અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

પેલો વજીર શાહના હુકમ મુજબ પેલી યુનાની સ્ત્રી બબરચણ પાસે તે માછલાં લઈ ગયો અને તેને હવાલે કરી બોલ્યો કે “આ માછલાં જે સુલતાનને નજર કરવામાં આવ્યા છે તે લેવો. તેઓએ ફરમાવ્યું છે કે એને સાફ કરી પકાવો!” ત્યારબાદ તે પોતાના સાહેબ સુલતાન પાસે પાછો આવ્યો. સુલતાને ફરમાવ્યું કે “માછીને ચારસો સોનેરી અશરફી આપો.” આ સાંભળી વજીરે કહ્યું કે, “નામવર સુલતાન ચાર મચ્છી માટે ચારસો અશરફી અપાવશો તો એ રીતે તો ખજાનો ઘણો જલદી ખાલી થશે” આથી સુલતાને કહ્યું કે “ત્યારે કેટલી આપવી સજાવાર છે?” વજીરે કહ્યું કે “ચાળીસ પુરતી છે” સુલતાને કહ્યું જે “હું ચારસો અશરફીની હુકમ કરી ચુક્યો હું માટે તે કેમ ફેરવું?” દુરઅંદેશ વજીરે વિચાર કરી ખોલાસો કીધો જે “તમો સાહેબ એને પુછો કે મચ્છી નર છે યા માદા? જો એ કહે કે ‘નર છે’ તો માદા મંગાવો અને માદા કહે તો નર મંગાવજો. એટલે થશે એમ કે એનાથી બેમાંની એક પણ લાવી શકાશે નહિ જેથી તમારે બોલ પણ હેઠો પડશે નહિ.” આવી શાહે માછીને તે પ્રમાણે પુછ્યું જેનો જવાબ લગાર વિચારીને તે માછીએ આપ્યો કે “નામવર પ્રજાપાળ, આ મચ્છી “ખુન્સા” છે.” આથી વજીર ચાંઈ થઈ ગયો અને શાહ તો એટલો બધો હસવા મંડી ગયો કે કાંઈ બોલવે વાત નહી. આખરે શાહે ચારસોને બદલે આઠસો અશરફી તે માછીને આપવાનો હુકમ કીધો. આ સાંભળી વજીરે તે માછીને આઠસો અશરફી આપી. તે માછી, જેને નાણાની એવડી મેટી રકમ સામતી પોતાના ભવમાં કદી દીઠેલી ન હતી તે, એ રકમ મળેલી જોઈ ઘણોજ ખુશી થયો અને આ સઘળા બનાવને એક સ્વપ્ના સરખો ગણવા લાગ્યો. પણ તે રકમતો ખરેખરી તેના હાથમાં આવી હતી તેથી તે લઈ પોતાને ઘરે ગયો અને પોતાનાં ગરીબ બાળકોને તથા કુટુંબને માટે સારો જેવો ખોરાક લાવ્યો.

શેહેરાજાદીએ કહ્યું કે મારા ખાવિંદ હવે સુલતાનના બબરચીખાનામાં જે બનાવ બન્યો તેનો મારે કાંઈ ખોલાસો કરવો જરૂર છે. ત્યાં મોટો ઘભરાટ ઉઠયો અને સર્વે કોઈ મોટી અડચણમાં આવી પડ્યાં. પેલી યુનાની બબચણને માછલાં સમારીને વાસણમાં તેલ રેડી તળવા નાખ્યા. જ્યારે તેણીએ જોયું કે એક બોરદુ પુરતી રીતે તળાઈ ત્યારે તેણે બીજી બોરદુરથી ઉલટાવી તળવા માંડી. એ કામ કરે શું કે તેજ વેળા તે બબરચીખાનાની દિવાલો ફાટવા લાગી અને તેમાંથી એક સુંદર અને દબદબા ભરેલી શિકલની અફસરા નીકળી આવી. તેણીએ સાટીનનો લેબાસ પહેરેલો હતો, જે મીસરી લોકોની રીતભાત પ્રમાણે  ચિકનના ફુલોથી શણગારેલો હતો. તેના કાનમાં એરીંગ અને ગળામાં મોતીની માળા અને હાથે સોનેરી જડતની તમામ મોતીની પોહોંચી પેહેરેલી હતી. તેના હાથમાં સોપારીના ઝાડની એક ડાંગળી હતી. તેને બબરચીકાનામાં આવી ઉભેલી જોઈને બબરચણ હેરત પામી અને એક સ્થંભની પેડે સ્થીર થઈ. તે સ્ત્રી તે માછલાનાં વાસણ આગળ ગઈ અને એક માછલાને લાકડી મારી તે બોલી કે “રે માછલા! માછલાં! તમે તમારી ફરજ પાળો છો કે નહિ?” તે માછલાંએ એક શબ્દ વટીક કહાડ્યો નહી. તે સવાલ ફરીથી તેણીએ પુછ્યો. ત્યારે તે ચારે માછલાં ઉભા થયાં અને સાફ રીતે બોલ્યાં કે ‘હા, હા, જો તમે ગણશો તો અમે ગણીશું, જો તમે તમારૂં ફરજ અદા કરશો તો અમે અમારૂં કરશું. જો તમે નાસી જશો તો અમે ફત્તેહ પામશું અને સંતોષ પકડશું.” આ શબ્દો માછલાંઓ બોલતાંને વાર તે અબળાએ તે વાસણ ઉંધું વાળ્યું અને તે દિવાલમાં પાછી દાખલ થઈ તેજ વેળા તે ચણાઈ ગઈ તે એવી રીતે કે કદી તે ફાટેલીજ ન હોય!

જ્યારે તે બબરચણ હોશમાં આવી ત્યારે ચુલામાં પડેલા માછલાંને ઉંચકવા ગઈ પણ તે એટલા તો બલી જળીને કોલસા સરખા થયલાં હતાં કે સુલતાનને જમવા લાયક નજર આવ્યાં નહીં. આ બનાવથી તે મોટા દુ:ખમાં પડી અને ઝાર ઝાર રડવા લાગી. તે બોલી કે “અફસોસ! મારૂં શું થશે? મેં જે કૌતક મારી નજરે જોયું છે તે જ્યારે સુલતાનને કહીશ ત્યારે તે મારી વાત કદી માનનાર નથી અને મારી ઉપર કેટલો ગુસ્સે થશે તે હું કહી શકતી નથી.”

તે બબચરણ આ આપદામાં પડી હતી તેવામાં વડો વજીર આવી લાગ્યો અને પુછવા લાગ્યો કે “માછલી તૈયાર થઈ કે નહીં?” જે કોઈ બનાવ બન્યો હતો તે સઘળો વિગતવારે તેની આગળ તે બબરચણે કહી સંભળાવ્યો. તે સાંભળી તે વજીર ઘણોજ અચરત થયો, પણ તે વિષે તેણે સુલતાનને કાંઈ પણ જણાવ્યું નહીં. તે માછલી તેની આગળ લાવી ન મેલ્યાનો કાંઈ બીજે સબબ સુલતાનને સમજાવ્યો જેથી તે રાજી થયો. ત્યાર પછી વજીરે પરભાયો તે માછીને બોલાવ્યો અને કહ્યું કે “જેવી ચાર માછલી તું પહેલાં લાવ્યો હતો તેવીજ બીજી ચાર માછલી લાવ! કારણ કે કાંઈ અકસ્માતને લીધે સુલતાન આગળ તે મેલવાને બન્યું નથી.” તે માછીએ એક દિવસમાં બે વાર જાળ નહીં નાખવાની પોતા પર મેલેલી બંદીની વાત વજીરને કહી નહી પણ કહ્યું કે “તે માછલાવાળું તળાવ મેહેલથી ઘણેક દુર છે તેથી તેને તે દિવસે કાઈ માછલી મળશે નહીં પણ બીજે દિવસે લાવી આપીશ.”

(ક્રમશ)

Similar Posts

  • દીની દોરવણી: ‘ફરજ’ ચપળ નેકીઓનો ખ્યાલ આપે છે

    ફરજ ગુજારવાનો આવો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે શાંત નેકીઓથી સંતોષ પામવાનું નથી, પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. હું હાથમાં માળા લઈ જપ કર્યા કરૂં, સાચ્ચું વમાસું, સાચ્ચુ બોલું, સાચ્ચાં કામો કરૂં, કોઈને દુ:ખ દેઉં નહિ; એ સર્વ અલબતે ભલી જીંદગીના કામો છે, પણ તે પુરતાં નથી, તે સંપુર્ણ નથી, તે જીંદગીને…

  • દસ્તુરજી ડો. માનેકજી નસરવાનજી ધાલ્લા

    સૃષ્ટિ (સર્જન) તમારી દિવ્ય ભલાઈનું મુક્ત કાર્ય છે, અહુરા મઝદા! જ્યારે કશુંય નહોતું, ત્યારે તમે એકલા તમારી ઉત્કૃષ્ટતાની આત્મનિર્ભરતામાં વસતા હતા. તમે અમેશા સ્પેન્ટાઓના, અને યઝદોના પિતા છો, અને ફ્રવશિશ પણ તમારા જ છે. તમે જ બહેશ્તી આલમને પ્રકાશથી (તેજ) આચ્છાદિત કરી છે અને તમે જ ધરતી અને પાણી તથા છોડવા અને જનાવરો તથા મનુષ્યનું…

  • શિરીન

     ‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને…

  • મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

    નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને…

  • અમર ઈરાન

    કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન…