બેડ રિડન બહેન સાથે કરેલ છેતરપીંડી માટે ફિઝીયોથેરાપિસ્ટ વિરુદ્ધ એફઆઈઆરની નોંધણી

મુંબઈ સ્થિત થ્રિટી પીઠાવાલાના મૃત્યુના દોઢ વર્ષ પછી તેમની બહેન સિલુ ભગવાગરે ફિઝિયોથેરેપીસ્ટ ડો. ડી. ખાન જે તેમની બહેન થ્રિટી પીઠાવાલાની ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તેમણે દાગીના અને ફન્ડ રિલેટેડ ડ્રોકયુમેન્ટ જે 1.13 કરોડ જેટલા હતા તે ચોર્યા છે તેવી એફઆયઆર 77 વર્ષના સિલુ ભગવાગરે ગામદેવી પોલીસ ખાતે કરી હતી.
સિલુએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, પતિના મૃત્યુ પછી, થ્રિટી 1988 થી તેના મહાલક્ષ્મી નિવાસસ્થાન પર રહેતા હતા તેઓ 2016માં પડી જવા પછી સર્જરી કરાવી હતી. તે સરખી રીતે ચાલી શકતા નહોતા અને તેમની તબિયત વધુ ખરાબ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપી ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા તેમને સારવાર મળી હતી. બાદમાં, આરોપી ફિઝીયોથેરાપીસ્ટે તેમને ઘરે વીઝીટ આપવા માટે જણાવ્યું. સારવાર દરમ્યાન મે, 2018માં, થ્રીટી બાથરૂમમાં પડી જતા તા. 4થી જૂન, 2018ના રોજ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
પોતાની ફરિયાદમાં, ભગવારે આરોપ લગાવ્યો હતો કે તેણીના બહેનનાં ઘરની મુલાકાત લેતાં ઘણી કિંમતી વસ્તુઓ ગુમ થઈ હતી. ભગવાગરે દાવો કર્યો હતો કે ફિઝીયોથેરાપિસ્ટ ડો. ડી. ખાન નિયમિતપણે તેમની બહેનના ઘરની મુલાકાત લેતા હતા અને તેમનો વિશ્ર્વાસ મેળવી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઝવેરાતની ચોરી કરી હતી તથા ડી. ખાને તેમની બહેનના એટીએમ કાર્ડનો ઉપયોગ પણ કર્યો હતો.
થ્રીટી પીથાવાલા વીપી અને બોમ્બે ચેપ્ટર ઓફ ધ ઓહારા સ્કુલ, (ફ્લોરલ એરેન્જમેન્ટની જાપાની કળા) ઈકેબાનના વીપી અને સ્થાપક સભ્ય હતા. જાપાનની ઓહારા સ્કૂલમાંથી ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવનાર તે કેટલાક મુંબઇકરોમાંના એક હતા.
– મુંબઈ મીરરના સૌજન્યથી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *