મારા પપ્પા

મારા પપ્પા દરરોજ રાત્રે 9 વાગ્યે મને ફોન કરે જ. એક દિવસ મને થયુ કે આજે હું પપ્પા ને ફોન કરૂં. એટલે મે નવ ને બદલે સાડા આઠ વાગ્યે ફોન કર્યો. મમ્મી એ ફોન ઉપાડયો એટલે મમ્મી સાથે થોડીવાર વાત કરી મે પપ્પા ના સમાચાર પુછયા અને વાત કરાવવા કીધુ.
મમ્મી એ કહયુ કે હમણા જ ઓફીસથી આવ્યા છે અને ફ્રેશ થવા ગયા છે, હુ બોલાવુ છું હમણા…
એટલે મેેં કીધુ કે ના પેલા તમે બન્ને જમી લો, ભુખ લાગી હશે. હુ એક કલાક પછી પાછો ફોન કરૂં છું.
મમ્મી એ કીધુ કે ના વાત કરી લે, એ તારી સાથે વાત કર્યા પેલા કયારેય નથી જમતા. થોડી ક્ષણ માટે મારાથી અવાજ પણ ના નીકળ્યો. હુ ડઘાઈ ગયો કે પપ્પા ને મારા પ્રત્યે આટલો પ્રેમ! કેટલીક વાર આપણાં માતા-પિતા ફકત આપણા અવાજ સાંભળવા જ ફોન કરતા હોય છે. કેટલી એકલતા લાગતી હોય આપણાં વગર એ આપણે ના સમજી શકીયે. એમને દરેક તહેવાર આપણાં વગર જ મનાવવા પડે, પરંતુ આપણેે બધા તહેવાર આપણા મિત્રો સાથે આનંદથી મનાવીયે છીએ. એમના વિશે વિચાર્યા વગર.
આપણી હાજરી માત્ર માતા-પિતા માટે આનંદ દાયક છે, પણ આપણેે એની સાથે નથી રહી શકતા (જુદા જુદા કારણો ને લીધે). જેને લીધે એ મનમાં દુ:ખ અનુભવે પરંતુ એ આપણને કયારેય ખબર ના પડે.
તો આ એક સહેલામાં સહેલી વાત છે માતા-પિતા ને ખુશ રાખવાની. બીજુ કાંઇ ના થઇ શકે એમ હોય તો ફકત નીયમિત વાત કરો એમની સાથે જે એના માટે અમુલ્ય છે અને જીવન જીવવા માટેની તાકાત છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *