કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ ‘માહેતમ મહેલ’માં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે તે તરફથી તે ઈમારત તથા કિલ્લા વચ્ચે આવજાવ કરવાનો રસ્તો છે. હું તમને ચોકકસ કહી શકતો નથી કે તે જાદુગર કિલ્લાના કયા ભાગમાં વસે છે પણ દરરોજ સુર્ય ઉગતાં મને માર માર્યા પછી તે કબર આગળ જાય છે. તે પોતાની સાથે હમેશ એક જાતનો શરાબ લાવે છે અને તેથી કરીને તે નાપેકાર સિધી જીવતો રહે છે અને જે વખતથી તે જખમી થયો છે તે વખતથી તેણે જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો માટે તે સ્ત્રી ઘણી તદબીરો તથા ઉપાય કરવા દરરોજ ત્યાં પોતાનો વખત ગુજારતી હશે.’ મહેલો, મંદીરો, મસ્જીદો, જાહેર મકાનો તથા બજારો એ સંધાને પાયમાલ કરી નાખી ત્યાં એક સરોવર ઉત્પન્ન કરી મેલ્યું છે. અને તમે જોયું હશે કે આ દેશને એક બિયાબાન જંગલ કરી નાખ્યું છે. તમે તે તળાવમાં જે ચાર જુદા જુદા રંગના માછલા જોયા તે ચાર જુદા જુદા ધર્મ પાળનારા લોકોની પ્રજા હતી તે પ્રજામાંથી મુસલમાન લોકોને સફેદ માછલી કરી નાખી, ઈરાની લોકોને લાલ રંગની તથા ક્રિશ્ર્ચિયન લોકોને આસમાની રાતી અને યાહુદી લોકોને પીળા રંગની માછલી કરી નાખી. જે ચાર નાના ડુંગરો છે તે ચાર ટાપુ હતા અને તે ઉપરથી કાળા ટાપુનું નામ અવ્વલ મળ્યું હતું. તે જાદુગરણીએ સઘળી બિના મને પોતાના ગુસ્સાના બાહરમાં કહી હતી. પણ તેણીનો ગુસ્સો હ્યાંજ અટકતો નથી. મારા રાજપાટનો નાશ કરવામાંજ તેનું વેર ઘરાયું નથી કારણ કે દરરોજ મારી પાસે આવી ગોધાના ચામડાના ચાબુકથી સો સો ફટકા મારા શરીર પર તે મારે છે અને દરેક ફટકા એટલા તો જોરથી મારે છે કે તેથી ચામડીમાંથી લોહી ખેંચી કાઢે છે. એટલી સખત સજા કરી રહ્યા પછી બાળ સાથનું હલકુ બકરાનું ચામડુ તે મારા શરીર પર ઢાકે છે અને તેની ઉપર કિંમતી સોનેરી કસબનો ઝભો નાખે છે જે મને આબરૂ આપવા માટે નહીં પણ મને ખિજવવાને માટે કરે છે.’
તે કાળા ટાપુનો જવાન રાજા એટલું બોલ્યા પછી આંખમાં આંસુ લાવી રોવા લાગ્યો તેથી સુલતાનનું દિલ એટલું તો દુ:ખાયું હતું કે તેને તે કાંઈ પણ દિલાસો આપી શકયો નહીં. ત્યારબાદ તે જવાન શાહજાદો આસમાન તરફ પોતાની આંખો કરી બોલ્યો કે ‘સર્વ ચીજોનો બળવંત પેદા કરનાર! તારા હુકમને તથા તારા તમામ કામને હું શરણ થાઉં છું. જ્યારે તું સાહેબની મરજી છે ત્યારે હું મારી પર પડતું દરેક દુ:ખ ધીરજથી ખમું છું. તો પણ હું ઉમેદ રાખું છું કે તેનો બદલો કોઈબી દિન તારી બેહદ મહેરબાનીથી મને મળી જશે. આ અરચતી ભરેલી હકીકત સાંભળીને તે સુલતાનને ઘણુંજ લાગ્યું અને તે કમનસીબ રાજા ઉપર પડેલી જફાનું વેર લેવા તે આતુર થયો.
(ક્રમશ)

Similar Posts

  • Republic Day Reminisce: A Festival Of Lights!

    “Twas lights, bright lights all the way, With festivities mixed in the path like mad.” The year was 1950. The day – 26th January. There were celebrations rife everywhere. The Constituent Assembly of India became the Parliament of India, under the transitional provisions of the new constitution, and Dr. Rajendra Prasad became the first President…

  • શેહરેવર પરબ – દૈવી શક્તિ અને ધાર્મિક શક્તિની ઉજવણી

    શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય) એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય પ્રભુત્વ’ નું પ્રતિનિધિત્વ કરે છે. તે ધાતુઓ અને ખનિજો પર અધ્યક્ષતા કરતા અમેશા સ્પેન્ટા છે. શેહરેવરના ગુણો અને શક્તિ છે અને શેહરેવર આ બંને ગુણોનો ઉપયોગ આ વિશ્ર્વમાં શાંતિ અને અહુરા મઝદાની ઇચ્છનીય પ્રભુત્વ લાવવા ન્યાયથી કરે છે. ‘શ્રેષ્ઠ શાસન’ માટે…

  • Jasvi’s Numero – Tarot Predictions

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot readings.[/otw_shortcode_info_box] January (Lucky No. 3; Lucky Card: Empress): An excellent start to the month for people, especially ladies, born in the month of January. You are in a position of authority and power. Your month will be filled with contentment,…

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…

  • Significance Of The Winged Human-Headed Bull

    Ever since Iranshah has been re-enthroned in the recently repaired and renovated main building at Udwada, there has been fresh interest in understanding the significance of the winged, human-headed bulls that guard the entrance of the sacred Atash Bahram. One also finds winged human-headed bulls at the entrance of the Boyce Agyari at Tardeo, Maneckji…

  • શાહ ઝેનાની ઓરત બેવફા નીકળી!

    શાહ ગુસ્સાથી ગાંડો થઈ બખાર્યો કે અફસોસ હજુરતો મે સમરકંદમાંથી મારૂં કદમ પણ ઉઠાવ્યું નથી તેટલામાં આ બેવફા ઓરતે પોતાના ખાવિંદથી સરફેરવ્યું ને એક કમીના ગુલામને પોતાનો પ્યાર આપવાને હિંમત કીધી છે તેથી એ બન્ને નાકાપોને તેઓના કરતુકતની સજા કરવી સજાવાર છે એમ બોલીને પોતાની આબદાર શમોર કહાડી એકજ ઝટકે તે બે પાપીઓના તનના ચાર…