પારસીઓ તેઓની દીન સાથે ઠરીઠામ  થયા

પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન દસ્તુરોના નામો જે દેવાય છે તેમાંના થોડાક ઈરાનના છેલ્લા શાહ યઝદેઝર્દ પછીના છે. પછીનું નામ ગ્રવણ નૈરયોસંઘ ધવલથી શરૂ થાય છે.

એજ પુરવાર કરે છે કે નૈરયોસંઘ પહેલા હિન્દના દસ્તુર હતા કે નહીં? જો તેવણની અગાઉના બીજા કોઈ હિન્દના દસ્તુરો હતો તો તે સાહેબોના નામો હતે. પણ તેવણની અગાઉ તો કંઈ બે ત્રણ ઈરાનના પડતે દહાડેના દસ્તુરોના નામ પછી નૈરયોસંઘનું નામ આવે છે જે હિન્દના દસ્તુરોમાંનું પહેલુ છે જેની આગળ બીજા કોઈ હિન્દના દસ્તુરોનું નામ આવતું નથી.

આ ઉપરથી કોઈબી જોઈ શકશે કે ઈરાનના દસ્તુરો પછીથી હિન્દમાં પહેલા દસ્તુર નૈરયોસંઘ હતા. એટલે હિન્દમાં આપણું દેશાગમન થયુ હતું. જો સાસાન જમાનાથી આપણે દીનના પાલન અર્થે હિન્દમાં હતે તો તે નૈરયોસંઘની અગાઉના બીજા ઘણા દસ્તુરો જેઓએ આપણને હિન્દમાં દોરવેલા તેઓના નામો હતે. પણ તેવું કંઈબી નથી. આ બધાની ઉપરથી જોઈ શકીએ છે કે કીસ્સે સંજાણનનો મૂળ મુદ્દો જે ઈરાનથી હિન્દમાં દેશાગમનનો દેખાડે છે તે પુરવાર થઈ રહે છે.

ઈરાનમાં પણ જરથોસ્તીઓ અને તેઓની દીન રહી શકશે નહીં માટે તો જરથોસ્તી દીન અને જરથોસ્તીઓનું નામ નિશાન રાખવા માટે હિન્દમાં સાહેબે દીલાન આબેદોની વસીયત પ્રમાણે સાસાની શાહી ખાનદાનના રદ મુવેદે મુવેદાન અષો નૈરયોસંઘ પોતાના અષવન હથિયારોની સાથે હિન્દમાં ગુજરાતના કિનારા ઉપર સંજાનમાં આવ્યા કે જ્યાં તેઓએ ઈરાનશાહ આતશ બહેરામના પાવ મહેલના કેન્દ્રની બરકકતી અસરોથી તેઓની શુભ કામના અને અમલથી પારસી નામ અને ધર્મ નવા રાએનીદાર શાહ બહેરામ વરઝાવંદ ભવિષ્યમાં તેને બર વખતે આવે ત્યાં લગી ટકી શકશે અને ચિથ્રેમ બુયાદની પાઝંદ બંદગીની મુરાદ ફળીબુદ થશે.

નોંધ લેવી કે છેલ્લી સાસાનીઅન શહેનશાહત વખતે કેટલાક યુરોપી લખનાર મુજબ પાંચ કરોડ ઈરાનીઓ હતા જ્યારે બીજાઓ મુજબ ઈરાન અનઈરાન મળીને 12 થી 33 કરોડ મઝદયસ્નીઓ હતા. ગમે તે હોય પણ આજે તો ઈસ્લામી થયેલા ઈરાનમાં જેઓ પોતાને ઈરાની કહેવડાવે છે તેઓ ભાગ્યેજ પોણો કરોડ ઈસ્લામી વસ્તી હોય તો પછી બાકીના બધાઓનું શું થયું એ સવાલ છે.

જવાબ એજ કે તેઓ  રફતે રફતે ઈસ્લામી જાસુરીમાંથી છુટવા દુનિયા ઉપર પંથરાઈને તે ઠેકાણેની વસ્તીમાં મર્જ થઈ ગયા અને તેઓના ફરઝંદોને મઝદયસ્ની વાસ્ને નહીં મળવે તે ઠેકાણેની દીનને અખ્તયાર કરી બેઠા છે. ખુદ ઈરાનમાં સાસીઅન પડતી પછી કમમાં કમ એક કરોડ મઝદયસ્નીઓ હતા જેઓ ઓછા થઈ વર્ષોની ઉપર સફવી વંશની આખેરી અને કાજર વંશની શરૂઆત સુધીમાં લાખ્ખોની સંખ્યામાં હતા. જેઓ પછી આજે સીર્ફ દસ હજારની સંખ્યામાં રહેવા પામ્યા છે પણ ઈરાન સિવાયની બહારની દુનિયામાં મઝદયસ્ની પ્રજા અને નામ નીશાન ઉપર કહ્યું છે. તેમ ભુલાઈ ગયા છે. દરેઘોખદાતની હાશેમી શહેનશાહતની અમુક વજીરાત અને કોટવાલીઓમાં સાસાની પડતી પછી 1300 વર્ષો પછી ઈરાને નવ થઈ પછી ઈરાનની દીન જે મઝદયસ્ની જરથોસ્તી છે તે ઈરાનમાં જામશે આવી વસ્તુ સ્થિતિ થવા માટે સાસાનીયન શહેનશાહતની પડતી પછીના સૌથી દોઢસો વર્ષે ખાસ દેશાગમન થયું છે.

પડતીના 1300 વર્ષ પછી નવા રાએનીદાર શાહ બહેરામ વરઝાવંદ આવે ત્યાં સુધી તે દેશાગમન ટકે તેવું મુવેદે મુવેદાન રદ અષવન નેરયોસંઘ ધવલે દેમાવંદના સાહેબે દીલાનોની ગેબી મદદથી કરીને હિન્દમાં ગુજરાતના કાઠા પર પારસીઓને તેઓની દીન સાથે ઠરીઠામ કીધા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • બીપીપી કનેકટ

    જેની વાટ જોવાઈ રહી હતી એ માસિક કોલમ, ‘બીપીપી કનેકટ’ શ‚ કરતા ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ થાય છે. બોમ્બે પારસી પંચાયત (બીપીપી)ની હાલ ચાલી રહેલી તથા ભવિષ્યની પ્રવૃત્તિઓ તથા નીતિઓમાં થયેલા થનારા કોઈ પરિવર્તન વિશે કોમને માહિતગાર રાખશે. ગયા મહિને, અમારા વાચકોને આપેલા વચન મુજબ, તમારી લોકપ્રિય વીકલી દરેક મહિનાના પહેલા શનિવારે ‘બીપીપી કનેકટ’ રજૂ કરશે,…

  • Don’t Miss ZTFI’s ANNUAL FEST ’19!

    Known for its comprehensive and consistent philanthropic activities to help sustain the livelihood of the underprivileged of our community with dignity, the Zoroastrian Trust Funds of India (ZTFI) presents its ‘Annual Fest ’19’ (Pg. 8) on the 26th of January, 2019, as its Fund-raiser, to boost and continue its numerous charitable ventures. The Annual Fest…

  • From The Editor’s Desk

    Dear Readers, Any news which shares stories of human interest is always bigger and more impactful. Human interest stories do much more than provide information or keep you updated – these have the power to touch you, change the way you feel, inspire or instigate you into action. With technological advancements over the years, the…

  • PARSI PRIDE BRIGADE

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_color_class=”otw-blue-border” border_style=”bordered” background_color=”#e5fdff”] Parsi Times congratulates and celebrates the success of our fab students and young achievers who have done achieved great success in their academic performances in Board exams across schools and colleges. We are delighted to feature our young, bright sparks who make our community proud!  Do write in to us…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    29 September, 2018 – 05 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન પરેશાન થતા રહેશો. ઘર અને ઘરવાળાથી વધારે પરેશાન થશો. તેઓની તબિયત બગડવાના ચાન્સ છે. શનિને કારણે તમારા મનથી તમે કોઈપણ કામ કરી નહીં શકો. ખૂબ જ મહેનતની બચાવેલા નાણાનો ખર્ચ થઈ જશે. શનિના પ્રકોપને…