હસો મારી સાથે
પતિ અને પત્ની ભયંકર રીતે ઝગડી રહ્યા હતા. ત્યાં પડોશણે તેના ઘરમાં ગીત વગાડ્યું.
કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ કોઈ છોડ દે. તબ તુમ મેરે પાસ આના પ્રિયે. મેરા ઘર ખુલા હૈ ખુલ્લા હી રહેગા. એકદમ ઘરમાં સન્નાટો છવાઈ ગયો..! ઝગડો એકાએક પૂરો થઈ ગ્યો..! પત્ની ફટ કરતી ઉઠી, બારી બારણાં બંધ કરી નાખ્યા. પતિ પરમેશ્વર માટે હાઈકલાસ આદુ વાળી ચા બનાવવા ચાલી ગઈ..!!
