બીજા બધા દેશાગમનો નિષ્ફળ ગયા હતા

ઈતિહાસીક ટેકો કીસ્સે સંજાનના બ્યાનને કેટલો બધો છે તે જાણવા મળે છે. હિન્દમાં પારસીઓની આમદ દસ્તુરે દસ્તુરાન દહયુપત નૈરયોસંઘની સરદારી હેઠળ થઈ તે વિશેની ઈલ્મે ક્ષ્નુમ પ્રમાણેની બાબદો ઘણીજ ઉત્તમ છે. બુનક પાસ્બાની અને દિનની હીફાઝત બહેરામે વરઝાવંદ આવે ત્યાં સુધી થઈ શકે તે માટે તો પારસીઓ હિન્દમાં આવ્યા હતા. જેઓના શરીરના અણુએ અણુમાં પારસીપણું હતું. ચીનીવાલા સાહેબ જયારે ગીરગામ નવરોજી શેઠ સ્ટ્રીટમાં રહેતા હતા ત્યારે એક વખત હિન્દુ મુસલમાન હુલ્લડ જબ્બર પ્રકારનું હતું. ગીરગામ હિન્દુ લત્તો હોવે મુસલમાન અને વોહરાઓની દુકાનો લુટાઈ ગઈ હતી. બે દહાડા લગી દુકાનો ખુલ્લી પડેલી હતી અને બધા લોકો દુકાન ઉપરથી જે કંઈ જોઈએ તે બેધડક લૂટી જતા હતા. ત્યાં આગળ એક પારસી બુઢ્ઢા ગૃહસ્થ આવીને ચીનીવાલાને કહેવા લાગ્યા કે અહીં બાવાનો માલ સમજી બધા લોકો લૂટ મચાવી રહ્યા છે. પણ આપણે પારસીઓએ એક પીનબી ઉંચકી નથી અને કકળીને ચાલી જાય છે કે એવી લુંટ ખુદા કોઈને ત્યાં નહીં કરાવે. ચીનીવાલા જ્યારે આ બાબદ લખે છે ત્યારે તેમને પારસપણાની ગરૂરી લાગે છે.

અંગ્રેજ વિદ્વાનો જ્યારે હિન્દમાં આવે છે ત્યારે તેઓને હિરોદોતસ અને ટીસીઅસ અને બીજા ગ્રીક લેખકોના અસલ ઈરાની મઝદયસ્ની પ્રજાના ગુણ અવગુણોના ચિતારોનો મોટો ભાગ પારસી પ્રજામાં ખુલ્લો દેખાઈ રહે છે. આ બલીહારી નૈર્યોસંઘ જેવા ધુરંધર દહયુપત સાહેબોની અને દીન દસ્તુરો જેઓ તેવણને પગે ચાલેલા છે તેઓની છે. ઈરાની મઝદયસ્નીઓને જબરદસ્તીથી અનેક જુલ્મોન કારણે ઈસ્લામી બનાવ્યા છતાંબી તેઓએ પારસી જરથોસ્તી તરીકતો છેક દૂર બેસવા લગીની, હજામત કરીને નાહવાની, ક્રિયાકામોની, દીન દસ્તુરના તાબામાં રહેવાની તેઓએ ઈસ્લામી ધર્મમાં નહીં હતી છતાંબી ઉમેરીને રાખી.

હિન્દના પારસીઓમાં ત્યારે જે ઝાડ રોપેલું છે તે આ દીની સંસ્થાઓના પાવમહેલ દખમાનું છે કે જેના તેલથી જરથોસ્તી બુનકની બત્તી બળ્યા કરે છે. આવા બનાવને માટેજ આ દેશાગમન ઈરાનથી હોરમઝદ બંદર મારફતે હિન્દમાં થયેલું અને એજ દેશાગમન હજુર લગી ટકી શકેલું છે. બીજા બધા દેશાગમનો નિષ્ફળ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *