પરણીયત  નાર તો એક પરી નીકળી આવીે!

તમો દરેકને હું એક હજાર અશરફી આપવા માંગુ છું અને એક હજાર મારી પાસે રાખું છું અને બાકીની ત્રણ હજાર અશરફી મારા ઘરના એક ખુણામાં છુપાવી રાખું છું. એમ તેઓને કહી અમે માલ ખરીદ કીધો અને એક બારકસ આખુ તોલે માંડી તેમાં અમારો માલ ચઢાવ્યો. અમો એક માસની અંદર એક બંદરે સલામત જઈ પહોંચ્યા જ્યાં અમારો માલ ઘણોજ નફાથી વેચાયો. અમારો માલ એટલા તો સારા ભાવથી વેચાયો હતો કે અમારી એકેક અશરફીએ દશ દશ અશરફીનો અમને નફો થયો. ત્યારબાદ આ નવા દેશમાંથી જે માલ મળ્યો તે અમોએ ખરીદ કીધો કે તે અમારે દેશ લઈ જઈ વેચી નાખીએ.

જે વેળા અમો અમારે વતન જવાની વેતરણ કરતા હતા તે વખતે દરિયા કિનારે એક સુંદર પણ ચિથરે હાલ સ્ત્રી મને આવી મળી અને મારા હાથ ઉપર બોસા દેવા લાગી અને મને વિનંતિ કરી કહેવા લાગી કે મને તમારી સાથે લઈ જવો અને તમારી સ્ત્રી કરી રાખો. એવી કાંઈ પણ રીતની ગોઠવણની સામે મે ઘણીએક અડચણો પણ જ્યાં મારૂં દિલ પીગળવાને તેણીએ ઘણીએક અસરકારક તદબીર વાપરી અને મે કહ્યું કે તેની મુફલેસ હાલત પર મારે નેગાહ રાખવી નહીં. પણ તેની ચાલચલન જોવી અને પુરતી ખાતરી કરી લેવી. ત્યારે અંતે હું બીલકુલ હાર્યો તેથી મે તેણીને લાયકનો પોશાક મંગાવ્યો. મેં તેની સાથે કાયદા પ્રમાણે નેકાહ કીધા. તે પછી અમો બન્ને ધણી ધણીયાણી મારા ભાઈઓ સહિત એક વહાણ પર સવાર થઈ હંકારી ગયા.

અમારી સફર દરમ્યાન મારી બાયડીમાં ઘણાક તારીફ લાયક ગુણો મે જોયા તેથી દિનપર દિન તેણીને હું વધુને વધુ ચાહવા લાગ્યો અમે મારા બે ભાઈઓ જેઓએ વેપારમાં મારી મીસાલે ફત્તેહમંદી મેળવી નહોતી તેઓ મારી ચઢતી દશા જોઈ શકયા નહીં અને મારી અદેખાઈ કરવા લાગ્યા, એટલુંજ નહીં પણ મને ઠાર કરવાનો મનસુબો કરવા લાગ્યા, જ્યારે એક રાત્રે અમો બન્ને સુતેલા હતા ત્યારે મને તથા મારી મોહોરદારને ઉઠાવી તેઓએ સમુદ્રમાં ફેંકી દીધા.

પણ ખુદાની લાકડીને અવાજ નથી! ઈન્સાન ઈન્સાનનું ગમે એટલું બુરૂં કરવા માગે છે પણ જો ખુદા તેને બચાવવા માગે છે તો પેલા બુરૂં કરનારનું કાંઈ ચાલતું નથી. તેમ અમોને મારી નાખવાના ઈરાદાથી મારા બન્ને ભાઈઓએ અમોને સમુદ્રમાં ફેકી દીધા પણ મારી પરણીયત  નાર તો એક પરી નીકળી આવી તેનામાં માનવીની શક્તિ કરતા હદથી જ્યાદા શક્તિ જણાય. તેના એક બાલને પણ ઈજા થઈ નહોતી.  પણ તે હાજર ન હતે તો હું ખચ્ચીત મરણ પામતે. જેવો હું સમુદ્રમાં પડયો કે તેજ વેળા તેણીએ મને ઉંચકી લીધો અને ત્યાંથી થોડેક વેગાળાઈ પર એક જંજીરો હતો ત્યાં તેણી મને પોતાની સાથે લઈ ગઈ. એટલામાં આફતાબે પોતાનું ચળકતું તાજ પહેરી, આ જેહાનને સોનેરી રંગનો લેબાશ પહેરાવ્યો અને તમામ ચીજો રોશન કીધી. તે વેળાએ તે પરીએ મને કહી સંભળાવ્યું કે ઓ મારા પ્યારા ખાવિંદ તમે હવે જોશો કે તમે મારી ઉપર દયા લાવી મારી ભલી રીતે સેવા બજાવી તેેનો ઉપકાર હું કહીને માનતી નથી પણ તમારો જાન બચાવી અત્યંત ખુશાલી ભોગવું છું. તમારે જાણવું જોઈએ કે હું પરી છું. જ્યારે તમે હંકારી જતા હતા ત્યારે મે તમને કિનારે જોયા હતા અને તમને જોઈને તમારી તરફ માનભરેલી રીતે ચાલવાનું મારૂં મન થયું, મારી મરજી થઈ કે તમારૂં દિલ કેવું છે તેની પરીક્ષા કરૂં અને તે સબબને લીધે મે જે કંગાળ લેવાશમાં તમે જોઈ હતી તે વેશ મેં ધારણ કીધો હતો.

(ક્રમશ)

Similar Posts

  • TechKnow With Tantra: WPS Office (Word, Docs, PDF, Note, Slide & Sheet)

    WPS Office is a very strong contender for a replacement for Microsoft Office… And it is free – officially! This is the smallest size (less than 37MB) and all-in-one complete free office suite on Android mobile and tablets, integrates all office word processor functions: Word, PDF, Presentation, Spreadsheet , Memo and Docs Scanner in one…

  • Gamadia Girls’ School Conferred ‘Swatch Bharat Abhiyan Award’

    Rotary Club of Mumbai South bestowed the ‘Swatch Bharat Abhiyan’ Award on Bai M N Gamadia Girls High School on 28th September, 2018, for its exceptionally clean and presentable surroundings. The selection of the school was based on ‘Cleanliness Sustainability’, where a surprise audit was conducted. Speaking to Parsi Times about the achievement, Principal, Zarin…

  • લગ્ન બંધન!

    ખુશરૂ અને ખુશનુમાના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. ખોરશેદના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે….

  • હસો મારી સાથે

    પડોશીની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં હસીને પૂછ્યું, અરે તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! ડાહી દીકરીએ જવાબ આપ્યો, આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે…

  • Karani Agiary Celebrates 173rd Salgreh

    The 173rd Salgreh of the Seth Nusserwanji Hirji Karani Agiary’s Atash Padshah Saheb took place on 2nd February, 2020, at Cusrow Baug in South Mumbai. Numerous Zoroastrians attended the prayers and celebrations at the beautifully decorated Karani Agiary, with Panthaky Er. Yazdi Nadarsha Aibara who has dedicated over three decades of his life in service…