પૈસા વાપરતા પહેલાં કમાતા શીખીએ

દાનેશ અને રશના એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં દાનેશે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને પોતાનીે મોટી ફેક્ટરી ઊભી કરી હતી, પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. પૈસાની કોઈ કમી નહોતી પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુ:ખ બાકી રહ્યું હતું. તેને કોઈપણ સંતાન હતું નહીં. પંરતુ જીયો પારસીની મહેરબાનીથી વર્ષો પછી આખરે આ કપલને ત્યાં એક દીકરાનો જન્મ થયો.
દાનેશ અને રશ્ના ખુશ ખુશ થઈ ગયા હતા. દાનેશ તેના દીકરાનો ખૂબ જ ધ્યાન રાખતા હતા તેમણે તેમના દીકરાનું નામ પીરાન રાખ્યું, પીરાનના જીવનમાં કોઈ પણ જાતની કમી ન રહે તે માટે તેઓએ બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. ધીમે ધીમે પીરાન મોટો થવા લાગ્યો પરંતુ દાનેશે તેને વધુ પડતા લાડકોડથી સાચવ્યો હતો એટલે થોડી તેના પર ખરાબ અસર પડવા લાગી અને તે પૈસા વાપરવામાં એકદમ ઉડાવ છોકરો બની ગયો. અને જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની ફરમાઇશ પણ વધતી ગઈ અને દાનેશે ખર્ચ માટે જે વાપરવા આપતો તે પૈસાને તે પાણીની જેમ વાપરતો.
દાનેશ આ બધું જોઈ રહ્યા હતા અને તેને મનોમન વિચાર્યું કે દીકરાને હાલમાં રૂપિયાનું મૂલ્ય કંઈ લાગતું નથી, જીવનમાં તેને રૂપિયાનું મૂલ્ય શું હોય છે તે સમજવું જ પડશે અને આ સમજણ મારે જ તેને આપવી પડશે નહીંતર પીરાન ભવિષ્યમાં બધી જ મિલકત અને સંપત્તિ ખોઈ બેસશે.
તેને ઘણા વિચાર કર્યા પછી એક દિવસ પીરાનને પોતાની પાસે બોલાવ્યો અને બેસાડી અને કહ્યું કે દીકરા તને આજે મારે એક વાત કહેવી છે કે હું અત્યાર સુધી મારી જિંદગીમાં જેટલું પણ કમાયો છું એ બધી સંપત્તિ તારી જ છે. મારે તું એકનું એક સંતાન છો એટલે મારે એ સંપત્તિ તને જ સોંપવાની છે. પરંતુ હા આના માટે મારી એક શરત છે કે જો તુ આ રૂપિયા ને લાયક બનીશ તો જ તને આ રૂપિયા અને મારી સંપત્તિ મળશે નહીંતર હું બધી જ સંપત્તિ દાનમાં આપી દેવા ઇચ્છું છું. પીરાને કહ્યું હું કઈ રીતે સાબિત કરી શકું કે હું આના માટે લાયક છું કે નહીં?
એટલે તેને દાનેશે તેના દીકરા પીરાનને જવાબ આપ્યો કે તું તારી રીતે મહેનત કરીને મને 1000 રૂપિયા કમાઈને બતાવો તો હું તને મારી સંપત્તિ આપીશ નહીંતર તને આ સંપત્તિ નહીં મળે.
બીજા દિવસે પીરાને તરત જ એક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢ્યા અને કહ્યું આ રહ્યા ડેડી મેં કમાયેલા 1000 રૂપિયા. દાનેશે તે રૂપિયાને પોતાના હાથમાં લઈ અને તરત જ નીચે મુકી દીધા અને કહ્યું કે મને ખબર છે કે તું આ રૂપિયા તારી મમ્મી પાસેથી લઈ આવ્યો છે. આ રૂપિયો તે નહીં પરંતુ મેં કમાયેલા છે. મેં તને કહ્યું હતું કે મારે તો તે પોતા એ કમાયેલ હોય એવા રૂપિયા જોઈએ છે.
એ દિવસ પૂરો થયો ફરી પાછો બીજા દિવસ સવારના એની કઝિન બહેન પાસેથી 1000 રૂપિયા લઈને તેના પિતાને આપ્યા પરંતુ આ રૂપિયા પણ દાનેશેે હાથ લગાવીને તરત જ નીચે મુકી દીધા. આ દિવસ પણ નીકળી ગયો.બીજા દિવસે તેને એક મિત્ર પાસેથી 1000 રૂપિયા લઇ અને તેના પિતાને આપ્યા તો પિતાએ ફરી પાછું એવું જ વર્તન કર્યું અને કહ્યું આમાંથી એક પણ રૂપિયો તારો કમાયેલો નથી.
પીરાનને હવે એવું થવા લાગ્યું કે પપ્પા ખરેખર હું મારી મહેનતનો રૂપિયો નહીં કમાવા જાવ ત્યાં સુધી મારી પાછળ પડ્યા રહેશે. બીજા દિવસે સવારે વહેલો નાહી ધોઈ તૈયાર થઈ બહાર નીકળી ગયો. ફરતા ફરતા એક હોટલમાં તેને કામ મળી ગયું, પરંતુ ત્યાં તેની હોટલ નો પગાર દરરોજના 500 રૂપિયા હતો. એટલે પીરાન બે દિવસ સતત હોટલમાં સવારથી સાંજ સુધી નોકરી કરતો અને પછી બંને દિવસ પસાર થઈ ગયા એટલે ત્રીજા દિવસે સવારે પિતાજી પાસે ગયો. આ દિવસે તેના મોઢા ઉપર અલગ જ સ્માઈલ હતું, તરત જ જઈને તેના પપ્પાને હજાર રૂપિયા આપીને કહ્યું પપ્પા આ રૂપિયા મેં મારી જાત મહેનતથી કમાયા છે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે તેના પિતાએ દરરોજની જેમ જ રૂપિયા હાથમાં લઈને તરત જ નીચે મૂકી દીધા. તેના પિતા દાનેશ જ્યારે પણ નીચે જમીન ઉપર પૈસા મુકતા ત્યારે તે તોછડાઈથી મૂકી દેતા જાણે કે તમે પૈસા ને ઈગ્નોર કરતા હોય એ રીતે.
એટલે હવે પીરાનને પોતાના પિતાનું આ વર્તન ગમ્યું નહીં એટલે તરત જ તેને ગુસ્સા સાથે તેના પિતાને કહ્યું અરે પપ્પા આ મારી જાત મહેનત ના રૂપિયા છે, આટલા રૂપિયા કમાવવા માટે મને કેવી તકલીફ પડી એની તમને ખબર છે કે નહીં? રૂપિયાને કમાવવા માટે હું બે દિવસ સવારથી સાંજ સુધી નોકરી કરતો હતો અને આખો દિવસ મેં પરસેવો પાડ્યો હતો.
દીકરાએ બોલવાનું બંધ કર્યું એટલે દાનેશેે તેની પાસે આવીને તેના માથા પર હાથ મૂકી અને કહ્યું દીકરા જો તને તારા મહેનતના કમાયેલા 1000 રૂપિયા મેં સન્માન વગર નીચે મુક્યા તો પણ તને આટલું બધું દુ:ખ થયું, તુ તો મેં દિવસ રાત કાળી મજૂરી કરીને એકઠા કરેલા રૂપિયા છે તે દરરોજ ઉડાવે છે. તો તું જ વિચાર કે શું મને દુ:ખ નહિ થતું હોય? મેં દિવસ રાત કાળી મજૂરી કરી ત્યારે જઈને આટલો મોટો ધંધો સ્થાપિત થયો છે. અને હાલની તારીખમાં પણ હું મજૂરી કરવામાં જરા પણ ખચકાટ અનુભવતો નથી. અત્યાર સુધીમાં પીરાને ઘણા બધા પૈસા વેડફી નાંખ્યા હતા, પરંતુ તેના પિતાએ સમયસર તેને સમજાવવામાં મોડું ન કર્યું અને પીરાન તરત જ સમજી પણ ગયો. આપણા પિતા પાસે સંપત્તિ હોય તો એ એની કમાયેલી હોય છે. એની કમાયેલી સંપત્તિ જો જરૂરિયાત વગર આપણે વેડફવા લાગે તો આપણને સંતાન તરીકે એવો કોઈ પણ અધિકાર નથી. એટલે જ બધા લોકોને જરૂર છે શીખવાની, તો ચાલો પૈસા વાપરતા પહેલા કમાતા શીખીએ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *