હસો મારી સાથે

મેં સૂર્યને પૂછ્યું વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે??
સૂરજે કહ્યું, લેડીઝ જોડે કોણ ખોટી માથાકૂટ કરે.
***
એક બહેન પાડોશમાં મળવા ગયા. કલાકેક ગપ્પા માર્યા . ચ્હા પાણી થયા. પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને જતાં પહેલાં બધી બહેનપણીઓ ને મળતી આવું..!
***
પત્ની: કાન ખોલીને સાંભળી લેજો, ખાલી ટીકટોક જ બંધ કરવામાં આવ્યું છે.
ટકટક તો ચાલુ જ રહેશે.
***
દિકરો જનમશે એ આશા પર પાંચ દિકરી ઓ આવી 1. નોટબંધી 2. જીએસટી 3. બેરોજગારી 4. મંદી 5. મોંઘવારી પણ વિકાસનો કંઈ જન્મ થયો નહિ. છેવટે કોરોનાને દત્ત ક લીધો. એ ઉઠાવગીર નીકળ્યો.
***
ગણિતનો નવો પ્રમેય
પ્રશ્ર્ન: ખાંડ ગળી હોવા છતાં આપણી દુશ્મન કેમ છે?
જવાબ:
પક્ષ: ખાંડ ગળી છે.
સાધ્ય: ખાંડ આપણી દુશ્મન છે.
સાબિતી: ખાંડને હિન્દીમાં ચીની કહે છે અને ખાંડથી બનેલી ચાસણીને હિન્દીમાં પાક કહે છે. બન્નેઆપણા દુશ્મન છે. તેથી ખાંડ આપણી દુશ્મન છે.

Similar Posts

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે? એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું…

  • Kappawala Adarian Celebrates 161st Salgreh

    Roj Sarosh, Mah Ardebehest, marked the 161st salgreh of Sheth Shapurji Sorabji Kappawala Aderian, Tardeo, commemorated with a Havan Geh Machi and two jasans performed by Panthki Er. Jamshedji Bhesadia and his team of mobeds, in the presence of the Trustee, Meherji Makati. The evening jasan was also performed by Er. Bhesadia and other mobeds…

  • ‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

    તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ…