વિસ્પી ખરાદીએ એક મિનિટમાં ગળા વડે 21 લોખંડના સળિયા 90 ડિગ્રી બેન્ડ કર્યા

સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કુડો વર્લ્ડ ટુર્નામેન્ટમાં બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર હાજરી આપશે. આ સ્પર્ધામાં દેશ વિદેશમાંથી 5 હજાર કરતા વધુ કુડો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચનો અને મોસ્ટ આર્યન રોડ્સ બેન્ડ ઈન 1 મિનિટના બે વર્લ્ડ રેકોડ સુરતના નામે થયા હતા.
બુધવારે સાંજે ઈન્ડેર સ્ટેડિયમમાં વિસ્પી ખરાદી અને તેની ટીમ દ્વારા કુડો સ્પર્ધાની સાથે બે નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. વિસ્પી ખરાદી ગરદન વડે એક મિનિટમાં 900 ગ્રામ વજનના અને 1 મીટર લાંબા 21 લોખંડના સળિયા 90 ડિગ્રી બેન્ડ કર્યા હતા. ભૂતકાળમાં રશિયન ખેલાડીનો 12 સળિયા બેન્ડ કરવાનો રેકોર્ડ હતો. વિસ્પીએ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સ્પર્ધામાં બીજો રેકોર્ડ મોસ્ટ લેયર્ડ નેલ બેડ સેન્ડવીચ સ્ટંટ કરવામાં આવ્યો હતો. વિસ્પી, જેકી, અબુબકર, ભાવેશ, ખુશરૂ, જમશેદ, મનન, ડરાયસ અને રમીઝ વગેરે યુવકો 5600 ખીલાની 9 લેયરની પથારી પર જોખમી સ્ટન્ટ કર્યો હતો. તેઓ પીઠ અને છાતીના ભાગે ખીલાની પથારી મૂકીને એકબીજા પર સૂઈ ગયા હતા. આ દુનિયાનો સૌથી જોખમી સ્ટંટ છે. તેણે 2017માં 8 લેયરની નેક બેક સેન્ડવીચ બનાવી હતી. 9 લેયરની સેન્ડવીચ બનાવીને પોતાનો રેકોર્ડ તોડયો હતો.
– સૌજન્ય: સંદેશ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *