બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

18મી જૂન, 2019ને દિને બોમ્બે પારસી પંચાયતના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી માનનીય વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેરજી જામાસ્પઆસા તથા નવસારીના ભાગરસાથ અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી, માનનીય વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોઝ દસ્તુર મહેરજીરાણાની યાદમાં શ્રધ્ધાંજલિ આપવા એક બેઠક બોલાવી હતી.
બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, તેમના ધર્મપત્ની અનાહિતા દેસાઈ, બીપીપીના બધાજ ટ્રસ્ટીઓ આરમઈતી તીરંદાઝ, કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝરીર ભાઠેના, ઝર્કસીસ દસ્તુર અને વિરાફ મહેતા સાથે અસંખ્ય દસ્તુરજીઓ, મોબેદો, બોયવાલા અને લગભગ સાઈઠ જેટલા સમુદાયના સભ્યો બનાજી આતશ બહેરામમાં હમા અંજુમનના જશન માટે સાંજે સ્ટે.ટા. 4.30 કલાકે જમા થયા હતા.
એરવદ અસ્પંદીયાર દાદાચાનજીના નેતૃત્વ હેઠળ અગિયાર ધર્મગુરૂઓએ જશનની પવિત્ર ક્રિયા કરી હતી. બીપીપીના ટ્રસ્ટીઓ દ્વારા જામાસ્પઆસા કુટુંબના શિરીન (મરહુમ વડા દસ્તુરજી, વડા દસ્તુરજી કૈખુશરૂ જામાસ્પઆસાના ધર્મપત્ની) વડા દસ્તુરજી કૈખુશરૂ જામાસ્પઆસા (દીકરો)અને બખ્તાવર (દીકરી) તથા એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીના કુટુંબના સભ્યોને દિલાસો આપ્યો હતો. જશન કર્યા પછી, હાજરી આપનારાઓએ પ્રાર્થના કરી અને ત્યારબાદ સાંજે સ્ટે.ટા. 6.00 કલાકે શ્રધ્ધાંજલિ આપવા શરૂ થયેલી બેઠક માટે બનાજી આતશ બહેરામના એનેક્સે હોલમાં ગયા.
મંચ પરના વકતા હતા બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, વડા દસ્તુરજી કૈખુશરૂ જામાસ્પઆસા, વડા દસ્તુરજી એરવદ કૈખુશરૂ રાવજી, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, એરવદ રામિયાર કરંજીયા, સોલીસીટર બરજોર આંટીયા, એરવદ અસ્પંદીયાર દાદાચાનજી, ફિરોઝ અધ્યારૂજીના, એરવદ પરવેઝ બજાં અને એરવદ બહાદુર સંજાણા.
– ખુશનુમા નેતરવાલા

Similar Posts

  • મેંગો ડીપ

    ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે. સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ. રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા…

  • Republic Day Reminisce: A Festival Of Lights!

    “Twas lights, bright lights all the way, With festivities mixed in the path like mad.” The year was 1950. The day – 26th January. There were celebrations rife everywhere. The Constituent Assembly of India became the Parliament of India, under the transitional provisions of the new constitution, and Dr. Rajendra Prasad became the first President…

  • Of Collectors And Care-Taking

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]If music, like Shakespeare said, is the food of love, Western Classical Music nurtures the Parsi soul! Parsi Times is delighted to bring you our monthly column promoting Western Classical Music by leading connoisseur, Khushroo Suntook, Chairman of the National Centre for the Performing Arts (NCPA). Mr. Suntook re-acquaints you to the joys…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 November, 2018 – 23 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારી સાથે કામ કરનારના મદદગાર બની શકશો. ગુરૂ તમને મુસીબતમાં બહાર નીકળવાનો સીધો રસ્તો બનાવી દેશે. નાણાકીય બાબતમાં ધારશો તેના કરતા વધુ કમાવી શકશો. ફેમિલી પાછળ ખર્ચ કરવામાં કોઈ કસર નહીં…

  • From the Editors Desk

    A Legend Who Will Never Be Forgotten    Dear Readers, On 28th June, 2022, Padma Bhushan Pallonji Shapoorji Mistry – the legendary industrialist, philanthropist, nation builder and one of the tallest feathers in the Parsi cap – breathed his last.  It is said some people are born for greatness and it shows in them from…