જીયો પારસી દ્વારા સમુદાયમાં 233 નવા પારસી બાળકોનું આગમન

6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ના રોજ, કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી, મુખ્તાર અબ્બાસ નકવીએ, ‘જીયો પારસી’ યોજના અંતર્ગત, ભારતના પારસી યુગલોમાં જન્મેલા 233 બાળકો વિશે, લોકસભાને માહિતી આપી હતી, જેનો હેતુ પારસી સમુદાયમાં ઘટતી સંખ્યાને પકડવાના પગલાઓને અમલમાં મૂકવાનો હતો. નકવીના જણાવ્યા અનુસાર, આ યોજના પર અત્યાર સુધીમાં 14 કરોડનો ખર્ચ થયો છે. ટીએમસીની માલા રોયના એક પ્રશ્ર્નના જવાબમાં, પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સમજાવ્યું કે, યોજના હેઠળ, સરકાર જિયો પારસી દ્વારા, સહાયિત પ્રજનન તકનીકીઓ માટે પારસી યુગલોને આર્થિક સહાય કેવી રીતે પૂરી પાડે છે. આર્થિક સહાય ઉપરાંત યોજનામાં પ્રજનન, લગ્ન અને કુટુંબ જેવા વિષયો પર યુગલોની પરામર્શ પણ શામેલ છે. આ યોજના ચાઇલ્ડ કેર સપોર્ટ, વૃદ્ધોને બાળકોની સંભાળ અને સહાય માટે વરિષ્ઠોની મદદ પણ પ્રદાન કરે છે. વૃદ્ધો માટે સબંધોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં રિલેશનશિપ મેનેજમેન્ટ, પેરેંટિંગ વગેરે અંગેની વર્કશોપનો સમાવેશ થાય છે.
જીયો પારસી યોજના પર અત્યાર સુધી ફાળવવામાં આવેલા અને ભંડોળના સંદર્ભમાં, નકવીએ જણાવ્યું હતું કે કુલ 19 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી રૂ.10.08 કરોડ યોજના માટે વર્ષ 2013-2014થી 2019-2020 સુધી જાહેર કરવામાં આવ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *