દરાજ મટાડવાના સરળ ઉપાયો

શરીરના સાંધાવાળા ભાગો પર તથા ખાસ કરીને ગુપ્તાંગની આસપાસના ભાગો પર દરાજ થઈ શકે છે. આ દરાજનું એક મુખ્ય કારણ ગંદકી છે અને બીજું ખાસ કારણ ચેપ છે! ગમે તે પ્રકારે દરાજ થાય ત્યારે તે ભાગે ખંજવાળ આવે છે અને સહેવાતું નથી. ખંજવાળવાથી દરાજ વધતી રહે છે.
શુધ્ધ સરકામાં રાઈ લસોટી તેનો દરાજ પર લેપ કરતા રહેવાથી ભયંકરમાં ભયંકર દરાજ પણ ધીમે ધીમે મરવા લાગે છે!
બીજો ઉપાય છે લસણનો, લસણને બારીક ઝીણું વાટી ચટણી જેવું બનાવી તેનો જ લેપ દરાજ જ્યાં થઈ હોય ત્યાં કરવો. દિવસમાં બે-ત્રણ વખત આ પ્રયોગ નિયમીત કરવો. દર વખતે લસણ તાજુ જ વાટીને લેપ કરવો. દરાજની ફરિયાદ ઝડપભેર જતી રહે છે.
દરાજ એક ચેપી ત્વચા રોગ છે તેથી કોઈને દરાજ થઈ હોય તો એનાં સ્પર્શ કે કપડાં વગેરે દ્વારા ચેપ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. ફુલાવેલી ફટકડી અને ફુલાવેલો ટંકણખાર સમભાગ લઈ સંઘરી રાખવું. એ ચૂર્ણ સફળ ઔષધ છે. વખતો વખત દરાજને ખંજવાળી લીધા પછી, આ જ ચૂર્ણ દરાજ પર લગાડતાં રહેવાથી દરાજ ઝડપભેર મટવા લાગે છે. આ સરળ ઉપચાર સૌથી સહેલો અને તેટલો જ નિર્દોષ છે.

Similar Posts

  • માંથ્રની બંદગીની ખુબીઓ

    માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક…

  • Caption This – 10th April

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 14th April 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • સકારાત્મક રહો! ખુશ રહો!

    અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે. ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તને ફાંસી દ્વારા મોતની સજા આપી દેવાની છે! ફાંસીમાં તો તું તડપી તડપી ને મરીશ, આમ પણ તારે મરવાનું તો છેજ,પણ આપડા દેશનાં વિજ્ઞાનિકો તારા પર એક પ્રયોગ…

  • જમવાની બાજ તથા તેની તરીકતને લગતો ખુલાસો

    જમીનપર બેસીને જમવાના ફરમાન મુજબ જમવા અગાઉ જમવા બેસવાની જમીનને પહેલા બરાબર સાફ કરીને ઉપર સુતરાઉ સેતરંજી યા સાદરી સાથે ચાર બેવડી ઘડી કરી પાંથરી રાખવી તેમજ આશરે 1 ઈંચ ઉંચા ત્રણ નાના નવા ધોયેલા સાફ પથ્થરો (આશરે ત્રણ ઈંચ સમચોરસ) તેપર ભોનાનો ખુમચો મુકવો ત્યાં મૂકી રાખવા પછી પાદીયાવ કરી યાને હાથ મોઢું ચોખા…