અમારો જૂનો જમાનો!

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા! અને હા, ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી! અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું! અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો.
માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો.વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતાના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા. અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી, પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે!
એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા, છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.
નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારેય અમારો ઇગો હર્ટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો અને મારવાવાળો અને માર ખાવાવાળો બંને ખુશ થતા હતા કારણ કે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ. અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું.
આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે, તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી…!! એ સત્ય છે કે અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા. અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે. નહીતો અમે જે જીવન જીવીને આવ્યા છીએ. તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી! અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ, અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

Similar Posts

  • RIP Dr. Kavarana

    On 24th June, 2017, Dr. Kekoo Kavarana, our prominent 76-year-old veteran orthopaedic surgeon, passed away at the Breach Candy Hospital, succumbing to severe smoke inhalation injuries – the result of a fire breaking out at his residence at Malabar Hill, while he was asleep on 22nd June (Thursday). Medical sources explained that Dr. Kavarana was admitted to…

  • Caption This – 30th April

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 4th May 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • |

    Ushta Te! May Happiness Be Unto You!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • લગ્નજીવન

    અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા. સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો….

  • NCPA Presents Kirk MacDonald ‘Generations’ Quartet Ft. Virginia MacDonald

    The Kirk MacDonald Generations Quartet featuring rising star, clarinetist – Virginia Macdonald, carries international acclaim with all leading players on the international Jazz scene – Kirk MacDonald (Saxophone); Neil Swainson (Bass); Terry Clarke (Drums) and Virginia MacDonald (Clarinet). Just 24-year-old Virginia MacDonald has already established herself as a renowned musician. Toronto-based Saxophonist, prolific composer and multiple Juno Award…