માફ કરતા શીખો!

પાનખર પહેલાં વૃક્ષનાં બધાં જ પાંદડાઓ એકબીજાને ગળે મળીને ‘મને માફ કરજો’ કહેતાં હોવાં જોઈએ. ખરી પડવાની ઋતુમાં પવનની એક થપાટ સાથે ડાળીએથી અળગા થઈ જતા પહેલા, એકબીજાને મન ભરીને પ્રેમ કરી લેવાનું નામ એટલે જિંદગી.
મૃત્યુની મોસમ પૂરબહારમાં ખીલી છે અને જે રીતે પરિચિતોના અણધાર્યા અને અચાનક દેહાંતના સમાચાર મળી રહ્યા છે, એ જોતા એક વાત તો નક્કી છે કે અફસોસ હાથવગો રાખવો. પણ એક વાત યાદ રાખવા જેવી એ છે કે ફક્ત પ્રિયજનોના જ મૃત્યુ થાય એવું જરૂરી નથી. અપ્રિય લોકોના અવસાન પણ થઈ શકે છે.
કેવું લાગશે જો અચાનક કોઈ સવારે આપણને જાણ થાય કે ગઈકાલ રાત સુધી જેને નફરત કરેલી, એ વ્યક્તિ આજે ઓચિંતી આ પૃથ્વી પરથી ગાયબ થઈ ગઈ. એના મૃત્યુના સમાચાર સાંભળીને આનંદ થશે કે અફસોસ? જેની ભરપેટ ટીકા કરીને આપણે ગઈકાલે ઊંઘી ગયેલા, બીજે દિવસે એ જ વ્યક્તિ માટે આરઆઈપી લખવામાં કેટલો ખચકાટ થશે આપણને?
આંખો બંધ કરો અને એક એવી વ્યક્તિનો ચહેરો ઈમેજીન કરો, જેની સાથે તમારે અબોલા છે. એવી કોઈ વ્યક્તિ જેને તમે નફરત કરો છો અથવા જેનો ચહેરો પણ તમે જોવા નથી માંગતા. ધારો કે એ વ્યક્તિ આવતી કાલ સવારે મૃત્યુ પામે, તો તમને એની સાથે અબોલા રાખવાનો કે દુર્વ્યવહાર કર્યાનો અફસોસ થશે? જો એનો જવાબ હા હોય, તો તમારો ફોન ઉપાડીને એનો નંબર ડાયલ કરો. એની સાથે વાત કરો. ફોન પર ફરિયાદ કરો, ઝગડો કરો, સોરી કહી દો. કાં તો એની માફી માંગી લો અથવા એને માફ કરી દો.
અને જો ઉપરના પ્રશ્ર્નનો જવાબ ના હોય, તો હવે આંખો બંધ કરીને તમારા મૃત્યુની કલ્પના કરો. તમે જિંદગીના છેલ્લા શ્ર્વાસ લેતા હોવ અને ત્યારે એ વ્યક્તિ તમારી સામે આવે, તો તમને એની સાથે દુર્વ્યવહાર કર્યાનો અફસોસ થશે? જો જવાબ હા હોય, તો પ્લીઝ ફોન ઉપાડીને એની સાથે વાત કરો. જો જવાબ ના હોય, તો તમે શાંતિથી મૃત્યુ પામી શકશો.
એકાઉન્ટસ સેટલ કર્યા વગર મૃત્યુ પામવું, એ જીવનનો અંત લાવવાની સૌથી ભયાનક રીત છે. આજે સોરી નહીં કહીએ, તો ફક્ત એને સોરી કહેવા માટે આ પૃથ્વી પર બીજો ધક્કો ખાવો પડશે. આપણે ખરી પડીએ, એ પહેલાં આપણી અંદર રહેલા અફસોસ, અણગમા કે ધૃણાનું ખરી પડવું અનિવાર્ય છે.
મરતી વખતે ગંગાજળનો સ્વાદ કડવો ન લાગવો જોઈએ. અને એ તો જ થશે જો શ્ર્વાસ છૂટ્યા પહેલાં કડવાશ છૂટી જશે.

Similar Posts

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the ongoings in the BPP, with Parsi Times’ exclusive column, BPP Connect .[/otw_shortcode_info_box] The Alliance Is Back On Track! After the advent of Universal Adult Franchise it is inevitable that a certain amount of political savvy will enter into the campaigning strategies of any community member…

  • Ba Humata Presents Global Webinar: ‘Zarthushti Thy Name Is Charity’

    On 5th June, 2022, the Ba Humata (Good Thoughts) Webinar series presents its eighteenth monthly global Webinar themed, ‘Zarthushti Thy Name Is Charity’, covering the Ahunavar and related prayers, honouring Asho Zarathushtra. The Webinar will feature Er. Khushroo Master (New Zealand); Er. Jehan Dastoor (Singapore /Canada); Kimiya Shahzadi (Australia, Iran, USA) and Katayun Kapadia (USA); alongside…

  • બીપીપી કનેકટ

    (ગયા અંકથી ચાલુ) હિસાબ કિતાબ: બીપીપી આર્થિક રીતે બહુ સધ્ધર નથી. લોકોની ધારણા છે કે બીપીપીની નેટવર્થ હજારો કરોડ ‚પિયાની છે, આ લોકોએ એ સમજવાની જ‚ર છે કે આ મૂલ્ય આપણા બાગ, કોલોનીઓ અને ડુંગરવાડી જેવી સંયુકત મિલકતોનું છે. બીપીપીને રોકડની જ‚ર છે અને બીપીપી અત્યારે સખાવતો, ભાડાં/ સર્વિસ ચાર્જિસ તથા એફડીના વ્યાજ પર ટકી…

  • આજની વાનગી

    ચાઈનીઝ  વેજિટેબલ સામગ્રી: ૧૦ થી ૧૨ ફ્લાવરના મોટા ટુકડા, ૧ કેપ્ટિકમ, ૧૦ અધકચરી બાફેલી બેબીકોર્ન, ૬ થી ૭ સમારેલી ફણસી, ૨ ચમચી ઝીણું સમારેલું આદું, ૨ ચમચી ઝીણું સમારેલું લસણ, ૨ ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો કપ ટોમેટો પ્યુરી, ૨ ચમચી કોર્નફ્લોર, ૨ ચમચા તેલ, મીઠું. રીત: એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. એમાં…

  • રૂમઝુમ કરતું આવ્યું નવું સાલ!

    એમ તો સમગ્ર વિશ્ર્વમાં નવું વર્ષ અલગ અલગ દિવસોએ ઉજવવામાં આવે છે અને ભારતના વિવિધ ક્ષેત્રોમાં પણ નવા વર્ષની શરૂઆત અલગ અલગ રીતે ઉજવાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર અનુસાર 1લી જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થાય છે કારણ કે 31મી ડિસેમ્બરે એક વર્ષનો અંત પછી 1 જાન્યુઆરીથી નવા અંગ્રેજી કેલેન્ડર વર્ષનો પ્રારંભ થાય છે. તેથી આ…