જન્મ તારીખના આધારે ભવિષ્ય

જો તમારો જન્મ જુલાઈની ૦૯મી તારીખે થયો હોય તો…

તમને ધનવાન થવાની અનકે તક મળશે. તમે તમારી જાત મહેનતની પ્રગતિ કરશો. અનેક પ્રકારના જુદા જુદા અનુભવથી તમે ઘડાઈ જશો. તમે કોઈ પણ પ્રકારનો ત્રાસ સહન નહીં કરી શકો તેમ જ સ્વતંત્ર વિચારના હશો. ભવિષ્યનો વિચાર તમે વધુ કરશો. ધીરે ધીરે ગુસ્સા પર તમે કાબૂ મેળવશો. તમે જે કાર્ય હાથમાં લેશો અને ઉત્સાહથી પૂ‚ં કરશો. તમે દૂધમાં સાકર ભળી જાય એ રીતે દરેકમાં ભળી જશો. સગાઓથી મદદ કે માન નહીં મળે. તમને સરકારી કામકાજમાં ફાયદો થશે. તમારાથી પૈસાની બચત નહીં થાય તેમ જ અંગત વ્યક્તિઓથી છેતરાઈ જશો. મોટર, વાહનથી સંભાળું. વડીલો સાથે પ્રેમ હોવા છતાં તેમની સાથે મતભેદ વધુ રહેશે. તમારા શરીરની કાળજી તમે ઓછી લેશો. ઘડપણ માટે પૈસાની બચત કરવી પડશે. તમને શેર ઈન્વેસ્ટમેન્ટથી લાભ થશે. જવાબદારીભર્યા કામો પૂરા કરશો. ગમે તેવી પરિસ્થિતિનો સામનો તમે સમજદારીથી અને હિંમતપૂર્વક કરશો. લગ્ન બાદ તમારો ભાગ્યોદય થશે. તમારી યાદશક્તિ ખૂબ જ સારી હશે. તમને નવી-નવી વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ રહેશે. પરંતુ દરેક ઈચ્છા પૂર્ણ નહીં થાય. તમારા લગ્ન સમયે કોઈ પણ યાદગાર બનાવ બનશે. તમારે ચામડી-ગરમીથી થતા રોગ, સાંધાના દુખાવાથી વિશેષ સંભાળવું પડશે. શુભ રંગ: સફેદ, શુભ નંગ મોતી

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૯, ૧૪, ૧૮, ૨૪, ૨૭, ૩૦, ૩૨, ૩૬, ૪૨, ૪૫, ૪૮, ૫૪, ૬૦, ૬૩, ૬૬, ૭૨, ૭૬.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *