અમર ઈરાન

કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન તોડયું છે. હવે જ તે રાજ્યકર્તાને  સઘળો ભરમ જણાઈ આવ્યો. તેણે ડેનિયલને બચાવવાની કોશિશ કીધી પરંતુ તેના દુશ્મનોએ સાફ જણાવ્યું કે મીડીયનોનો કાયદો કદી પણ ફેરવી શકાય નહીં. આથી ડેનિયલને સિંહોના ગુફામાં નાખી, તે ગુફાના મોઢા પર મોટો પથ્થર મૂકી તે પથ્થર ઉપર મોહોર મારવામાં આવી. દારાયવુશે આખી રાત ખોરાક અને ઉંઘ વગર પસાર કધી. પરંતુ સવાર પડતાંજ તે ગુફા તરફ દોડયો અને તેણે મોહોર તપાસી જોઈ ખાત્રી કીધી કે ડેનિયલ ગુફામાંજ હોવો જોઈએ. ત્યાર પછી તેણે મોટે સાદે તેને બોલાવ્યો. તેનો અવાજ સાંભળી ડેનિયલે અંદરથી જણાવ્યું કે હું સહી સલામત છું અને મને સિંહોએ કશું નુકસાન કીધું નથી. આથી રાજ્યકર્તા ઘણોજ ખુશી થયો અને તે ગુફાના મોટા પરથી પથ્થરને દૂર કરાવી તે ધર્મગુરૂને તેણે બહાર કાઢયો

જ્યારે ડેનિયલના શત્રુઓને તેને સહીસલામત જોયો ત્યારે તેઓ ગભરાવા લાગ્યા. તેઓ ખોદાતાલાની ગેબી મદદથી તેઓનો હરિફ બચવા પામ્યો હતો, એમ કહેવાને બદલે કહેવા લાગ્યા કે શહેનશાહ દારયવુશે તેને ગુફામાં નાખવા આગમચ સિંહોને પુરતો ખોરાક ખવડાવી તેઓને તૃપ્ત કીધા હતા કે જેથી તેઓ તેને અડકે નહીં. આવુ તોહોમત પોતાની ઉપર મેળાયાથી શહેનશાહ ગુસ્સે થયો અને તેણે હુકમ કીધો કે સિંહોને તેઓ ખાય તે કરતા વધુ ખોરાક ખવડાવવો. ત્યાર પછી તેણે ડેનિયલના શત્રુઓને તેજ ગુફામાં નંખાવ્યા કે જેથી તેઓની ખાત્રી થાય કે સિંહો ધરાયેલા હોવાથી નથી પણ પરવરદેગારની મહેરબાનીથી જ ડેનિયલનો બચવા થવા પામ્યો હતો. તેઓને ગુફામાં નાખતાંજ સિંહોએ તેઓનો ભક્ષ કરવા માંડયો, અને એ રીતે તેઓ કંગાળ મોતે માર્યા ગયા.

જોસીફસ લખે છે કે જ્યારે દગાથી ડેનિયલનો નાશ કરવા માંગનારાઓ પોતેજ નાશ પામ્યા, ત્યારે શહેનશાહ દારયવુશે સઘળા દેશો પર પત્રો મોકલી ડેનિયલ જે ખુદાની પ્રાર્થના કરતો હતો તે ખોદાની વખાણ કીધી અને જણાવ્યું કે તેજ ફકત સાચો ખુદા છે અને સઘળી સત્તા ધરાવે છે.’ (ક્રમશ)

Similar Posts

  • Letter to the Editor

    ‘We, The Doctors’ A Letter From Doctors of the B.D. Petit Parsee General Hospital  There are only two groups who actually see, know, realize the value, advantages, benefits to the Parsi Community of the B.D. Petit Parsee General Hospital as also the deficiencies and drawbacks of the Hospital from the ground reality position of living…

  • શિરીન

    ‘કદી પણ ડરબી કાસલ યા તો તેની આસપાસની જમીન પર આવતો ના કારણ ફિરોઝ ફ્રેઝરે તુંને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધાછ.’ ‘પણ…પણ કાંય શિરીન, મેં શું એનું બગાડયું?’ પછી શિરીન વોર્ડને તે આખી કહાણી દુખી જીવે પોતાનાં ભાઈને કહી સંભળાવી. પહેલાથી તે આખર સુધીની સઘળી જ બીના તેણીએ જણાવી નાખી કે તે સાંભળતા કેરસી વોર્ડને…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth:[/otw_shortcode_info_box] .January (Lucky No. 19; Lucky Card: Sun): You need to resurface and come out of the situation you are currently confronted with. You know your destiny within – just try and focus on searching the…

  • Farnaz Patel Scores Perfect 10 GPA!

    Farnaz Patel, studying in Mumbai University’s, Alkesh Dinesh Mody Institute for Financial and Management Studies secured the perfect, 10/10 GPA (with an overall CGPA of 8.97 in Human Resource) in her batch, as on 9th November, 2020. Based in Surat, the daughter of proud parents – Daisy and Shahrukh Patel, Farnaz’s MBA subjects were Project…

  • From the Editors Desk

    The Need For Unity Amidst Crumbling Democracies   Dear Readers, It is said, nothing so sharpens one’s appreciation for democracy as bearing witness to its demolition. Recent events across the world have triggered ‘the future of democracy’ as the primary topic for discussion, globally. The past fifteen years have rendered most of us as mute spectators,…

  • હસો મારી સાથે

    મમ્મી: બેટા,  નિશાળમા આજે શુ શીખવાડયું? ચીંટુ: લખતા શીખવાડયું. મમ્મી: શુ લખ્યું? ચીંટુ: ઈ વાંચતા નથી શીખવાડયું. **** દરદી : ડો. સાહેબ મને કાલથી પાતળા પાતળા ઝાડા થાય છે ડોક્ટર: તો થવા દે ને તારે ક્યા એના છાણા થાપવા છે **** જીવનમાં અપ્સરા એક જ મળી… પેન્સિલ…