બીપીપી કનેકટ

(ગયા અંકથી ચાલુ)

હિસાબ કિતાબ: બીપીપી આર્થિક રીતે બહુ સધ્ધર નથી. લોકોની ધારણા છે કે બીપીપીની નેટવર્થ હજારો કરોડ ‚પિયાની છે, આ લોકોએ એ સમજવાની જ‚ર છે કે આ મૂલ્ય આપણા બાગ, કોલોનીઓ અને ડુંગરવાડી જેવી સંયુકત મિલકતોનું છે. બીપીપીને રોકડની જ‚ર છે અને બીપીપી અત્યારે સખાવતો, ભાડાં/ સર્વિસ ચાર્જિસ તથા એફડીના વ્યાજ પર ટકી રહ્યું છે. અમે શ‚ કરેલા મોનેટાઈઝેશન ફોર લિક્વિડિટી અજેન્ડા હેઠળ

અ) ભાડૂતો તથા કબજો ધરાવતા લોકો પાસેથી સર્વિસ ચાર્જિસની રિકવરી પારસી/ઈરાની ઝોરાસ્ટ્રિયનો બીપીપી અને વાડિયા ટ્રસ્ટના લાભાર્થીઓ છે, અને ખૂબ જ સબસિડાઈઝ્ડ હાઉસિંગ તેમને મળે છે, જેમાં તેમના દ્વારા અપાતું ભાડું એ એરિયામાં ચાલતા ભાડાના ૧૦૦મા હિસ્સા જેટલું ઓછું હોય છે. ટ્રસ્ટ રિપેરમાં ૫૦ ટકા રકમ પણ ચુકવેે છે. આને કારણે ભાડું/સર્વિસ ચાર્જથી થતી આવક અને કોલોનીના મેઈન્ટેનન્સ ખર્ચ વચ્ચે મોટું અંતર નિર્માણ થયું છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે, ભાડૂતો/ કબજો ધરાવનાર ભાડું તથા અન્ય સર્વિસ ચાર્જિસ ચુકવવા ખરેખર અસક્ષમ હોય તો, બીપીપી આ માફ કરે છે અથવા ઘટાડે છે. બોર્ડે હવે કબજો ધરાવનારાઓ પાસેથી પાણી, વીજળી સિકયોરિટી, ઝાડુવાળાઓ, માળીઓ, પમ્પ મેનના પગાર અને પ્રોપર્ટી ટેકસ જેવી બાબતો માટે નાણાં ચુકવવા કહ્યું છે.

પરિણામ: આ બાબત ભંડોળની અછત દૂર થશે અને નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાશે.

બ) પાર્કિંગ ચાર્જીસમાં વધારો: બોર્ડે એકમતે નિર્ણય લીધો છે કે કોલોનીઓમાં પાર્કિંગ ચાર્જીસમાં વધારો કરવો. અનેક વર્ષો સુધી પાર્કિંગ ચાર્જીસમાં કોઈ વધારો કરાયો નથી અને જે રહેવાસીઓને ગાડી રાખવાનું પરવડી શકે છે, તેમને ઉંચા પાર્કિગ ચાર્જીસ ચુકવવાનું પણ પરવડે એમ છે. કાર્સની મોટી સંખ્યા તથા હાઈ એન્ડ કાર્સ જોતાં પાર્કિંગ ચાર્જીસમાં વધારો ન્યાયી અને જ‚રી છે.

૬) આર્થિક ગળતરને રોકવું અને આવક વધારવી: નવા બોર્ડે દરેક રેવન્યુ અર્નિંગ કોન્ટ્રાકટર્સ અને તકોને ખૂબ જ બારીકીથી ચકાસ્યા છે અને વાર્ષિક આવકનો પ્રવાહ આશરે ‚પિયા ૫૦ લાખ જેટલો વધાર્યો છે. (કૃપા કરી નીચેનું ટેબલ જુઓ) ચેરમેન તરીકે, મારે મારા સાથી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ભજવેલી ભૂમિકાની નોંધ લેવી જોઈએ. તેમણે વચેટિયાઓ (મિડલમેન) દૂર કર્યા છે. મારા બોર્ડમાંના કેટલાક સાથીઓને મારી અપીલ છે કે, તેઓ કેરસીને બિનશરતી ટેકો આપે તથા ભૂતકાળના સંબંધો/ પૂર્વ વફાદારીઓને વચ્ચે લાવી કેરસીના પ્રયાસોને મંદ ન પાડે.

૭) ફેડરેશન ઓફ પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયા (એફપીઝેડએઆઈ)ની ડીફન્કટ અંજુમન કમિટી (ડીએસી)ને સુદ્દઢ બનાવવી ડિફન્કટ અંજુમનની વ્યાખ્યા મુજબ, એ શહેર/ગામ જ્યાં ૧૫થી ઓછા પારસી રહેતા હોય એવી અંજુમનનો તેમાં સમાવેશ થાય છે. છેલ્લા એકાદ-બે વર્ષમાં અનેક શંકાસ્પદ સોદા તથા ફેડરેશનના લોકોના આ પ્રકારના અંજમનોની જમીનને ગેરકાયદે વેચવાના કારસ્તાનો ઉઘાડા પડયા છે. હવે સફાઈ અભિયાન શ‚ થયું છે. સામ ચોથિયા, વલસાડ અંજુમનના ટ્રસ્ટી તથા એક વિશ્ર્વાસપાત્ર, માનવંતા અને સમર્પિત વ્યક્તિને આ મહત્વની કમિટીના વડા તરીકે નીમવામાં આવ્યા છે. આ પારદર્શી ટીમ અંજુમનની મિલકતોના સરંક્ષણ માટે સક્રિય છે.

પરિણામ આશરે ‚ા. ૫૦૦ કરોડની મિલકત હવે બચાવાઈ છે અને જમીનોનું ગેરકાયદે વેચાણ અટકાવાયું છે.

Similar Posts

  • દશેરામાં શમી પૂજનનું મહત્વ

    દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….

  • થોડો સમય કુટુંબ માટે…

    એક પિતા એ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાધ્ધ કરવામાં પાંચ કલાક. તો હું એમ કહું છુ કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરૂં છું. મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ 8 કલાકનો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે…

  • અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

    શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે. ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી…

  • સુખી સ્ત્રી!

    ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ! સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં…

  • |

    રતન ટાટાએ સ્ટાર્ટ-અપ ગુડફેલોનું સમર્થન કર્યું

    સ્ટાર્ટ-અપ્સનું બેકઅપ લેવા માટે જાણીતા ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાએ તાજેતરમાં બીજા સ્ટાર્ટ-અપનું સમર્થન કર્યું છે – ગુડફેલો – જે આંતર-પેઢીને મિત્રતા પ્રદાન કરે છે અને પોતાને કમ્પેનિયનશિપ કંપની કહે છે. શાંતનુ નાયડુ દ્વારા સ્થપાયેલ, જેઓ હાલમાં રતન ટાટાના વ્યવસાય સહાયક છે, ગુડફેલો હાલમાં બીટા પરીક્ષણના તબક્કામાં છે, અને છેવટે વૃદ્ધ લોકોને સાથીદારી પ્રદાન…