શિરીન

‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’

‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી.

‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’

‘ને તેથી જ શિરીન આજે સવારના હું તારી આગળ બધાઓ તને ઈન્સલ્ટ કરતાં હતાં ત્યારે મદદમાં આવી રહ્યો, કારણ એક લેડીને થતું અપમાન હું કદી સાંખી શકું નહીં.’

‘મને નહીં ખબર કે તમારી આંખોમાં હું એક લેડી છું.’

‘દુનિયાની આંખોમાં શિરીન પણ મારી આંખોમાં તું હંમેશની એક ગુલામડી તરીકે જણાઈ આવશે.’

અને એ સાંભળી શિરીન વોર્ડને વધુ જ ઉશ્કેરાઈ જઈ, ગુસ્સા સાથે કહી સંભળાવ્યું ‘એટલા બધા અપમાનો કરી મને દુ:ખી કરી રહ્યા છો તેનાં કરતાં મને મારી જ કાય નહીં નાખતા ફિલ?’

‘કારણ તેમ કરવાથી શિરીન, હું મારાં જિગરમાં ઉત્પન્ન થયેલી કીનાની આગને બુજાવી શકશ નહીં.’

અને એમ બોલી તે ત્યાંથી પોતાના ‚મ તરફ વિદાય થઈ ગયો કે શિરીન વોર્ડનની આંખે તમ્મર આવી ગયા. શા માટે તેણી બહાર ગેલેરી પર આવી હશે? તેનાં કરતા તેણી પોતાની ઓરડીમાં જ આરામ કરતે તો વધુ ઠીક થઈ પડતે.

પણ તે જવાન તેણી આગળ આવ્યો જ શું કામ હશે? પછી તેણીને એક ખ્યાલ આવ્યો તેના હાથમાં એક ચોપડી પકડાએલી હતી ને તેથી કદાચ તે લાયબ્રેરીમાંથી લાવી, પોતાના ‚મ પર વાંચવા જતા તે હદ વચ્ચે તેણીને મળી ગયો હોય એ વાજબી હતું.

પછી થોડીક વાર આરામ લઈ તેણી ફરી છોકરીઓના ‚મમાં નીચે કામ સા‚ં પૂછવા ગઈ કે તે બન્ને બહેનોએ તેને વારી ખાધી. મોટી દિલ્લાએ ગુસ્સાથી નૈન જમાવી પૂછી લીધું.

‘આજે સવારનાં મારા બુટ કેમ નહીં બ્લેન્કો કીધા, શિરીન?’

‘તમારા મધરે મને પાંચ ઓરડાઓ ને રાંધણી ધોવા સોંપેલા હોવાથી મને વખત જ નથી મળ્યો તેથી દિલગીર છું.’

‘એક બુટ બ્લેન્કો કરતા તને કેટલી વાર લાગતે? કાંય નહીં તે પહેલા સાફ કરીને પછી બીજું તા‚ં કામ કીધું? હરામખોર, મફતનો પગાર લેવા ને ખાવા આવી છે.’

ને પછીથી તેણીની નાની બેને પણ ટેકો આપતાં કહી સંભળાવ્યું.

‘આટલો મોટો વગર મહેનતનો પગાર લેતાં પણ તારે શરમાવું જોઈએ. મારા કપડાંબી નથી આજે અસ્તરી કીધા કે ધોયા ને ત્યારે આખો દિવસ શું ધુનતી હતી?’

‘હં…હું હમણા બધું કરી નાખશ.’

શિરીન વોર્ડને ગરીબાઈથી જવાબ આપી દીધો પણ તેણીનું એ ઘાતકી બોલો સાંભળતાં મોત જ થઈ ગયું.

અરે ખુદા, આવો બુરો તેણીનો વખત આયો તેનાં કરતાં મોત કેટલું બધું તેણીને મીઠું લાગતે?’બધું કામ અંતે ખલાસ કરી, મોડી સાંજ પડતાં તેણી ચાલતી એક ઉંચી ટેકરી પર જઈ ચઢી.

ત્યાં એક નાનું મંદિર આવ્યું હતું તે દુ:ખીઓના મંદિર ને નામે ઓળખાઈ આવતું. તેમાં એક નાની પથ્થરની મૂર્તિ હતી કે જેનાં પગ આગળ લોકો નારિયલ ફૂલ ચઢાવી જતાં.

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *