દીની દોરવણી: માયા મહેેરબાની માટેનો જગપ્રસિદ્ધ નિયમ

જાણીતા ચીનાઈ ફીલસુફ કોનફ્યુશિઅસના આ શબ્દો છે કે –

“તમો જે કાંઈ બીજાઓ તમારી તરફ કરે તે, પસંદ નહિ કરો, તે તમો પોતે પણ બીજાઓ તરફ ના કરો.”

કોનફ્યુશિઅસ વધુ કહે છે – “એક માણસ જે ચીજ પોતાાના વડાઓમાં નાપસંદ કરતો હોત, તે ચીજ પોતાથી ઉતરતાઓ તરફ તેને કરવા દેવી નહિ.”

મહાભારતમાં નીચલી શિખામણો કહે છે – (ક) “જે રીતે તમો ઈચ્છતા હોવ કે બીજાઓ તમારા તરફ વર્તે તે રીતે તમો બીજાઓ તરફ વર્તો.”

(ખ) “તમો જે ચીજ બાબે ઈચ્છો કે તમારો પડોશી તમારા તરફ નહિ કરે તે ચીજ તમો પણ તમારા પડોશી તરફ ના કરો.”

(ગ) એક માણસ પોતાના પાડોશીઓ તરફ પોતાની માફક જ નજર કરવાથી પોતાની વર્તણુક માટે એક વેહવારૂ કાનુન મેલવે છે.

ફ્રીમેસનોમાં પણ એવી શિખામણ પોતાના પંથમાં નવા દાખલા થનારને દેવામાં આવે છે.

બીજાઓ તરફ માયા મહેરબાનીથી વર્તવાના એ નિયમની ખૂબીનો સાર આ કે, એ નિયમથી તમો જાણે દુનિયા ખરીદી શકો છો. એક લખનાર કહે છે તેમ –

“તમો તમારા હાથો, આંખો, જીગર અને આત્મા તરફ વર્તો તેમ તમો બીજાઓ તરફ અત્યંત સંભાળ અને માયાથી વર્તો. તેઓ એક મોટા હસ્તીતત્વના તમારા જેવા દુ:ખસુખ ભોગવનારા ભાગ હોય તેમ વર્તો.”

દુનિયામાં ઘણા ધર્મો છે. તેઓનાં ધર્મપુસ્તકો તરેહવાર શિખામણ દે છે, પણ એક લખનાર કહે છે તેમ દુનિયાને જે જોઈએ છે તે આ ઉપલા જ કિંમતી વિચારો છે. તે લખનારના શબ્દો નીચે પ્રમાણે છે :-

“ઘણાક દેવતાઓ છે અને ઘણાક ધર્મો છે. ઘણાક માર્ગો છે કે જે ફરતા અને ફરતા ફરે છે. પણ આ ફાની દુનિયાને જે જોઈએ છે તે તો માયા મેહરબાની ભર્યા થવાનું કામ છે.”

હવે આ શિખામણ કે તમારી આજુબાજુનાઓ તરફ એવી રીતે વર્તો કે જેમ તમો ઈચ્છો કે તેઓ તમારા તરફ વર્તે, તે આજુબાજુનાઓ કોણ? નહિ કે ફક્ત તમારા માણસ જાત જ, પણ પ્રાણી માત્ર, તમારા ગોસફંદો અને તમારી કુલે જાનદાર પેદાયશ – નાની કીડીથી તે મોટા હાથી સુધીની સર્વ જાનદાર પેદાયશ. એ સર્વ જાનદાર પેદાયશ તરફ માયા મેહરબાની દેખાડવી, તે જાણે ખુદાતાલાની નકલ કરવા બરાબર છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 October, 2018 – 26 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈના ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. ઉતરતી દિનદશા નાની માંદગી આપી શકે છે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો, નાની વાતમાં મતભેદ પડતા જશે. શનિનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 December – 16 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા સારા વિચારો તમે આગળ લઈ જવામાં મદદગાર થશે. ગુરૂની કૃપાથી તંદુરસ્તીમાં સારો સુધારો થતો રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારા સેલ્ફકોન્ફીડન્સથી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી થોડીક બચત કરી શકશો. દરરોજ ‘સરોશ…

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…

  • સમુદાયમાં કોવિડથી થયેલા મરણ

    ભારતમાં કોરોનાવાયરસ રોગચાળો (માર્ચ 2020)થી શરૂઆત થયા પછી ઓછામાં ઓછા સમુદાયના 178 સભ્યોનું નિધન થયું છે. ભારતના 11 મોટા સ્થળોએ નોંધપાત્ર પારસી વસ્તી અસ્તિત્વમાં છે, ત્યાંથી પારસીયાનાએ મૃત્યુના આંકડા સંકલિત કર્યા છે. બોમ્બેમાં 105 મૃત્યુ નોંધાયા છે, જે વરલી પ્રેયર હોલથી મેળવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં કોવિડ -19 પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા….

  • ટેન ડિગ્રી ચેનલને ક્રોસ કરનાર પ્રથમ કાયકર તનાઝ નોબલ ઇતિહાસ બનાવે છે:

    તનાઝ કે. નોબલ, પોર્ટ બ્લેરના કાયકર, ‘કેનકિંગ’ દ્વારા લિટલ અંદમાન અને કાર નિકોબારની વચ્ચે સ્થિત ‘ટેન ડિગ્રી ચેનલ’ પાર કરનારા પ્રથમ કાયકર બનીને ઇતિહાસ રચ્યો છે. તનાઝે ટેન ડીજી ચેનલમાં 118 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, તે 3 માર્ચ, 2020 ના રોજ સવારે 5:10 વાગ્યે હટબેથી શરૂ થઈ હતી જે બપોરે 3:00 કલાકે ટેન ડિગ્રી ચેનલની…

  • કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

    શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી. એક દિવસ સવારે દાદરો ઉતરતી…