવારના પહોરમાં વાગતા અલાર્મનો અવાજ મને ગમતો નથી. પણ તેના લીધે જ હું સ્કૂલે સમયસર પહોંચી શકું છું. મારા પપ્પા મને ખીજાય છે. શરૂઆતમાં તો મને ખરાબ લાગે છે પણ બાદમાં તેઓ જ મને રમકડાં લાવી આપે છે, મારા માટે સ્વાદિષ્ટ જમવાનું લાવે છે અને મને ફરવા પણ લઈ જાય છે. હું ઈશ્વરનો ખુબ ખુબ આભાર માનું છું કે, મને પપ્પા આપ્યા, મારા મિત્ર રાકેશને તો પપ્પા જ નથી!
એ વ્યક્તિએ પોતાના દીકરાનું આ હોમવર્ક વાંચ્યું. એનાં હૃદયમાં આ લખાણે ઊંડી અસર પહોંચાડી. છેલ્લા ફકરાએ તો એની આંખો ખોલી નાખી. તે મનમાં ગણગણ્યો મારા કરતા તો મારો દીકરો વધારે સમજદાર છે!
પછી નવેસરથી તેણે વિચાર્યું, હું આખું ઘર સંભાળું છું. ઘરની બધી જવાબદારી મારા માથે છે. આનો મતલબ મારે ઘર છે! મારા પરિવારનું હું ભરણપોષણ કરૂં છું. હું ખુશનસીબ છું કે મારે પરિવાર છે!
મારે ઘરે મહેમાન આવે છે. એનો મતલબ એ થયો કે, સમાજમાં મારી પ્રતિષ્ઠા છે, ઇજ્જત છે.
હે પ્રભુ! તારો ખુબ ખુબ આભાર મને જવાબદારીભર્યું પણ સુખી જીવન આપવા માટે. જે બિચારા પાસે કશું જ નથી તેઓ કરતા તો મારી જિંદગી ક્યાંય સારી છે!
હવે તેના વિચારો સકારાત્મક હતા. એ માણસ ખુશ હતો. પહેલા તે દુ:ખી હતો પણ બહાર તો બધું હતું એમ જ હતું. હવે તે સુખી હતો પણ બહાર તો બધું હતું એમ જ હતું. ખોબા જેવડા મગજમાં ઊંધે પાટે ફરી રહેલી એની વિચારધારાએ ખાલી ટ્રેક બદલ્યો અને એનું જીવન બદલી ગયું!

Similar Posts

  • Parsee Gymkhana Crowned First Division Champions In Mumbai City TT League

    On 11th May, 2019, hushed whispers abounded on the impending clash between Parsee Gymkhana and Hindu Gymkhana, to determine the top position in the Premier Division of the Sanwei Annual Inter-club Table-tennis League, which was held at the NSCI (9 – 13 May, 2019). While the formidable women’s team of Frenaz Chipia, with former Commonwealth…

  • ભગવાન પર વિશ્ર્વાસ કરો!

    કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી, ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવા-પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું…

  • Pain And Prayer

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • ધન તેરસની કથા

    દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા…

  • અમદાવાદ પારસી પંચાયતે ઉજવેલો સફળ ગંભાર

    અમદાવાદ પારસી પંચાયત(એપીપી)એ તા. 7મી જાન્યુઆરી, 2018 ના રોજ પ્રોફેસર ફિરોઝ અને સુનામાઈ દાવરની સ્મૃતિમાં ગંભારનું આયોજન કર્યું હતું. આ પહેલ અને નાણાકીય દાન તેમની દીકરી પ્રોફેસર આરમઈતી દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા લાલકાકા હોલ, પારસી સેનેટોરિયમ ગ્રાઉન્ડસ, અમદાવાદમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ચાર મોબેદ દ્વારા થયેલી હમબંદગી સાથે કરવામાં આવી…

  • CCTV Cameras At Doongerwadi

    Doongerwadi has witnessed many burglaries over the years, as also complaints of anti-social elements misusing the Doongerwadi premises. Unauthorised outsiders coming and parking their cars was another issue needed to be addressed. In keeping with constant appeals by community members to install cameras, Anahita Yazdi Desai approached Soonu Buhariwalla offices for donation, which the generous…