પાદશાહ કેરસાસ્પ

અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા‚ તથા ધાડપાડુઓને મારી નાખી પ્રજાને રાહત આપી હતી. ‘ઉચ્વાક્ષય’ નામનો અને એને એક ભાઈ હતો ફારસી લેખકો મુજબ અસ્ત્રતનો છોકરો હતો. જે જમશેદની ઔલાદથી ઉતરી આયો હતો. અવસ્તા પ્રમાણે ‘થ્રીત’નો છોકરો હતો. જે થ્રીત સામનો છોકરો હતો. સામ તે કેરસાસ્પ પહેલવાનનો બપાવો થતો હતો. અવસ્તા મુજબ ૯૯૯૯૯ ફવષિ કેરસાસ્પના કાલબુદની પાસબાની કરે છે ફારસી લેખકોના લખાણ મુજબ કયામતના દિવસે પહેલવાન દેમાવંદ પહાડ પર કેદ કરેલા ઝોહાકને મારી નાખશે બુન્દહિશ્ના આ કથનને ટેકો આપે છે

Similar Posts

  • હસો મારી સાથે

    મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે. *** ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…

  • તંદુરસ્ત રહેવા માટે એક આમળાની આકાશવાણી!!

    મને ઈંગ્લીશમા ઘુસબેરી કહે છે, મેં કોઈ દિવસ ઘુસ લીધી નથી તોય ઘુસબેરી કેમ કહે છે આ ધોળિયાઓ?? ભારતના ઋષિ-મુનીઓએ મને આયુર્વેદમાં પહેલા સૌથી પાંચ મહત્ત્વના ઔષધમા સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર હેર ઓઈલ બનાવવા તરીકે થાય છે!! આ માથાના વાળે બહુ તપ કરીને વરદાન માંગ્યું…

  • સંજાણનો કીર્તિ સ્થંભ

    પારસીઓ ઈરાનથી ભારત આવેલા તેને લગભગ તેરસો વર્ષ થયા છે. સંજાણમાં આવેલા કીર્તિ સ્થંભની 16-11-2017ને દિને સોમા વર્ષની ઉજવણીનું જશન-જમણ થનાર છે તે પ્રસંગ અનુરૂપ હું સંજાણના કીર્તિ સ્થંભ વિશે વાંચવા લાયક માહિતી આપું છું. આ કીર્તિ સ્થંભ સંજાણ સ્ટેશનથી ત્રણ ફલાંગ દૂર ડાબા હાથની સડક પર આવેલો છે. આ કીર્તિ સ્થંભ સંજાણ નદીનો પુલ…

  • બહુમૂત્રમાં તલ-અજમો

    વારંવાર અને વધુ પ્રમાણમાં પેશાબ થતો રહે તેને બહુમૂત્ર કહે છે. આ ફરિયાદ હોય છે ત્યારે, વ્યક્તિ અનેક પ્રકારે હેરાન પરેશાન થઈ રહે છે. આ ફરિયાદ હોય ત્યારે વ્યક્તિ પેશાબ રોકી પણ શકતી નથી અને મૂત્રેચ્છા થાય કે તરત તેણે મૂત્રત્યાગની ક્રિયા કરવી જ પડતી હોય છે. બે ભાગ તલ અને એક ભાગ અજમો લઈ…

  • ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ…

  • પારસી નાટક તખ્તાની ત્વારીખ

    પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો. આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું…